“કોથમીર વડી” – શિયાળામાં કોથમીર બહુ સસ્તી અને તાજી મળે છે તો ચાલો આજે મહારાષ્ટ્રની પ્રખ્યાત કોથમીર વડી બનાવીએ…

- Advertisement -

“કોથમીર વડી”

સામગ્રી:

1 મોટી જૂડી કોથમીર,
1 બાઉલ ચણાનો લોટ,
1/2 બાઉલ શિંગદાણાનો ભૂકો,
1 જીણુ સમારેલ લીલા મરચુ,
1 ચમચી આદુંનું છીણ,
1 ચમચી લસણની પેસ્ટ,
1/2 ચમચી હલદર,
1 ચમચી લાલ મરચું,
1 ચમચી ગરમ મસાલો,
1/2 ચમચી રાઇ,
ચપટી હિંગ,
2-3 ચમચી તેલ,
1 નાનો ગ્લાસ પાણી,
મીઠુ,

રીત:

સૌ પ્રથમ મિડીયમ તાપે એક પેનમા તેલ લઈ તેમા રાઇ, હિંગ, હલદર, આદું લસણની પેસ્ટ, લીલું મરચું, લાલ મરચું, ગરમ મસાલો, શીંગદાણાનો ભૂકો, કોથમીર, ચણાનો લોટ, મીઠું અને પાણી ઉમેરી બરાબર હલાવી લેવું.
સોફ્ટ લોટ હોય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.
થાલીને ગ્રીસ કરી તેમા મિક્ષન લઈ લીસું કરી લેવું.
5-10 મિનિટ પછી ઠંડુ થાય એટલે કાપા કરી લેવા.
એક કડાઇમા તેલ લઈ ગરમ થાય એટલે બધી વડી મિડીયમ તાપે ગોલ્ડન ડીપ ફ્રાય કરી લેવી.
તો તૈયાર છે બધાને ભાવે તેવો ફટાફટ બનતો નાસ્તો, સ્ટાર્ટર, લંચબોક્ષમા દેવાય તેવી કોથમીર વડી.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી