રોજ રોજ એકને એક પરોઠા ખાઈ કંટાળી ગયા છો ? તો બનાવો આ ‘કોથમીર પરાઠા’, ટેસ્ટ નવો લાગશે

કોથમીર પરાઠા

સામગ્રી-

-2 કપ ઘઉંનો લોટ,
-3 ટેબલ સ્પૂન તેલ,
-મીઠું સ્વાદાનુસાર.

સ્ટફિંગ માટે-

-1 કપ કોથમીર,
-1 ટી સ્પૂન ધાણા પાવડર,
-1 ટી સ્પૂન જીરૂં પાવડર,
-1/2 ટી સ્પૂન હળદર,
-1 ટેબલ સ્પૂન ચણાનો લોટ,
-2 નંગ લીલા મરચાં સમારેલા,
-મીઠું સ્વાદાનુસાર.

રીત-

સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને તેલ ઉમેરીને સરસ મજાની કણક બાંધી લો.

લોટને થોડીવાર માટે ઢાંકીને મૂકી રાખો.

ત્યાર બાદ એક બાઉલમાં સ્ટફિંગ માટેની જેટલી પણ સામગ્રી છે, તે બધી જ બરાબર મિક્ષ કરી લો.

હવે કણકમાંથી લુઆ લઈને રોટલી વળી લો.

તેમાં વચ્ચે તૈયાર કરેલું પૂરણ મૂકીને ફરીથી બંધ કરીને વલી લો.

ત્યાર બાદ એક નોન સ્ટિક પેનને ગરમ કરો. તેમાં તૈયાર કરેલા પરાઠાને તેલ અથવા બટરમાં બંને બાજુ લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.

તૈયાર ટેસ્ટી પરાઠાને ચા સાથે સર્વ કરો.

રસોઈની રાણી : નિકિતા મોદી (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

ટીપ્પણી