કોરમા લચ્છા પરાઠા

કોરમા લચ્છા પરાઠા બનાવવા માટે જોઇશે.

પાઉડર બનાવવા માટે જોઇશે.

વરીયાળી 1/2 કપ
કોપરાનું છીણ 1 કપ
દાળીયાની દાળ 1 કપ
ખસખસ 1 ટી.સ્પૂન
તજ 1 નંગ
લવીંગ 3 નંગ

કોરમા બનાવવા માટે જોઈશે.

તેલ 1/2 ટી.સ્પૂન
રાઈ 1/2 ટી.સ્પૂન
હીંગ 1/2 ટી.સ્પૂન
લીમડાના પાન 3 થી 4
સમારેલી ડુંગળી 1/2 કપ
લાલ મરચું 1/2 ટી.સ્પૂન
ધાણાજીરું 1/2 ટી.સ્પૂન
ગરમ મસાલો 1/4 ટી.સ્પૂન
સમારેલા ટામેટા 1/2 કપ
બાફેલા મિકસ વેજીટેબલ 1/2 કપ
મીઠું સ્વાદ અનુસાર
મેંદાની કણક 1 બાઉલ

કોરમા લચ્છા પરાઠા બનાવવાની રીત.

સૌ પ્રથમ મિકસ્ચરમાં વરીયાળી, કોપરાનું છીણ, દાળીયાની દાળ,
ખસખસ, તજ, લવીંગ, ઉમેરી ક્રશ કરી લો. અને બાઉલ માં લઇ લો.

હવે, એક પેન માં તેલ, રાઇ, હીંગ, લીમડાના પાન,સમારેલી ડુંગળી, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો, અને સમારેલા ટામેટા ઉમેરી સાંતળી લો.
પછી બોઇલ્ડ મિકસ વેજીટેબલ અને પાણી ઉમેરી થોડીવાર ચઢવા દો.

ત્યારબાદ બનાવેલો પાઉડર ઉમેરી થોડીવાર ચઢવા દો. હવે જરૂર મૂજબ પાણી
અને મીઠું ઉમેરી મિકસ કરી લો. હવે મેદાના લોટમાંથી પારાઠા વણી લો. પછી સ્ટ્રીપ કરી રોલ વાળી ફરીથી વણી લો. ત્યારબાદ પરાઠા ને પેનમાં શેકી પ્લેટમાં લઇ લો.

હવે સર્વીગ પ્લેટમાં પરાઠા મૂકી કોરમાં ઉમેરી સર્વ કરો. તો તૈયાર છે. કોરમા લચ્છા પરાઠા

ટીપ્પણી