કોલેજીયન ભેળ – કોલેજ અને જોબ કરતા સૌ ને ઉપયોગી

કોલેજીયન ભેળ

સામગ્રી:-

500 ગ્રામ મમરા કોરા
250 ગ્રામ ખારી સિંગ
250 ગ્રામ નાયલોન સેવ
૧ બાઉલ લીલી ચટણી
૧ બાઉલ ગળી ચટણી

લીલી ચટણી ની સામગ્રી :-

100 ગ્રામ કોથમીર
50 ગ્રામ લીલા મરચાં
ચાર-પાંચ મીઠા લીમડાના પાન
સૂકા લસણની કળી – 4 (ઓપ્શનલ)
લીંબુનો રસ -૨ નંગ
મીઠું સ્વાદાનુસાર

ગળી ચટણી ની સામગ્રી :-

100 ગ્રામ ગોળ
જરૂર પ્રમાણે પાણી (ગરમ)
લીંબુનો રસ -1/2 નંગ

બનાવવાની રીતઃ-

લીલી ચટણી:-

સૌપ્રથમ કોથમીર, લીલા મરચાને કાપીને, ચાર-પાંચ મીઠા લીમડાના પાન, લીંબુનો રસ , સૂકા લસણની કળી અને મીઠું સ્વાદાનુસાર આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. જરૂર પડ્યે થોડુ પાણી પણ ઉમેરી. ચટણી તૈયાર કરો,ચટણી એક રસ થવી જોઈએ. પાતળી રસાદાર ચટણી બનાવવી.એક બાઉલ માં તેને કાઢી લો

ગળી ચટણી:-

સૌપ્રથમ જરૂર પ્રમાણે પાણી ગરમ કરી તેમાં ગોળ નાંખી બરાબર મિક્સ કરી ઠંડુ થવા દો ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી દો.

રીત :-

ત્યારબાદ એક બાઉલમાં કોરા મમરા,ખારી સિંગ,નાયલોન સેવ, નાંખી બરાબર મિક્સ કરી, પછી તેમાં તૈયાર લીલી ચટણી,ગળી ચટણી ઉમેરી હલાવો,તમારી મજેદાર કોલેજીયન ભેળ તૈયાર છે.

રસોઈની રાણી : કાજલ કાકડિયા (સુરત)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી