આ ચૂંટણીમાં હું કોઈ જ પક્ષમાં જોડાવાનો નથી: જિગ્નેશ મેવાણી

આવતા મહિને ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે આખી રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ જે કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચા વચ્ચે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક જિગ્નેશ મેવાણીએ જાહેર કર્યું છે કે તે 2017ની ચૂંટણીમાં કોઈ જ પક્ષ સાથે જોડાવવાનો નથી.
આ પહેલા જિગ્નેશની કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત સાથેની મુલાકાત પછી લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે તે કોંગ્રેસમાં જોડાઈ જશે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકુરે કોંગ્રેસ જોઈન્ટ કર્યા પછી અને પાટીદાર નેતા હાર્દિક પટેલની કોંગ્રેસ સાથેના વાતચીતના દોરના કારણે લોકોમાં ચર્ચા જાગી હતી કે જિગ્નેશ મેવાણી પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. પરંતુ હવે જિગ્નેશની પ્રેસ કોન્ફરન્સથી જાહેર થયું છે કે તે કોઈ પણ પક્ષમાં સામેલ નહીં થાય.

ગત વર્ષે ગુજરાતના ઉનામાં ગોરક્ષાના નામ પર ઉંચી જાતિના લડકો દ્રારા દલિતોને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. તે એક વકીલ અને સામાજિક કાર્યકર્તા છે. તે ઉના દલિત અત્યાચાર લડત સમિતિના સંયોજક પણ છે.

સૌજન્યઃ સંદેશ

ટીપ્પણી