બે દિવસ પહેલા શરુ થયેલી “કોચી મેટ્રો” વિષે જાણવા જેવી વાતો !

ઝડપથી વિકસી રહેલા આપણાં દેશમાં, જુદા જુદા રાજ્યોમાં મેટ્રો ટ્રેન સેવા, શહેરોના એક છેડાથી બીજા છેડાને જોડતી થઇ છે. એક તદ્દન અનોખી અને ગર્વ લઇ શકાય તેવી મેટ્રો ભારતના કેરળ રાજ્યના કોચી શહેરમાં, તાજેતરમાં જ એટલે કે જૂન ૧૭એ શરૂ થઇ. નામ છે કોચી મેટ્રો.

આ મેટ્રો ઘણી બધી રીતે એક અલગ મેટ્રો છે. મેટ્રોનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ કરેલ છે. આ મેટ્રોના પાયાની કામગીરી ૨૦૧૨માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી.મનમોહન સિંઘના હસ્તે થયેલી.

તો જોઈએ આ મેટ્રોની ખાસિયતો:

કોચી મેટ્રો દેશની પ્રથમ સૂર્ય ઊર્જાથી ચાલતી મેટ્રો છે.
મેટ્રોની કામગીરી સમાપ્ત થતાં તેની ઉજવણી બધા કાર્યકરોને સાથે લઈને કરવામાં આવી.

કોચી મેટ્રોના દરેક સ્ટેશન પર કેરળ રાજ્યના ભવ્ય સાંસ્કૃતિક વારસાને આવરી લેતું પ્રદર્શન કરાયું છે.

આ મેટ્રો,રોડ-રેલવે અને જળવહનને જોડતી દેશની પ્રથમ મેટ્રો છે. તે જ રીતે કિન્નરોને કામ આપતી આ પ્રથમ ગવર્મેન્ટ એજન્સી છે. મેટ્રોના સ્થંભ પર ફરતે લીલોતરીનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં કોર્પોરેશન દ્વારા વાપરી શકાય તેવા નિકાલ કરેલ કચરાને ફરી વાપરવામાં આવશે.

કોચી મેટ્રોએ સ્ત્રીઓ અને પુરુષોને એકસરખી તક આપી છે. લગભગ ૧૦૦૦ સ્ત્રીઓ આ મેટ્રો માટે કામ કરશે, જેમાંની ૭ તો ટ્રેન ચલાવવાની કામગીરીમાં સક્રિય ફાળો આપશે.

મેટ્રોએ મુસાફરો માટે મફત સાઇકલ સેવા પણ પૂરી પડી છે. સમયગાળાની દ્રષ્ટિએ પણ સૌથી ટૂંકા સમયમાં તૈયાર થનાર મેટ્રો એટલે કોચી મેટ્રો છે.

સંકલન : રૂપલ વસાવડા (બેંગ્લોર)

આપ સૌ માહિતી પેહલી વાર વાંચતા હો તો શેર કરજો !!

ટીપ્પણી