“કોબીના થેપલા – ઢેબરા” – ટેસ્ટી છે બાળકો પણ ખુબ ખાશે..

“કોબીના થેપલા – ઢેબરા”

સામગ્રી:

કોબી,
લીલું અથવા સૂકુ લસણ,
લીલા મરચા,
આદુ,
તલ,
લાલ મરચું,
હલદર,
ધાણાજીરું,
મીઠું,
તેલ,
ચણાનો લોટ,
ઘઉંનો લોટ,
બાજરાનો લોટ,
દહીં,
પાણી,
તેલ/બટર,

રીત:

બધા લોટને એક બાઉલમા લઈ મિક્ષ કરવા.
પછી તેમા તલ, લાલ મરચું, મીઠું, હલદર, ધાણાજીરું, આદું, મરચા ,લસણની પેસ્ટ અને જીણી લામ્બી સમારેલી કોબી ઉમેરી મિક્ષ કરવું.
પછી તેમા દહીં અને તેલ ઉમેરી મિક્ષ કરી જરૂર મુજબ પાણી ઉમેરી મિડીયમ કઠણ લોટ બાંધવો.
5-10 મિનિટ ઢાંકીને રહેવા દેવો.
હવે તેના નાના લુવા કરી રોટલીથી જાડા થેપલા વણી લેવા.
તવી ગરમ થાય એટલે તેલ કે બટરમા શેકી લેવા.
ઢેબરા કરવા હોય તો ડીપ ફ્રાય કરી લેવા.
લીલી ચટણી, દહીં, ચા, કોફી અથવા સુકીભજી જોડે સર્વ કરવા.

નોંધ:

આ રીતે પાલક, મેથી, ખમણેલું ગાજર, ખમણેલ દૂધી અધ્ધકચરા બાફેલ વટાણાને ચીલી કટરમા પીસીને થેપલા કે ઢેબરા બનાવી શકાય.

રસોઈની રાણી: રિદ્ધિ પરમાર (રાજકોટ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી