ગુજરાતી કોમેડી વીડિયોમાં ધમાલ મચાવતાં ‘જીગલી’ના ‘ખજૂર’ વિશે જાણો Only On જેંતીલાલ !

ખજૂર અને જીગલીના નામે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં વીડિયો ધૂમ મચાવી રહ્યાં છે.

એકદમ કાઠિયાવાડી લહેકામાં પ્રસંગોને અનુરૂપ કોમેડી વીડિયો સાથે સામાજિક સંદેશાઓ આપતાં આ વીડિયો જોઈને લોકો પેટ પકડીને હસી પડે છે.

પતિ-પત્નીની ચકમક સાથેની રોજીંદી જીંદગીની ક્રિયાઓને વીડિયોના સ્વરૂપમાં અનોખી રીતે રજૂ કરતાં જીગલી અને ખજૂરના વીડિયો જોનારાના ચહેરા પર સ્માઈલ છવાઈ જાય છે.

ત્યારે આ વીડિયોમાં ખજૂરની ભૂમિકા નિભાવતો યુવક બારડોલીના જાની બ્રધર્સ તરીકે ઓળખાતો નીતિન જાની ભૂમિકા નિભાવી રહ્યો છે.

ખજૂર અને જીગીલીની કેમેસ્ટ્રીના કારણે ફેમસ

બારડોલીના જાની બ્રધર્સ પુણેમાં અભ્યાસ કરવાની સાથે બોલીવુડના રંગે રંગાયા હતાં.

70થી વધુ શોર્ટ ફિલ્મો કરવાની સાથે સાથે બોલિવૂડની ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

સાથે જ બોલિવૂડ બાદ ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

પરંતુ હાલ નીતિન જાની તેના ખજૂર અને જીગીલીની કેમેસ્ટ્રીના વીડિયોના કારણે ભારે ફેમસ થયા છે.

સામાજિક મુદ્દાઓને ઉજાગર કરતાં આ વીડિયો બાદ તેમને અનેક કામની ઓફર થઈ રહી હોવાનું નીતિને જણાવ્યું હતું.

 

 

 

 

 

 

 

સૌજન્ય સાભાર : દિવ્ય ભાસ્કર ન્યુઝ !!!

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!