-: સ્નેહ મિલન :- બે મિત્ર બને છે એકબીજાના જીવનસાથી.. ખુબ સુંદર વાર્તા..

-: સ્નેહ મિલન :-

“Hi….”આદિલે તેની સામે ઉભી રહીને તેની નજરને તાકી રહેલી છોકરીને કહ્યુ.
“Hi…😊”તે છોકરીએ તેના નેઇલપોલીશ કરેલા હાથને આદિલ સામે હલાવતા સ્માઇલ આપતા કહ્યુ.
“કેમ છે ? “આદિલે તે છોકરીને સ્માઇલ આપતા પુછ્યુ.કેમ કે તે છોકરીએ અડધી મિનીટ પહેલા આપેલી સ્માઇલનો પ્રભાવ હજુ આદિલને યાદ હતો.

“મજામા…તુ કેમ છે “તે છોકરીએ મરુન લિપસ્ટીક થી મધમધતા હોઠને એકબીજા ઉપર રગડતા આદિલને જવાબ આપ્યો.
“હુ પણ મજામા “આદિલે તેના માથાના વાળ સરખા કરતા જવાબ આપ્યો.પેલી છોકરીએ ફરી તેની સામે સ્માઇલ કરી.

તે છોકરી તેની બાજુમા રહેલી બેંચ ઉપર બેસી ગઇ.તેના પસઁ માથી પાણીની બોટલ કાઢી અને પાણી પીવા લાગી.તેને પાણીની બોટલ બંધ કરીને ફરી તેને પસઁમા મુકી.તેના હોઠ ઉપર પાણીની બુંદો બાજેલી હતી.આ પાણીની બુંદો રંગ વિહિન હતી પરંતુ તે બુંદો એ છોકરીના હોઠને વધુ માદક બનાવતી હતી.

તેની સામે ઉભેલો આદિલ તેને જોઇ રહ્યો હતો.તે છોકરીએ પસઁ માથી ઈયર ફોન કાઢ્યા અને તેની પીન મોબાઇલના સ્લોટમા નાખી.તેને ઇયર પ્લગ તેના હાથમા લીધા અને તેના કાન આડા રહેલા રેશમ જેવા લાંબા વાળને હળવે હાથે હટાવતા ઇયર પ્લગને કાનમા નાખ્યા.
” હુ તારુ નામ જાણી શકુ ?”આદિલે તેની બાજુમા બેંચ ઉપર તેનાથી થોડા દુર બેસતા તે છોકરીને પુછ્યુ.

“મારુ નામ અનામિકા છે “તે છોકરીએ આદિલને જવાબ આપ્યો.
“સારુ નામ છે “આદિલે તેનો જવાબ સાંભળીને કહ્યુ.
“તારુ નામ શુ છે ? “અનામિકાએ આદિલને સવાલ કરતા પુછ્યુ.
“મારુ નામ આદિલ પટેલ છે “આદિલે અનામિકાને જવાબ આપતા કહ્યુ.
“સરસ…આ…દિલ “અનામિકાએ તેના હૃદય ઉપર હાથ રાખતા,આદિલ સામે હસતા કહ્યુ.આ જોયને આદિલ પણ તેની સામે હસ્યો.અનામિકાના હાસ્યથી તેના મરુન હોઠ વચ્ચેથી સફેદ દાંત ડોકીયુ કરી રહ્યા હતા.

“તારી સરનેમ શુ છે “આદિલે અનામિકાને પુછ્યુ.
“મને નથી ખબર “અનામિકાએ આદિલને જવાબ આપતા કહ્યું.
“તારી સરનેમ શુ છે?”અનામિકાએ આદિલની સામે જોતા કહ્યુ.
“પટેલ “આદિલે અનામિકાને કહ્યુ.
“હમમ…”અનામિકા બોલી.
“તને તારી સરનેમ ખબર નથી એવુ કેમ ?”આદિલે અનામિકાની આંખોમા જોતા કહ્યુ.
“એ બોવ લાંબી વાત છે “અનામિકાએ આદિલને જવાબ આપતા કહ્યુ.
“ઓહ…તારા મમ્મી-પપ્પા શુ કરે છે “આદિલે ફરી અનામિકાને સવાલ કરો.

“ખબર નથી “અનામિકાએ આદિલની સામે જોતા કહ્યુ.
“તારા મમ્મી-પપ્પા શુ કરે છે “અનામિકાએ આદિલનો સવાલ તેને પુછ્યો.
“મમ્મી કેન્સરની બીમારીથી એક વષઁ પહેલા મૃત્યુ પામી,પપ્પા રોડ એક્સીડેન્ટમા મૃત્યુ પામ્યા “આટલુ બોલતા આદિલની આંખોમા આંસુ ના ઝળઝળીયા જન્મ્યા.આ જોયને અનામિકાએ તેની પાણીની બોટલ આદિલને આપી.

આદિલે પાણીનો એક ધુટડો બોટલ માથી પીધો અને તે બોટલ અનામિકાને પાછી આપી.અનામિકાએ આદિલની આંખો સામે જોયુ તો તેની આંખોના ખુણા ભીના થયેલા જોયા.
આ જોયને તે બોલી.
“સોરી…યાર ”
“ઇટ્સ ઓકે…”ભીની થયેલી આંખોને લુછતા આદિલ બોલ્યો.
“તુ કોની સાથે રહે છે? “અનામિકાએ ફરી આદિલને પુછ્યુ.
“હુ મારા ફ્લેટમાં એકલો રહુ છું,કેમ ?”આદિલે અનામિકાને જવાબ આપતા કહ્યુ.

“તે હજુ મેરેજ નથી કયાઁ ?”અનામિકાએ ફરી આદિલને પુછ્યુ.
“ના નથી થયા “આદિલે જવાબ આપતા કહ્યુ.
“કેમ નથી થયા હજુ ?”અનામિકાએ તેની જીજ્ઞાસુ વૃતિ વ્યકત કરતા આદિલને ફરી પુછ્યુ.
” કેમ કે મારા ધરમા હુ એકલોજ રહુ છું,મારા મમ્મી પપ્પા નથી એટલે કોઇ સમાજવાળા મને છોકરી આપવા તૈયાર નથી,એટલે હજુ મે મેરેજ નથી કયાઁ “આદિલે ચોખવટ કરતા કહ્યુ.
“ઓકે …..”અનામિકાએ આદિલને જવાબ આપ્યો.
” તુ કોની જોડે રહે છે ?”આદિલે અનામિકા ની સામે જોતા સવાલ કરો.
“હુ એકલી રહુ છું “અનામિકાએ આદિલની સામે જોતા જવાબ આપ્યો.

“કેમ?તુ તારા મમ્મી-પપ્પા સાથે નથી રહેતી?”આદિલે અનામિકા સામે સવાલ ઉભો કરતા જવાબ આપ્યો.
“મને મારા મમ્મી-પપ્પાની કંઇ ખબરજ નથી “અનામિકાએ આદિલની આંખોમા જોતા કહ્યુ.
“તને આ દુનિયાના દશઁન કરાવનાર તારા મમ્મી-પપ્પાની ખબર નથી “આદિલે તેની આંખોની ભમર ઉંચી કરતા અનામિકાને કહ્યુ.
“ના…નથી..ખબર “અનામિકાએ તેની આંખમા આવેલા આંસુને લૂછતાં જવાબ આપ્યો.

“તને તારા મમ્મી-પપ્પા ની ખબર નથી,તો તુ આ દુનિયામાં આવી કઇ રીતે?”આદિલે ફરી અનામિકાને સવાલ કરો.
“હુ અનાથ છુ,મારી જેવા અનાથને મમ્મી-પપ્પા નથી હોતા “અનામિકાએ તેની સામે જોઇ રહેલી આદિલની આંખોમા નજર નાખતા જવાબ આપ્યો. અનામિકાનો આ જવાબ સાંભળીને આદિલ અંદરથી હચમચી ગયો.

અનામિકાની આંખો માથી આંસુ ટપકી પડ્યા .તેની આંખોમા અંજાયેલુ કાજળ આ આંસુઓથી ભીંજાઇ ગયુ.તેના ગોરા ગાલ પર આંસુઓના પાણીની ધાર વહી રહી હતી.આદિલ રડી રહેલી અનામિકાને જોઇ રહ્યો છે.અનામિકા પણ તેની બાજુમા બેઠેલા આદિલને જોઇ રહી છે.
“તારા મેરેજ થઇ ગયા ?”આદિલે તેનો હાથ રૂમાલ અનામિકાને આપતા કહ્યુ.
“મારે કરવા છે,પણ નથી થતા “અનામિકાએ તેની ભીની આંખો લૂછતાં જવાબ આપ્યો.
“છોકરીના કિસ્સામા એવુ ના હોય “આદિલે અનામિકા સામે હળવુ હસતા કહ્યુ.

“સાચે..મારે તો મેરેજ કરવા છે,પણ હુ અનાથ છુ એટલે મને કોઇ સ્વીકારવા તૈયાર નથી “અનામિકાએ આદિલને કહ્યુ.
” અરે હા યાર તારી વાત સાચી છે “આદિલે અનામિકા ને જવાબ આપતા કહ્યું.
“તારો કોઇ બોયફ્રેન્ડ છે ?”આદિલે અનામિકાને પુછ્યુ.
“ના નથી “અનામિકાએ તેના માથાના વાળ સરખા કરતા આદિલને જવાબ આપ્યો.
“કેમ ? “આદિલે ફરી તેની જાણવાની ઉત્સુકતા વ્યકત કરતા અનામિકાને પુછ્યુ.
“કેમ કે મારા જેવી અનાથ છોકરીઓને આજકાલના છોકરાઓ કેરેક્ટરલેસ સમજે છે “અનામિકાએ તેની જીંદગીના રહસ્યને આદિલ સામે મુકતા કહ્યુ.

“અરે…એવુ થોડુ હોય “આદિલે અનામિકાની વાતને નકારતા કહ્યુ.
“એવુ હોય કે ન હોય એતો તનેજ ખબર હશે,કેમ કે આ દુનિયા અનાથને કોઇ સારી કેટેગરીમા મુકતી નથી,અને મને વિશ્વાસ છે કે કદાપી મુકશે પણ નહી “અનામિકાએ આદિલને સમજાવાની કોશિશ કરતા કહ્યુ.
“તારે કોઇ ગલઁફ્રેન્ડ છે “અનામિકાએ નીચુ જોઇને બેઠેલા આદિલને પુછ્યુ.
“ના…નથી “આદિલે થોડુ શરમાતા અનામિકાને જવાબ આપ્યો.
“કેમ..નથી…હે ?”અનામિકાએ ફરી આદિલને પુછ્યુ.
“એતો હવે તુ છોકરીજ છે,તને બધી ખબર છે તો પણ તુ મને પુછીને મજા લે છે મારી ” આદિલે જવાબ આપતા કહ્યુ.

આદિલનો જવાબ સાંભળીને અનામિકા ખડખડાટ હસવા લાગી.હસી રહેલી અનામિકાને જોઇને આદિલ પણ હસવા લાગ્યો.
“અનામિકા…મારી એક વાત માનીશ તુ ?”આદિલે તેની સામે ટગરટગર જોઇ રહેલી અનામિકાને કહ્યુ.
“તુ વાત તો કર પહેલા “અનામિકાએ તેની આંખોને
પલકારતા કહ્યુ.
“તુ મારી હમસફર બનીશ “આદિલે અનામિકાની આંખોમા જોતા,અનામિકાએ પુછ્યુ.
“શુ…હમસફર…એટલે ?”અનામિકા એ અજાણી બનતા આદિલને કહ્યુ .
” અરે…મારુ કહેવાનુ એમ છે કે તુ મારી સાથે મેરેજ કરીશ “આદિલે અનામિકાના હાથને સ્પશઁતા કહ્યુ.

“ફરી એકવાર બોલને આદિલ “અનામિકાએ આદિલનો હાથ તેના હાથમા પકડતા કહ્યુ.
” તુ મારી સાથે મેરેજ કરીશ ? “આદિલે અનામિકાને ફરીવાર પુછ્યુ.
“તુ મારી સાથે આખી જીંદગી ગુજારીશ ? “અનામિકાએ આદિલના ખંભા ઉપર તેના હાથ મુકતા કહ્યુ.
“હા….હુ આખી જીંદગી તારી જોડે ગુજારીશ “આદિલે તેના બન્ને હાથથી અનામિકાના ચહેરાને સ્પર્શતા કહ્યુ.
“હુ પણ તારી સાથે આખી જીંદગી ગુજારીશ “અનામિકાએ આદિલની આંખોમા જોતા કહ્યુ.

આનામિકાના આ શબ્દો સાંભળીને આદિલ અનામિકાને ભેટી પડ્યો.અનામિકાના હૃદય ને પહેલી વાર આદિલ થકી સ્નેહના ધબકારાનો અનુભવ થયો.અનામિકાની આંખો હરખના આંસુથી અંજાઇ ગઇ.આ જોયને આદિલે તેના હાથ થી અનામિકાના આંસુ લુછયા.
“આદિલ…ચાલ “અનામિકાએ આદિલનો હાથ તેના હાથમા પકડતા કહ્યુ.
“કયા જવુ છે “આદિલે તેનો હાથ પકડીને ઉભેલી અનામિકાને પુછ્યુ.
“પેલા મંદિરમા જવુ છે “અનામિકાએ મંદિર સામુ આંગળી સીધતા કહ્યુ.

“કેમ…?આપણા ધરે નથી જવુ “આદિલે અનામિકાને પુછતા કહ્યુ.
“ધરે જવુ છે,પણ પહેલા મારે તે મંદિરમા રહેલા ભગવાનની હાજરીમા તારી સાથે ફેરાફરવા છે “અનામિકાએ આદિલના બન્ને હાથ તેના હાથમા પકડતા કહ્યુ.
“ચાલ….”આદિલે અનામિકાનો હાથ પકડીને મંદિર તરફ ચાલવાનુ કહેતા કહ્યુ.

“ચાલ…”અનામિકાએ આદિલના ગાલને ટચ કરતા કહ્યુ.
અનામિકા અને આદિલ એકબીજાનો હાથ પકડીને મંદિરમાં ગયા.મંદિરના પુજારીએ ભગવાનના ભકતોની હાજરીમા તેના મંગલ ફેરા કરાવ્યા.આદિલ અને અનામિકાએ ભગવાન અને તે પુજારીના આશીર્વાદ લીધા.આદિલ અને અનામિકાએ પ્રભુતામા પગલા પાડ્યા.

* * * * * * * * * * * * * *
લેખક:-ખોડીફાડ મેહુલ(ગુરુ)

દરરોજ માણો અવનવી વાર્તા અને અલગ અલગ માહિતી ફક્ત અમારા પેજ ઉપર..

ટીપ્પણી