માનવતાં જ મહાન – પોતાનું ગામ છોડીને મુંબઈ જેવી માયા નગરીમાં પોહચેલા એક ગરીબની વાર્તા…

“માનવતાં જ મહાન”

સટાક-સટાક…સટાક-સટાક…સટાક-સટાક…
પો…પો….પો….પોપોપો…
કાન બહેરા કરી નાંખે એવો શોર, થોડાંથોડાં સમયાંતરે ટ્રેનની અવર જવર, હજ્જારો માનવ મહેરાંમણનો કલબલાટ, કુલી ફિલ્મનાં અમિતાભ બચ્ચન જેવાં કુલીઓ લાલ રંગના કપડામાં આંટા મારતાં હતાં, ક્યાંક કોઈ ટ્રેન માં ચઢતું તો કોઈ ટ્રેનમાંથી ઉતરતું. ધણાં લોકો સબંધીને સ્ટેશને મુકવાં આવ્યા હતા, કૉલેજના વિદ્યાર્થીઓ નું ટોળું તો ધણાં ફરિયાંઓ નાં “ચાઈ ગરમ ચાઈ” તો “સમોસેવાલાં દસ કે તીન” જેવાં અવાજો થી સજ્જ હતું આ અંધેરી રેલ્વેસ્ટેશન.

પ્લેટફોર્મ ઉપર લાગેલાં લાઉડસ્પીકરમાં અવાજ આવ્યો કે અમદાવાદ એક્ષપ્રેસ ટ્રેન નં 108845 પ્લેટફોર્મ ક્રમાંક 3 ઉપર આવી રહી છે.
તરત જ ટ્રેન આવી ગઈ, તમામ લોકો અંદરથી ઉતરવાં લાગ્યાં.
ત્યાં જ ટી.સી કાળા કપડાંમાં સજ્જ થઈ પ્લેટફોર્મ ઉપર આવી ગયાં. ટી.સી ની નજર ટ્રેનમાંથી ઉતરેલાં એક ગામડીયાં પરીવાર ઉપર પડી, એક ભાઈ લધરવધર કપડાં શર્ટનું શરૂઆત નું એક બટન ખુલ્લું, લાંબા વાળ, લાંબી દાઢી કેટલાંય દિવસથી શૅવ ન કરાવી હોય એવી, હાથમાં એક સિમેન્ટની ગુણીમાંથી બનાવેલો થેલો, એક બહેન હતાં કદાચ એમનાં પત્નિ. એ બહેન પણ ફાટેલી તૂટેલી સાડી પહેરી હતી. એમનાં એક હાથમાં એક પોટલી હતી, કદાચ એમાં કપડાં હશે. બીજા હાથમાં એક નાનાં બાળક ની આંગળી હતી જે આશરે નવેક વર્ષનો હશે. એમને જોતા જ ટી.સી એ ઈશારામાં બોલાવ્યાં, ડરતાં-ડરતાં ગયાં તો ખરી.

“કહા હૈ આપકી ટીકીટ? દિખાઈયે, ઔર કહા સે આ રહે હો આપ લોગ? ટી.સી એ આપણી માતૃભાષામાં પૂછ્યું.
“હમમમમારે પાસ ટીકીટ તો નહીં હૈ, ઔર હમ ગુજરાત સે આયે હૈ, હમારે પાસ પૈસા હૈ લૈકીન સીર્ફ પાંચસો હી હૈ, (આટલું કહી એ ભાઈ એ ખીસ્સામાંથી પાંચસો રુપિયા નાં છુટ્ટા પૈસા બતાવ્યા) બસ, કામ ઢુંઢને કે લીયે આયે હૈ, એ ભાઈને હિંદી આવડતી હોવાથી હાથ જોડીને જવાબ આપી દીધો.

ટી.સી એ જોયું કે ખરેખર આ વ્યક્તિ સાચું જ બોલી રહ્યો છે, અને એને પણ થોડી દયા આવી નાનો બાળક પણ સાથે જ હતો. બધા ટી.સી કંઈ ક્રુર નથી હોતા.
“ઠીક હૈ, ઈસબાર જાને દેતા હુ, અગલીબાર એસી ગલતી મત કરનાં, ઔર હાં યે મુંબઈ હૈ દોસ્ત જરાં સંભલકર રહેનાં…” આટલું બોલી ટી.સી બીજાની ટીકીટો જોવામાં વ્યસ્ત થઈ ગયાં.

વાત એમ હતી કે આ ગામડિયો પરિવાર ગુજરાતના એક નાના ગામડાંમાં રહેતો, આ પરિવારનો મુખ્ય વ્યક્તિ એટલે મુકેશભાઈ, એમના પત્નિ લક્ષ્મીબેન અને એક પુત્ર એટલે કિશન.

ગામડાંમાં રહેતો આ પરિવાર તેમના પિતાના મૃત્યું બાદ તેની સાવકી માં અને સાવકા ભાઈ એ ધરમાંથી બહાર કાઢી નાંખ્યાં હતાં, અને જરા પણ આજીજી કર્યા વિનાં માત્ર એક એક જોડી કપડાં લઈને ખુશીથી ધરની બહાર નીકળી ગયાં. કારણ કે મુકેશભાઈને ખબર હતી કે એક પિતાજી જ હતાં એમનાં જે તેઓ સાથે રહેતા બાકી સાવકાં લોકો ને તો એમની કંઈ પડી જ ન હતી. કેટલાંય દુઃખો વેઠી મુકેશભાઈ એ સારું એવું ધર બનાવ્યું હતું પણ એની જરાય ચિંતા કરવા વિના ધર છોડી નિકળી ગયાં. ખુબ જ મહેનત કરી મુકેશભાઈ પિતાજી ની સેવા અને પોતાના પરિવાર નું ભરણપોષણ કરાં હતાં. પણ આજે પોતાના જ વ્યક્તિ આપણાં નથી થતાં, સાવકાં લોકો પર વિશ્વાસ કેમ કરવો.?
મુંબઈ એ વિચારીને આવ્યા હતા કે કંઈ કામ શોધી કિશનને ભણાવીને એક સારો વ્યક્તિ બનાવવો હતો.
આ વિચાર કરી સાવકી માં અને સાવકાં ભાઈને છોડી સહપરિવારે મુંબઈની ગાડી પકડી લીધી.

મુંબઈ નામ સાંભળતાં જ આંખ આગળ કોક્રિટનાં જંગલો નજર સમક્ષ દેખાવાં લાગી જાય ખરું ને હા, એ જ મોટી મોટી ગગન ચુંબી ઈમારતો. અહીં બધું નવું હતું, મુકેશભાઈને ખબર હતી કે “મુંબઈ માં ‘રોટલો’ મળે, ‘ઓટલો’ નહીં”, છતાં સ્ટેશનની બહાર નિકળી એક લોકલ બસસ્ટોપ માં પત્નિ લક્ષ્મીબેન અને પુત્ર કિશનને મુક્યાં અને મુંબઈ નાં ફેમસ ત્રણ વડાપાંઉ અને એક પાણીની બોટલ આપતાં કહ્યું “તું અને કિશન અહીંયા જ બેસજો, અહીંથી ક્યાંય જશો નહીં, હું કામ શોધી અને રહેવાની સગવડ કરી આવું છું, ભુખ લાગે તો આ ખાઈ લેજે અને કિશનને પણ ખવડાવી દેજે, અને આ લે બીજા સો રૂપિયા કંઈ કામ વગર ખર્ચ ના કરતી.”
આ ગામડાની સ્ત્રી એટલે પતિનાં વચન નું હંમેશા પાલન કરે એવી હોય, અને હા પતિ સામે મોટાં અવાજે બોલવાની હિંમત જ ન હોય એટલે લક્ષ્મી બહેને ખાલી હા ના જવાબમાં માથું હલાવ્યું.

આટલું કહી મુકેશભાઈ નિકળી પડ્યાં, ખબર ન હતી કે કામ મળશે કે ન મળશે પણ મનમાં આશા હતી અને મહેનત તો એમનાં રગરગ માં હતી.
મનમાં આશા સાથે ધણી દુકાનો માં જાય. કેટલીક દુકાનોમાં કામ આપવાની વાત થાય પણ રહેવા માટે કંઈ ન મળે. તો કેટલીક દુકાનો માં તો મુકેશભાઈનો આ અવતાર જોઈને જ ના કહી દે.
છતાં ભુખનાં માર્યા હિંમત હાર્યા વિના કામ શોધતાં હતાં, સાંજના પાંચ વાગી ગયાં હતા છતાં કંઈ કામ મળ્યું ન હતું.

આ બાજું લક્ષ્મી બહેન ને કિશન વારંવાર પૂછતો હતો કે, ”મમ્મી, પપ્પા ક્યારે આવશે?”
લક્ષ્મીબહેન પણ એક જ જવાબ આપતી “કામ મળે એટલે આવી જશે”
રાત્રી ના લગભગ દશ વાગ્યા હતાં, ખુબ જ નાનું મોં કરી ને મુકેશભાઈ આવ્યા, આવતાની સાથે જ મુકેશભાઈ એ પત્નિ અને દિકરાં ને જોઈને દુઃખ ભૂલી થોડાં ખુશ થયાં અને પત્નિ ને કહ્યું “આજે તો કંઈ કામ નથી મળ્યું પણ હા, મળી જશે જલ્દી, અને આજે તો આપણે ફુટપાથ પર જ રાત ગુજારવી પડશે” એમ કહી એક એક પાઉંભાજી ની થેલી આપી.
ત્રણે જણા એ ખાઈ ને ફુટપાથ પર જ સુઈ ગયાં.

મુકેશભાઈનાં મનમાં અસંખ્ય સવાલો ભમી રહ્યાં હતાં કારણ કે ખિસ્સાં માં પૈસાની અછત હતી અને મુંબઈ શહેર માં કામ મળવું પણ અધરું હતું. લક્ષ્મીબહેન અને કિશન સુઈ ગયાં હતાં પણ રાત્રિનાં બે વાગ્યે પણ મુકેશભાઈની આંખો પલકારા ન હતી મારતી. શું કરવું હવે, એ વિચારોમાં જ મગ્ન હતાં.

એવાંમાં જ રસ્તા ઉપર એક ટોળકી દેખાઈ, જોતા જ માલુમ થઈ ગયું કે તેઓ ચોર જ છે. મુકેશભાઈ ચુપચાપ જોવાં લાંગ્યાં. થોડી જ વાર માં એક વ્યક્તિ રસ્તા ઉપર પોતાની મોટરસાઈકલ આડી પાડી સુઈ ગયો. અને બીજા સાથી રસ્તાની બીજી તરફ સંતાઈ ગયાં. થોડી જ વાર માં એક કાર ત્યાં આવી અટકી અને એક વ્યક્તિ અંદરથી ઉતર્યો. એણે માનવતાં દર્શાવવા માટે મદદ કરવાં પેલાં મોટરસાઈકલ પાસે પડેલાં વ્યક્તિ પાસે ગયો. તરત જ રસ્તાની બાજું માં સંતાયેલ વ્યક્તિ આવ્યાં અને કારમાંથી ઉતરેલ વ્યક્તિને જકડી લીધો. અને એમાંથી એક બોલ્યો “તેરે પાસ જો બી હો, વો દે દો વરનાં અચ્છા નહીં હોગાં” આટલું કહી ખિસ્સા માંથી ધારદાર ચપ્પું કાઢ્યું.

પેલા વ્યક્તિ એ કહ્યું ” મેં આપલોગો સે ડરને વાલા નહીં હું આપ સે જો હો શકતાં હૈ વો કરલો.” આમ કહી બંધન માંથી છુટવાં પ્રયાસો કરવાં લાગ્યો.
ચોર ટોળકી માંથી મોટરસાઈકલ લઈને પડી ગયેલો વ્યક્તિ ઉભો થઈ ને બોલ્યો, “વો, એસે નહીં માનેગાં, ચલા દે ચાકુ ઉસકે પેટ મેં, સાલા હમસે જુબાન લડાતા હૈ”
પેલાં ચપ્પું વાળા વ્યક્તિ એ ચપ્પું ઉગમવાં હાથ જ લંબાવ્યો
કે તરત જ મુકેશભાઈ ઊઠીને આવ્યાં અને ચપ્પું છોડાવી હાથાપાઈ કરવાં લાગ્યાં બંન્ને વ્યક્તિઓ એ ખુબ જ મહેનત મુશ્કેલીથી ચોરની ટોળકીને ભગાડી દીધા.

પેલા વ્યક્તિ એ કહ્યું “આભાર આપનો, આજે તમે ન હોત તો મારું શું થાત?” હજી આટલું જ બોલ્યો ત્યાં તો એની નજર મુકેશભાઈ નાં હાથ ઉપર પડી. શર્ટ ની બાઈ ફાટી ગઈ હતી. અને તેમાંથી લોહી ની ધારા નિકળતી હતી. જલ્દી એમની પાસે આવ્યા, અને ખિસ્સાં માંથી રુમાલ કાઢી બાંધવાં લાગ્યાં. અને કહ્યું “તમને તો ખુબ જ લોહી નિકળે છે, પ્રાથમિક સારવાર માટે હૉસ્પિટલ જવું પડશે, ચાલો બેસો ગાડી માં”
મુકેશભાઈ એ કહ્યું કે પોતાની પત્નિ અને બાળકને પણ સાથે લઈ લઈયે.
પેલા ભાઈ એ હા કહી અને મુકેશભાઈ નાં પત્નિ અને પુત્ર નએ એ વ્યક્તિ જાતે જ ઉઠાડી લાવ્યાં.

પેલાં વ્યક્તિ એ જલ્દી જ એક નજીકની હૉસ્પિટલમાં લઈ ગયાં. અને સારવાર કરાવી જરુરી દવા અને થોડાં પૈસા મુકેશભાઈ નાં ખિસ્સામાં મુકી બંન્ને હાથ જોડી આભાર વ્યક્ત કરતાં કહ્યું “મારું નામ સંજય ત્રિવેદી છે, “ત્રિવેદી ઍન્ડ ત્રિવેદી” કંપની નો માલીક આપનો આભારી છું, હું મારા ડ્રાઈવર ને ધરે ઉતારી આવતો જ હતો અને રસ્તામાં આ બનાવ બની ગયો! આ મારો કાર્ડ છે, જરુર પડ્યે એક ફોન કરજો, હું આપની સેવામાં હંમેશા હાજર રહીશ, અને હા, તમારા ધરનું અેડ્રેસ જણાંવો હું તમને ત્યાંજ મુકી આવીશ.”

મુકેશભાઈની આંખમાં આંસું આવી ગયાં અને દબાયેલાં સ્વરો માં કહ્યું “સાહેબ, મારું કોઈ ધર નથી અને હું ગુજરાતથી આવ્યો છું” એમ કહી મુકેશભાઈ એ આખી વાત કરી કે કેવી રીતે પોતે પોતાનું ધર છોડી મુંબઈ આવ્યાં.
આ સાંભળી સંજય ત્રિવેદી બોલ્યા “ધન્ય છે મિત્ર, તારા જેવાં માણસો આ દુનિયાં માં ખુબ જ ઓછા છે, જે બીજાની ખુશી માટે પોતાની વસ્તું ન્યોછાવર કરી દે.”

મુકેશભાઈ અને તેમનો પરિવાર ફક્ત સંજયભાઈનએ એક જ નજરે જોતાં જોતાં રડી રહ્યો હતો.
“અને તમારી માનવતાં તો જુઓ, પોતાનો જીવ જોખમ માં મુકી મને બચાવ્યો? શા માટે? તમે તો મને ઓળખતાં પણ ન હતાં, છતાં માનવતાં છે તમારી, અને સાચ્ચું કહું તો ‘માનવ નહીં માનવતાં જ મહાન છે’, કોઈક ની મદદ કરવી સાચ્ચે એક ગુજરાતી ની આગવી ઓળખ છે. બાકી આ મુંબઈ માં આવો કિસ્સો જોનાર જલ્દી થી ભાગી જાય છે, બચાવવાંની વાત જ દુર જોવા પણ નથી રહેતાં.” સંજયભાઈથી પણ રડાઈ ગયું.
“સાહેબ, મારા લીધે કોઈનો જીવ બચે એ તો સારું જ કહેવાય ને, ઉપરવાળો બધું નોંધતો હશે ડાયરી માં” મુકેશભાઈ એ આંસું સાફ કરતાં કહ્યું.

“હા, નોંધે જ છે, માણસ જો માનવતાં દર્શાવે તો બધું જ શક્ય છે, અને હા, તમારા જેવાં માણસો મળવાં મુશ્કેલ છે આજથી તમે મારા પરિવાર નો હિસ્સો છો અને તમે મારા ધરમાં જ રહેશો અને મારી કંપની માં તમને નોકરી, અને હા, આ નાના કિશનને ભણાવવાની તમામ જવાબદારી સંજય ત્રિવેદી ની.” આટલું બોલી સંજયભાઈ એ ખિસ્સામાંથી ચાવી કાઢી લૉક ખોલ્યો અને મુકેશભાઈ નાં પરિવારને બેસાડ્યાં.
લક્ષ્મીબહેન ખુશી નાં આંસું એ રડતાં હતાં, મુકેશભાઈ ભગવાનો આભાર માની મનમાં બોલ્યા “હે, ભગવાન ધણાં કહે છે, ‘મુંબઈ માં રોટલો મળે, ઓટલો નહીં’ પણ ના હજી ય આ ક્રોંક્રિટ નાં જંગલો માં ખૂણે-ખાચરે માનવતાં જીવીત છે, મેં પણ કંઈક સારા કામ કર્યા હશે.”
સંજયભાઈ ગાડી હંકારવામાં વ્યસ્ત હતાં, અને ગાડી ધીરેધીરે સંજયભાઈનાં ધર તરફ જતાં જતાં મોટી મોટી બિલ્ડીંગો વચ્ચે અદ્રશ્ય થઈ ગઈ…

લેખક : કુંજ જયાબેન પટેલ “સ્વવિચાર”

દરરોજ અવનવી વાર્તાઓ માટે અત્યારે જ લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી