હવે મરચા ઉગાડો તમારા પોતાના કિચન ગાર્ડનમાં.. જાણો કેવી રીતે..

લીલા મરચાનો ઉપયોગ દરરોજ ભોજન બનાવવા માટે કરવામાં આવે છે. આમ તો લીલા મરચા તમને બજારમાંથી મળી જશે. પરંતુ જો તમે ઇચ્છો તો ઘરમાં પણ લીલા મરચા ઉગાડી શકો છો. લીલા મરચાને ઉગાડવા માટે સૌથી ખાસ વાત એ છે કે તમે તેને કોઇપણ કૂંડામાં કે કંટેનરમાં ઉગાવી શકો છો. તેના માટે તમારે કોઇ મોટા બગીચાની જરૂર નહી પડે. આજે અમે તમને એક ટિપ્સ જણાવીશું. જેને તમે ફોલો કરીને તમારા ઘરમાં તાજા અને લીલા મરચા ઉગાવી શકો છો.

જો તમારી પાસે લીલા મરચાની ખેતી કરવા માટે બગીચો નથી તો એવામાં તમે કોઇપણ કંટેનર કે કૂંડામાં ઉગાવી શકો છો. સૌ પહેલા એક કન્ટેનર લો. તે કન્ટેનરમાં માટીની જગ્યાએ આર્ગેનિક કમપોસ્ટનો (કાર્બનિક ખાતર) ઉપયોગ કરો.

છોડને નિયમિત રીતે પાણી આપતા રહો. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે વધારે પાણી આપવું પણ છોડને નુક્શાન પહોંચાડી શકે છે.

લીલા મરચાનો છોડ લગાવ્યા બાદ તેને એવી જગ્યાએ રાખો જ્યાં સૂરજનો તડકો સારો આવતો હોય, જેથી છોડનો સારો વિકાસ થઇ શકે.
બસ થોડાક દિવસોમાં જ લીલા મરચા ઉગશે.

લીલા મરચાં ઉગાવતા સમયે તમે બિમારીથી છૂટકારો મેળવવા માટે કોઇપણ પ્રકારના ફર્ટિલાઇજરની જરૂરત પડશે નહી. કારણકે લીલા મરચાની અંદર એવા રસાયણ રહેલા છે જે બીમારીને દૂર રાખવામાં મદદ કરે છે.

સૌજન્ય : સંદેશ

શેર કરો આ માહિતી દરેક મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી