કિશોર કુમાર અને પાયથાગોરસ નું અંક વિજ્ઞાન

આજે ૪ ઓગસ્ટ એટલે જન્મ દિવસ છે અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા નો અને એક અદભૂત – અમર અને ઓલ રાઉન્ડર કલાકાર, દરેક પેઢી ના પ્રિય એવા સ્વ. કિશોર કુમાર નો.

આપણે વાત કરવી છે આભાસ કુમાર કુંજીલાલ ગાંગુલી એટલે કે કિશોર કુમાર ની…

એમના વિશે અનેક લેખો લખાયેલ છે…એમના કેટલાય કિસ્સાઓ પ્રખ્યાત થયેલ છે…અને એમનું હિન્દી ફિલ્મ જગત માં સંગીતમાં અને અભિનય ક્ષેત્રે આપેલ યોગદાન ક્યારેય ન ભૂલાય એવું છે.

એમની જીવની વાંચતા ધ્યાન પડ્યું એક એવા પાસા ઉપર…. જે કીરો તેમજ પાયથાગોરસ એ અભ્યાસ બાદ નિર્દેશિત પાશ્ચાત્ય અંકશાસ્ત્ર ની યથાર્થતા ને પૂરવાર કરે છે.

સીધા વિષય ઉપર આવતા પહેલા… થોડા સામાન્ય નિયમો ને યાદ રાખી લઈએ……..

‘મૂલાંક’ એટલે પ્રથમ તારીખ ના અંકો નો સરવાળો
‘ભાગ્યાંક’ એટલે આખીય તારીખ નો સરવાળો
જેમ કે …………..આજે 0૪ / 0૮ / ૨૦૧૭ —–
જેમાં ‘મૂલાંક’…= 0 + ૪ = ૪ …..અને
‘ભાગ્યાંક’… 0+૪+0+૮+૨+0+૧+૭ = ૨૨ = ૪ (૨ વત્તા ૨ = ૪)
૧ (સૂર્ય) ,૨(ચંદ્ર) , ૪(રાહુ) અને ૭(કેતુ) ને એક વર્ગ ના અંકો ગણ્યા છે… = ‘વર્ગ સિધ્ધાંત ‘…
LEO ( સિંહ )સમય માં જન્મેલ વ્યક્તિ ઓ સૂર્ય અને અંક ૧ ની અસર હેઠળ જોવા મળે.
૧ – ૪ અંકો એક બીજા ને હમેશ ચુંબક ની જેમ આકર્ષે છે… જેને “1-4 Factor” કહેવાય છે.

આગળ કિશોર કુમાર ના જીવન ની વાતો ને વાંચીએ ત્યારે ઉપરોક્ત નિયમો ને ધ્યાન માં રાખવા અને આ અંકો ની સંવાદિતા અને એમના જીવન માં બનેલ મહત્વપૂર્ણ બનાવો ને જોવા.

કિશોર કુમાર નો જન્મ ૪થા સંતાન તરીકે ૦૪/૦૮/૧૯૨૯ …. એટલે … Leo – સૂર્ય પ્રભાવી…અંક ૧ ની તીવ્ર અસર સાથે …મૂલાંક ‘૪’ અને ભાગ્યાંક ‘૬’ (શુક્ર)…માં થયો.

એમની મૃત્યુ તિથિ ૧૩/૧૦ એ એમને બ્રેક અપાવનાર એમના મોટા ભાઈ અશોક કુમાર નો જન્મદિવસ ! એમનું મૃત્યુ ૫૮ વર્ષ ની વયે થયું… વળી પાછો અંક ૪ !!!

એમના લગ્ન ૪ વખત થયા… એમણે પ્રથમ ફિલ્મફેર અવોર્ડ મળ્યો ‘ આરાધના ‘ ફિલ્મ માટે જે ૧૯૬૯ (સરવાળો ૨૫= ૭) માં આવી… ત્યારે એમની ઉમર હતી ૪૦ ! વળી પાછો ‘૪’…

કિશોર કુમાર ના પ્રથમ પત્ની રૂમા ગુહા ૨૧/૧૧/૧૯૩૪ માં જન્મેલ… ભાગ્યાંક ૪ ,

દ્વિતીય મધુબાલા… ઊભા રહો…એમનું ય લખું…
તૃતીય પત્ની યોગિતા બાલી ની જન્મ તારીખ ૨૯/૧૨/૧૯૫૨ …મૂલાંક ૨ અને ભાગ્યાંક ૪…

ચતુર્થ પત્ની લીના ચંદાવરકર ૨૯/૮/૧૯૫૦…મૂલાંક ૨ અને ભાગ્યાંક ૭.
હવે ૭ અંક ને વિચ્છેદ કરી નવી શરૂઆત કરનાર મનાયો છે… અને અમુક મતાનુસાર એ ૪ થી વિપરિત વર્તન કરનાર મનાયો છે…
મધુબાલાજી જન્મ્યા ૧૯૩૩ (સરવાળો ૧૬=૭) માં …કિશોર કુમાર સાથે વધુ નિકટ આવ્યા ૧૯૫૮ માં જયારે કિશોર કુમાર એમના ૨૯ માં વર્ષે (સરવાળો ૧૧= ૨) ‘ચલતી કા નામ ગાડી‘ બનાવી રહ્યા હતા અને એમના લગ્ન થયા ૧૯૬૦ (૧૬=૭) ની સાલ માં જ્યારે કિશોર કુમાર હતા ૩૧ વર્ષ ના… ફરી ૪ !

મધુબાલા જી નું મૃત્યુ થયું ૧૯૬૯ (સરવાળો ૨૫=૭) માં… જ્યારે કિશોર કુમાર ની ઉમર હતી …૪૦ !

પ્રથમ પત્ની રૂમા દેવી થી એ પ્રથમ વખત પિતા બન્યા અમિત કુમાર એમના પુત્ર નું નામ પાડ્યું…૧૯૫૧ (સરવાળો કરતા જજો હો… !? ૧૬ = ૭) માં… જયારે કિશોર સાહેબ હતા ૨૨ (=૪) વર્ષ ના…
એક્ટર તરીકે પ્રથમ બ્રેક મળ્યો ‘શિકારી’ ફિલ્મ માં ૧૯૪૬ (=૨૦= ૨) માં…

ગાયક તરીકે ‘ઝીદ્દી ‘ ફિલ્મ માં, જે આવી ૧૯૪૮ (=૨૨=૪) ની સાલ માં… જ્યારે એમની ઉમર હતી ૧૯ ની… ૧૯ એટલે અંક ૧ … (૧ + ૯ =૧૦ = ૧ + 0 = ૧) …સૂર્ય નો… LEO નો જન્મ …યાદ છે ને !!!
હવે….. દરેક અંકો નો સરવાળો કરતાં જજો…

મૂલાંક…ભાગ્યાંક…૧,૨,૪,૭ અંકો નો વર્ગ સિધ્ધાંત … ઉમર વર્ષ … LEO …બધું યાદ રાખી ને…

‘આંદોલન’ ફિલ્મ આવી ૧૯૫૧ માં… ઉમર ૨૨
‘મુનીમ જી ‘ , ‘ટેક્સી ડ્રાઈવર’ અને ‘નોકરી’ ૧૯૫૪ માં… ઉમર ૨૫
ઈના-મીના-ડીકા ગીત વાળી ‘આશા’ , ‘પેઈંગ ગેસ્ટ‘ અને ‘મુસાફિર’ આવી ૧૯૫૭ માં… ઉમર ૨૮
૧૯૫૭ (૨૨…) માં… ‘બંદી’ ફિલ્મ પણ આવી જેમાં ત્રણે ભાઈઓ એ કામ કર્યું…

‘ચલતી કા નામ ગાડી’ આવી ૧૯૫૮ માં જ્યારે ઉમર હતી ૨૯ (અંક – ૨)ની… જેમાં પણ ત્રણે ય ભાઈઓ એક સાથે દેખાયેલ…અને મધુબાલા જી સાથે પ્રેમ ની શરૂઆત થઈ…

કિશોર કુમાર …૧૯૬૨ માં જ્યારે ૩૩ (અંક ૬…એમનો ભાગ્યાંક ) વર્ષ ના હતા… ત્યારે ‘દિલ્લી કા ઠગ’ માં એમણે પુરુષ અને સ્ત્રી ના અવાજ માં ‘આ કે સીધી લગી…’ ગાઈ ને ધમાલ મચાવી દીધી…

‘દૂર ગગન કી છાંવ મેં’ આવી ૧૯૬૪ (અંક – ૨) માં… જેમાં પુત્ર અમિત કુમાર ને લોન્ચ કર્યા…
પડોસન …. જે લતા જી એ પચાસેક વાર જોયેલ એવી રમૂજી ફિલ્મ આવી ૧૯૬૮ માં…(અંક ૨૪=૬)

૧૯૬૯ ( અંક ૭) માં જ્યારે ૪૦ (અંક ૪) વર્ષ ના હતા ત્યારે ‘આરાધના’ માટે પ્રથમ ફિલ્મ ફેર અવોર્ડ મેળવ્યો.
એ જ રીતે ‘અમર પ્રેમ’ અને ‘કટી પતંગ’ આવી ૧૯૭૧ માં જ્યારે એ ૪૨ ( ફરી ૬…) વર્ષ ના હતા…

૧૯૭૫ (૨૨ = ૪) માં ઈમરજન્સી વખતે અને ૧૯૮૪ (૨૨ = ૪) માં લાઈવ શો માં સ્ટેમપીડ (ધક્કામુક્કી ) વખતે વિવાદો માં આવી ગયા હતા અને એમના ગીતો એક વખત પ્રસારિત કરવા ના ‘ બંધ ‘ પણ કરાયેલ…
હવે… એમના ફિલ્મી જીવન માં સંકળાયેલ મહત્વ ના વ્યક્તિ ઓના જન્મ તારીખ સાથે અંકો નો ફક્ત ઉલ્લેખ કરીએ…

૧. દેવ આનંદ — ૨૬ / ૦૯ … LIBRA …અંક ૬ પ્રભાવી
૨. અશોક કુમાર — ૧૩ / ૧૦ … LIBRA… પરફેક્ટ મેચ…મૂલાંક ૪ અને ૬ પ્રભાવી
૩. રાજેશ ખન્ના — ૨૯ /૧૨ … મૂલાંક ૨… (૧,૨,૪,૭ નો વર્ગ સિધ્ધાંત )
૪. અમિતાભ બચ્ચન … ૧૧ / ૧૦ … મૂલાંક ૨ અને LIBRA …અંક ૬ પણ…
૫. આર. ડી. બર્મન … ૨૭ / ૦૬ /૧૯૩૯ … ભાગ્યાંક ૧ … સૂર્ય
૬. લતા મંગેશકર … ૨૮ /૦૯ /૧૯૨૯ …મૂલાંક ૧ , ભાગ્યાંક ૪ અને પાછા LIBRA …અંક ૬ પ્રભાવી
૭. આશા ભોસલે … ૦૮ /૦૯ /૧૯૩૩ … ભાગ્યાંક ૬

હવે… આપ સહુ આ ગણિત માંડજો… હું ફક્ત નામ અને જન્મ તારીખ જ લખીશ…

૧. સંજીવ કુમાર — ૦૯ /૦૭ /૧૯૩૮
૨. ધર્મેન્દ્ર…. ૦૮/૧૨/૧૯૩૫
૩.જીતેન્દ્ર …. ૦૭ /૦૪ / ૧૯૪૨
૪. વિનોદ ખન્ના… ૦૬ /૧૦ /૧૯૪૬
૫. રિશી કપૂર — ૦૪ /૦૯ / …. ૪ આવી ગયો… મૂલાંક માં જ…
૬. શશી કપૂર — ૧૮ /૦૩ / ૧૯૩૮
૭. રણધીર કપૂર— ૧૫ /૦૨ … ૬ આવી ગયો… મૂલાંક માં જ
૮. અનીલ કપૂર— ૨૪ / ૧૨….
૯. મિથૂન ચક્રવર્તી — ૧૬/૦૬ … ૭ … કિશોર કુમાર ના ત્રીજા પત્ની યોગિતા બાલી ને પછી થી પરણ્યા
૧૦. દિલીપ કુમાર…. ૧૧ /૧૨ /૧૯૨૨ … ભાગ્યાંક …૧ (Get Well Soon યૂસુફ સાહેબ !)

ગમ્મે તે કહો… કિશોર દા… કિશોર દા હતા… ‘ ન ભૂતો ન ભવિષ્યતિ ‘…
અરે હા… આ વિશ્લેષણ માં એક વાત તો રહી જ ગઇ…
એમના અમર ફિલ્મ ઝુમરૂ માં પણ ૧૩ ગીતો હતા… જે હીટ ગયેલ…
ચાલો …. એમના એ તોફાની ગીત થી જ એમને યાદ કરીએ … અને એમના જન્મદિન ને વધાવી લઈએ.

આભાર…
Ujjaval Vaishnav
www.uvs.world

ટીપ્પણી