વાંચો કેમ હંમેશા મહિલાઓ જ કરે છે પુજા સાથે વાંચો આ મંદિરની રસપ્રદ કથા…

હંમેશા મહિલાઓ કરે છે પુજા , નિઃસંતાન દંપતીઓ આ મંદીરમાં વિશેષ શ્રધ્ધા રાખે છે

વાત છે વર્ષો પહેલાંની એક મંદિરનો કારભાર વસુદેવન અને તેની પત્ની શ્રીદેવી સંભાળતા હતાં. વસુદેવન અને શ્રીદેવી કોઈપણ પ્રકારનું દુઃખ ન હતું છતાં પણ એક સુખની કમી હતી તે હતું સંતાન સુખ. તેને હંમેશા નિઃસંતાન હોવાનું દુઃખ હતું. પરંતુ બન્ને પતિ – પત્ની મંદિરનો કારભાર બહુ શ્રધ્ધા સાથે નિભાવતાં હતાં. એક દિવસ મંદીરમાં ભયંકર આગ લાગતા તેમાં રહેતાં કેટલાંક સર્પો આગમાં બળીને ખાખ થઈ ગયા. પરંતુ વધારે પડતાં સર્પોને વસુદેવન અને શ્રીદેવીએ બચાવી લીધા. તેમજ આગમાં દાઝેલાં સર્પોની ખુબ મનથી સેવા કરી. વસુદેવન અને શ્રીદેવીની શ્રધ્ધાપુર્વકની સેવાથી મંદિરના નાગરાજ વાસુકી પ્રસન્ન થતાં વસુદેવન અને શ્રીદેવીને આશીર્વાદ આપ્યા કે તેમના ઘેર પારણું બંધાશે.
થોડા સમય થતાં વાસુકિની વાણી સાચી પડી. વસુદેવન અને શ્રીદેવીને ઘરે પારણું બંધાયું. તે પણ એક સંતાન નહીં. પરંતુ બે એક પુત્રી અને એક પુત્ર બે સંતાનનું સુખ વસુદેવન અને શ્રીદેવીને પ્રાપ્ત થયું. વસુદેવન અને શ્રીદેવી ખુબ ખુશ હતાં. તેમની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પુરી થવાથી. પરંતુ આ સુખ વધારે સમય ના ટકી શક્યું.
એક દિવસે શ્રીદેવીના પુત્રે કહ્યું, “માતા હવે મારે પાછા જવાનો સમય આવી ગયો છે. મારા ગયા પછી મંદિરની દરેક જવાબદારી તેમજ પુજા દરેક કામ તારે જ કરવાનું છે. તેમજ મારી યાદીમાં દરેક વર્ષની શીવરાત્રી પછીના દિવસે મંદિરમાં પુજા કરવી ક્યારેય ના ભુલાય આટલી કહીને વસુદેવન અને શ્રીદેવીનો પુત્ર અચાનક અદ્રશ્ય થઈ ગયો. ત્યારથી એવું માનવામાં આવે છે કે વસુદેવન અને શ્રીદેવીનો પુત્ર નાગરાજા વાસુકિનો અવતાર છે એવું માનવામાં આવે છે. તેથી તેમની યાદમાં દરેક વર્ષની શીવરાત્રી પછીના દિવસે મંદિરમાં પુજા કરવામાં આવે છે. પરંતુ આ મંદીરમાં પુજા મહિલા કરે છે. જેવી રીતે દરેક મંદિરમાં પુજારી હોય છે તેજ રીતે મહિલા પુજા કરતી હોવાથી તેને પુજારણ કહે છે. આ રીતે મંદિરની સેવા પુજા કરનાર પુજારણને અમ્મા કહે છે. નિઃસંતાન દંપતીઓ આ મંદીરમાં વિશેષ શ્રધ્ધા રાખે છે. તેમાં પણ મહિલાઓ માટે આ મંદિર વિશ્વાસની ધરોહર છે. નિ:સંતાન દંપતી આ મંદિરમાં ‘ઉ‚લી’ નામના પાત્રનું દાન કરીને સંતાન પ્રાપ્તિ માટે બાધા રાખે છે. મન્નરશાળાના નાગરાજા મંદિર દ્વારા સેંકડો વર્ષોથી અન્નક્ષેત્ર ચાલે છે, જ્યાં વંચિતોને ભરપેટ ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત આ મંદિર દ્વારા એક પ્રાથમિક શાળાનું પણ સંચાલન થાય છે. આ શાળામાં મોટે ભાગે વંચિત પરિવારોનાં બાળકો શિક્ષણ પ્રાપ્ત કરે છે.ઉપરોક્ત વાત છે કેરળની મન્નરશાળામાં આવેલું સેંકડો વર્ષ પ્રાચીન નાગ મંદિરની પુરા દક્ષિણ ભારતના માટે શ્રધ્ધાનું ઉચ્ચ સ્થાન છે. ભગવાન પરશુરામ સાથે જોડાયેલ તીર્થ સ્થાનની પૂજા વિધિ અને વહીવટની સંપૂર્ણ કામગીરી પરંપરાગત રીતે મહિલાઓ જ સંભાળે છે. પ્રત્યેક સંધ્યાકાળે હજારો શ્રદ્ધાળુઓ ‘અમ્મા’નાં દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ પરંપરા અનાદિ કાળથી ચાલતી આવી છે.

જો તમે આ મંદિરની મુલાકાત લીધી હોય તો તમારો અનુભવ કોમેન્ટમાં જણાવજો.

લેખન : કીર્તિ ત્રાંબડીયા

દરરોજ સવારમાં આવા અનેક મંદિરો વિષે જાણો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી