માથા વગરની મૂર્તિની પુજા થાય છે, વિશ્વમાં બીજા નંબરની શક્તિપીઠ રજપ્પા વાંચો એનું રહસ્ય..

માથા વગરની મૂર્તિની પુજા થાય છે

વિશ્વમાં બીજા નંબરની શક્તિપીઠ રજપ્પા
આજ એવા મંદિરની વાત કરવામાં આવે છે કે, જ્યાં માથા વગરની મૂર્તિની પુજા કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવે છે કે, ખંડિત મૂર્તિની પુજા કરવામાં આવતી નથી. પરંતુ અહીં એવી મૂર્તિની પુજા કરવામાં આવે છે જે મૂર્તિના માથા છે જ નહીં.જારખંડની રાજધાની રાંચીથી એંસી કિલોમીટર આગળ રજપ્પા નામની પ્રખ્યાત જગ્યા છે. આ જગ્યાની ઓળખ ધાર્મિક મહત્વના કારણે પ્રખ્યાત છે. અહીં એક મંદિર છે જેનું નામ છે. “માથા વગરનું મંદિર” છે. આસામમાં કામાખ્યા મંદિરને સૌથી મોટી શક્તિપીઠ માનવામાં આવે છે. વિશ્વમાં બીજા નંબરની શક્તિપીઠ રજપ્પાના “માથા વગર”ના મંદિરને માનવામાં આવે છે. આ મંદિરમાં જે દેવીની પુજા કરવામાં આવે છે તેના માથા નથી. માથા સિવાયનો ભાગ પુજાય છે.લોકવાયકા મુજબ પ્રાચીન સમયમાં છોટા નાગપુરમાં રજ નામનો એક રાજા રાજ કરતો હતો. રાજાની પત્ની નું નામ રૂપમાં હતું. આ બંને નામના લીધે આ સ્થાનનું નામ “રજરૂપમાં” પડ્યું. તેમાંથી “રજ્પ્પા” થઈ ગયું. એકવાર પુનમની રાતે શિકારની શોધમાં રાજા દામોદર અને ભૈરવી નદીના સંગમ સ્થાન પર આવ્યા. રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું કે, લાલ વસ્ત્ર ધારણ કરેલ ચહેરા પર તેજ, સ્વરૂપ એક કન્યા જોઈ. તેને રાજાને કહ્યું, હે રાજા આ ઉમરમાં સંતાન ન હોવાથી તારું જીવન સુનું લાગે છે. મારી વાત માનીશ તો તારે ઘરે પુત્ર પ્રાપ્તી થશે.

રાજાની આંખ ખુલી તેમણે આજુ બાજુ જોયું તો તેમની સામે સ્વપ્નમાં જોયેલ કન્યા દેખાય. જે પાણીમાંથી પ્રગટ થતી દેખાય રહી હતી. તેનું સ્વરૂપ અલૌકિક હતું. આ જોઈને રાજા ડરી ગયા. રાજાને ભયભીત જોઈને તે કન્યા બોલી, હે રાજન હું “માથા વગરની દેવી” છું. હું આ વનમાં પ્રાચીનકાળથી ગુપ્ત રૂપમાં રહું છું. હું તને વરદાન આપું છું.

આજથી નવમેં મહીને તારે ઘેર પુત્રની પ્રાપ્તી થશે. તે દેવીના રૂપમાં કન્યા બોલી હે રાજા અહીં બાજુમાં મારું એક મંદિર દેખાશે. આ મંદિરની અંદર શીલાખંડ ઉપર મારી મૂર્તિ દેખાશે. તું સવારે મારી પુજા કરીને બલી ચઢાવો. એવું કહીને “માથા વગરની દેવી” અદ્રશ્ય થઈ ગયાં. ત્યારથી તે સ્થાન “રજ્પ્પા”ના રૂપ માં વિખ્યાત છે.

એક લોકવાયકા એવી પણ છે. એકવાર માં ભવાની પોતાની બે સખીઓ સાથે મંદાકિની નદીમાં સ્નાન કરવા આવેલ. સ્નાન કર્યા પછી બંને સખીઓને ખૂબ જ ભુખ લાગી. ખૂબ ભુખ લાગવાને કારણે તેના શરીરનો રંગ કાળો પડવા લાગ્યો. બંને સખીઓએ માતા પાસે ભોજન માંગ્યું માતાએ થોડી રાહ જોવા કહ્યું, પરંતુ બંને સખીઓ પોતાની ભુખ સહન ન થતાં તરફડવા લાગી.

સખીઓના આગ્રહ પછી માં ભવાનીએ ખડગથી પોતાનું માથું કાપી નાખ્યું. કાપેલું માથું તેના ડાબા હાથમાં પડ્યું અને લોહીના ત્રણ ધારાઓ વહી બે ધારાઓ તેની બંને સખીઓ તરફ અને એક પોતે પીધી ત્યારથી આ રૂપ એટલે કે, “માથા વગરની મૂર્તિ”ની પુજા થાય છે.

લેખન : કીર્તિત્રાંબડીયા

દરરોજ આવા અવનવામંદિરોની જાણી અજાણી વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી