પુજારીના હાથે રોજ પ્રસાદ ખાતો મગરમચ્છ, આપણા દેશમાં જ આવેલું છે આ મંદિર…

પુજારીના હાથે રોજ પ્રસાદ ખાતો મગરમચ્છ

ભગવાન વિષ્ણુની મૂર્તિઓ સીતેરથી વધુ ઔષધિઓથી બનાવવામાં આવે છે

ભારત એક અનોખો દેશ છે. જ્યાં જાત જાતના લોકો એક સાથે રહે છે. તો અલગ અલગ લોકોના અલગ અલગ તહેવારો ખુબ ધામધુમથી ઉજવવામાં આવે છે, પછી હોળી હોય કે મોહરમ, નાત જાતના કોઈપણ પ્રકારના મતભેદ વગર. હા થોડું ઘણું નાના મોટા મીઠા દંગા ફસાદ કે ઝગડા હોય છે. પરંતુ ફરી ઘીના ઠામમાં ઘી પડે તેમ બધાં એક થઈ જાય છે. ભારતમાં અનેક ચમત્કારો, રહસ્યથી ભરપુર જગ્યાઓ પણ છે. લોકવાયકા મુજબ ૧૯૪૫માં એક અંગ્રેજ સિપાહીએ તળાવમાં મગરમચ્છને કોઈ કારણથી ગોળી મારીને મારી નાંખ્યો. પરંતુ બીજા જ દિવસે તેજ તળાવમાં મગરમચ્છ તરતો નજરે પડ્યો. આ અશક કહી શકાય તેવી વાત છે. મગરમચ્છને ગોળી મારીને મારી નાંખવામાં આવેલ હોય તો બીજા દિવસે તેજ તળાવમાં ક્યાંથી જોવા મળે ? પરંતુ વાત અહીં પુરી નથી થતી પરંતુ ગોળી મારીને મગરમચ્છને મોતને ઘાટ ઉતારનાર અંગ્રેજ સિપાહીને થોડા દિવસમાં સાપે ડંખ મારતાં મૃત્યુ થઈ ગયું. પરંતુ તેજ તળાવમાં મગરમચ્છના હાલમાં પણ દર્શન થાય છે. આપણે વાત કરીએ છીએ કેરલના અનંતપુરમ મંદિરની જે દુનિયાભરમાં મંદિરની રખેવાળી કરવાવાળા એક મગરમચ્છના કારણે ચર્ચામાં છે. જે મગરમચ્છનું નામ ‘બબિઆ’ છે. ‘બબિઆ’ નામના મગરમચ્છથી પ્રખ્યાત અનંતપુરમ મંદિરમાં એવી માન્યતા છે કે જયારે આ ઝીલમાં એક મગરમચ્છનું મૃત્યુ થાય છે તો બીજો મગરમચ્છ એની રીતે પ્રગટ થઈ જાય છે. જેને એક રહસ્ય જ કહી શકાય છે. કારણકે રહસ્યમયી રીતે બીજો મગરમચ્છ પ્રગટ થાય છે તેની કોઈ પાસે કોઈ જાણકારી નથી. “બબિઆ” મગરમચ્છ અનંતપુર મંદિરના તળાવમાં લગભગ સાંઈઠ વર્ષથી નિવાસ કરે છે. ભગવાનની પૂજા કર્યા પછી પહેલો પ્રસાદ ભક્તોને નહી પરંતુ “બબિઆ” નામના મગરમચ્છને ખવરાવવામાં આવે છે. આ રોજનો નિયમ છે.

“બબિઆ” મગરમચ્છ પુજારીના હાથે પ્રસાદ ખાય છે. અથવા તો “બબિઆ” મગરમચ્છને પ્રસાદ ખવરાવવાનો અધિકાર ફક્ત મંદિરના સંચાલકોને છે. લોકવાયકા મુજબ આ “બબિઆ” મગરમચ્છ શાકાહારી છે.

આ મંદિર અનંતપુરમના અનંત પદ્મનાભ સ્વામીનું મૂળસ્થાન છે. લોકવાયકા મુજબ એવો વિશ્વાસ છે કે ભગવાનઅહિયાં આવીને જ સ્થાપિત થયા છે. આ મંદીરમાં રહેલ ભગવાન વિષ્ણુની મૂર્તિઓ ધાતુ કે પત્થરની નહી પરંતુ સીતેરથી વધુ ઔષધિઓની બની હોવાથી તેને “કાદુ શર્કરા યોગમ”ના નામથી ઓળખવામાં આવે છે. આમ તો ૧૯૭૨માં આ મૂર્તિઓને પંચલોહ ધાતુની મૂર્તિઓથી બદલી નાખવામાં આવી હતી, પરંતુ ફરી કોઈ કારણોસર તેને “કાદુ શર્કરા યોગ”માં બનાવવામાટેની શ્રધ્ધાથી પુરી મહેનત કરવામાં આવે છે.

લેખન : કીર્તિ ત્રાંબડીયા

દરરોજ સવારમાં આવા અનેક મંદિરોની માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી