વીઝા જોઈએ છે ??? ભગવાન અપાવે છે !!!

વીઝા જોઈએ છે ???

ભગવાન અપાવે છે !!!
વિઝા માટે મંદિરમાં લાગે છે લાખ્ખોની ભીડ
આ મંદીરમાં દર અઠવાડિયે એક લાખ માણસો દૂર દુરથી પોતાની એક જ આશા સાથે આવે છે
ભારત એટલે ભક્તિ અને ભક્તિની શક્તિનો અનોખો સંગમ જેવી ભક્તિ છે તેવા જ ભવ્ય મંદિરો પણ છે. દરેક મંદીરની કોઈને કોઈ ભવ્યતા છે. કોઈ શ્રધ્ધાના કારણે ઓળખાય છે, તો કોઈ તેની ભવ્ય બાંધણીને લીધે, તો કોઈ તેની ક્લા કાલીગરીમાં નામના મેળવેલ છે. પોતપોતાની અનોખી શાન સાથે વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવેલ છે.

આમ પણ ભારતવાસીઓ માટે તો કણ કણમાં ભગવાન વસેલો છે. અહીં તો પથ્થરને પણ દેવ તરીકે પૂજવામાં આવે છે. ધર્મ અને શ્રધ્ધાને જીવનના શ્વાસ તરીકે માનવામાં આવે છે. રહી વાત ધાર્મિક સ્થળોની તો અહીં એટલા બધાં ધાર્મિક સ્થળો છે કે દર્શન કરવા નીકળે તો જીવન પણ ટુકું પડે. ભારતમાં તો વૃક્ષોની પણ એટલી જ શ્રધ્ધાથી પૂજા થાય જેટલી ભગવાનની કરવામાં આવે છે, કારણ કે અહીં શ્રધ્ધા અને વિશ્વાસની સાંકળ એટલી મજબુત છે કે ક્યારેક ઠગ ભક્તો ભલા ભોળા લોકો નો લાભ બહુ સરળતાથી ઉઠાવી લે છે. પરંતુ વિશ્વાસ અને શ્રધ્ધાના સહારે મોટી મોટી મુસીબતો પણ સાંગોપાંગ પાર કરી જાય છે.

આજ આપણે એક એવા મંદીરની વાત કરીએ કે, વાંચ્યા પછી પણ મન ભરોસો કરવા તૈયાર ના થાય. પરંતુ ખરા દિલથી કહું છું, વાત સો આના સોના જેવી ખરી છે. સો ટકા સત્ય, છે. અમુક વાત પર કેમ ભરોસો કરવો તે પણ વિચારવા જેવી વાત છે. પરંતુ આજ આપણે એવી જ ભરોસાથી ભરપુર વિશ્વાસની વાત કરીએ. એક એવા મંદિરની વાત કરીએ કે જે વીઝા અપાવે છે. વાંચીને લાગ્યો ને ઝટકો ? પરંતુ આ વાત ખરી છે. તે ભગવાન એટલે, “ચિલકુર બાલાજી”.
તમે જે વાંચી રહ્યા છો તે ખરેખર સત્ય વાત છે, પરંતુ ભરોસો કરો તો ? જો નો કરો તો તેને અંધશ્રદ્ધા પણ કહી શકો છો. આ વાત પોત પોતાના જેવા વિચાર તેના પર આધાર રાખે છે. ખાસ વાત તો એ છે કે, આ મંદિરમાં કોઈપણ પ્રકારની દાન-દક્ષિણા સ્વીકારવામાં આવતી નથી. કે નથી કોઈ ચડાવો સ્વીકારવામાં આવતો. ના અગરબત્તી કે ના દીવાની માનતા કે નથી લેવામાં આવતા રોકડા રૂપિયા આવી કોઈપણ ચીજ ની અહીં મનાય છે. અહીંયા ઈશ્વરને ખુશ કરવા માટે માત્ર શ્રીફળ ચડાવવામાં આવે છે. આ મંદીરમાં દર અઠવાડિયે એક લાખ માણસો દૂર દુરથી પોતાની એક જ આશા સાથે આવે છે અને તે છે વિદેશ જવા માટે વિઝા મળી જાય અથવા તો વિધાર્થીઓને આગળ ભણવા માટે સ્ટૂડન્ટ વીઝાની સગવડતા થઈ જાય.

આ મંદિરમાં દરેક પોત પોતાની મુસીબતો લઈને આવે છે અને દરેક મુસીબતનો એક જ ઈલાજ છે આ મંદિરની અગિયાર પરિક્રમા કરવાથી દરેક મુસીબતમાંથી રસ્તો મળી રહે છે. પોતાની મુસીબતમાંથી સાંગોપાંગ બહાર આવ્યા પછી મંદિરની એકસો આઠ પરિક્રમા કરે છે.

હૈદરાબાદ નજીક આવેલ આ પ્રખ્યાત મંદિર ચિલકુર બાલાજીનું છે, જેને વૈષ્ણવ સંપ્રદાયના દેવતા વિષ્ણુના અંશ તરીકે માનવામાં આવે છે. આ મંદિર લગભગ પાંચસો વર્ષ જુનું છે એવી માન્યતા છે. અહી વર્ષે ચારથી પાંચ લાખ લોકો દર્શન કરવા માટે આવે છે. પરંતુ હવે આ વીઝાનું મંદિર બની ચૂક્યું છે. એવી માન્યતા બની ચૂકી છે કે, અહીંયા બાલાજી ના દર્શન કરવાથી લોકોને વીઝા મળે છે.


દેશ-દુનિયામાંથી રોજ આશરે ૫૦૦૦ લોકો હૈદરાબાદ સ્થિત ચિલકુર બાલાજીના દર્શને આવે છે. આ બાલાજી વિઝા ગોડ તરીકે પણ પ્રખ્યાત છે. વિદેશ જવા માગતા છાત્રો તેમને ખાસ પ્રાર્થના કરવા આવે છે. એકવાર જરૂર મુલાકાત લેશો.

લેખન સંકલન : કીર્તિ ત્રાંબડીયા

દરરોજ આવી અજાયબ વાતો અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી