અમૃતલતા અને વિષવલ્લરી જે ‘કામ’ નથી જાણતો એ પશુ છે… (કિન્નર આચાર્ય)

અમૃતલતા અને વિષવલ્લરી ઃ જે ‘કામ’ નથી જાણતો એ પશુ છે

‘કામસૂત્ર’ ઉપરાંત પણ સંસ્કૃતમાં સેંકડો રતિગ્રંથો કામગ્રંથો છે. આવા જ કેટલાક ઓછા જાણીતા પણ અદ્ભુત ગ્રંથોની રોચક વાતો…
અનંગતિલક, અનંગદીપિકા, અનંગરંગ, અનંગશેખર, કંદર્પચૂડામણિ, કામકલ્પલતા, કામતંત્ર, કામપ્રકાશ, કામપ્રબોધ, કામરત્ન, કામસમૂહ, કામસાર, કામાપ્રાભૃતક, કામાનંદ, કુટ્ટીમિત, જડવૃત્ત, પંચશાયક, પ્રણયચિન્તા, બંધોદય, મદનસંજીવની, મદનાર્ણવ, મનસિજસૃત, મન્મથસંહિતા, યોગરત્નાવલિ, યોગાધિકરિક, રતિકલ્લોલિની, રતિચદ્રિકા, રતિનીતિમુકુલ, રતિરત્નપ્રદીપિકા, રતિચદ્રિકા, રતિનીતિમુકુલ, રતિરત્નપ્રદીપિકા, રતિરહસ્ય, રહિરહસ્યદીપિકા, રતિરહસ્યાર્ણવ, વાત્સ્યાયન સૂત્રસાર, રતિસાર, રસચંદ્રિકા, વશીકરણતંત્ર, વાત્સ્યાયન સૂત્રસાર, વીતવૃત્ત, શૃંગારકન્દુક, શૃંગારકુતૂહલ, શૃંગારદીપિકા, શૃંગારમંજરી, શૃંગારસાર, શૃંગારસરિણી, સદર્પકન્દર્પ, સ્ત્રીવિલાસ, સ્મરદીપિકા, સાધકસરણી, તૃતિપ પુરુષાર્થ…

આપણે માનીએ છીએ કે પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં કામશાસ્ત્રને લગતું એકમાત્ર પુસ્તક છેઃ કામસૂત્ર. વાસ્તવિકતા એ છે કે સંસ્કૃતમાં કામસૂત્ર ઉપરાંત આવા સેંકડો ગ્રંથો છે. ઉપર આપેલી યાદી આવા જ ગ્રંથોની છે. લગભગ પચાસ જેટલાં પુસ્તકોની આ યીદામાંથી કેટલાંક ગ્રંથો એવા છે- જેની રચના વાત્સ્યાયનના કામસૂત્ર કરતાં પણ વહેલા-પહેલાં થઈ છે. અનેક ગ્રંથો એવા છે જેની રચના કામસૂત્ર પછી થઈ છે અને તેની સામગ્રીમાં કામસૂત્રનો પ્રભાવ વત્તાઓછા અંશે જોવા મળે છે.
મૈથુન પર રચાયેલા આ દરેક ગ્રંથની કશીક આગવી વિશિષ્ટતા છે ! કોઈ ગ્રંથના શ્લોકો ‘ગેય શૈલી’ (ગાઈ શકાય તેવા)માં લખાયા છે તો કોઈ ગ્રંથમાં વાજીકરણથી લઈ અનેક પ્રકારના પ્રયોગો અપાયા છે.

આજે આપણે ત્યાં સેકસ એજ્યુકેશન માટે એકમત સધાતો નથી, જાતીય શિક્ષણના મહત્વ અંગે કી વાત કરે છે તો રાષ્ટ્રીય વિવાદ સર્જાઈ જાય છે, કાશ્મીરની ત્રણ ટીનેજર છોકરીઓ બાપડી ગીતો ગાય તો પણ તેને અભદ્ર ચેષ્ટા ગણી લેવાય છે અને ત્રણ સહેલીઓનું ગાયન આખા દેશમાં ચર્ચાનો વિષય બની જાય છે. લાગે છે કે, સમાજ રિવર્સ ગિયરમાં ચાલી રહ્યો છે. એ જ કાશ્મીરના એક સજ્જન થઈ ગયા. સમયકાળઃ લગભગ સાતમી સદી, સર્જકઃ આચાર્ય કોકકોક. પંતો તેમને ‘કોકાપંડિત’ પણ કહે છે. ‘કોકશાસ્ત્ર’ના બજારુ નામથી ઓળખાતા તેમના ગ્રંથ, ‘રતિરહસ્યમ્’ને કામસૂત્ર પછી સૌથી ઓથેન્ટિક માનવામાં આવે છે. કોકકોકના આ ગ્રંથી વિશેષતા એ છે કે, તેમાં વાત્સ્યાયનના ‘કામસૂત્ર’ની અનેક બાબતોને સ્થાન અપાયું છે, ઘણી બાબતોનો છેદ ઉડાવી દેવાયો છે તથા અનેક નવા આયામો ઉમેરવામાં આવ્યા છે.

કોકાપંડિત વિશે સાહિત્યમાં ઝાઝી માહિતી મળતી નથી, પરંતુ માનવામાં આવે છે કે, તેઓ એક કાશ્મીરી પંડિત હતા. એમના પિતાનું નામ પરિભદ્ર હતું અને તેઓ શ્રીગદ્ય વિદ્યાધર તરીકે વિખ્યાત હતા. કોકકોકની કૃતિ રતિરહસ્યમ્ના રચનાકાળની પાક્કી વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ વિદ્વાનો માને છે કે તેની રચના સાતમી સદીમાં થઈ હોવી જોઈએ, કેમ કે આઠમી સદી પછીના ગ્રંથોમાં ‘રતિરહસ્યમ્’નો ઉલ્લેખ મળે છે. રતિરહસ્યમ્ની એક વિશિષ્ટતમ્ બાબત એ છે કે તેમાં નાયિકાભેદનો પ્રથમ વખત ઉલ્લેખ થયો છે.

‘રતિરહસ્યમ્’માં કુલ પંદર અધ્યાય છે.
કામશાસ્ત્રનું પ્રયોજન, સ્ત્રી ભેટ, આસન વગેરેથી શરૂ કરીને કેષદિકર્પણ તથા નાયક-નાયિકાભેદ, ચુંબન, આલિંગન તથા અન્ય ડઝનબંધ વિષયો તેમાં સમાવિષ્ટ છે. ‘રતિરહસ્યમ્’ એક રસપ્રદ ગ્રંથ છે. તેના શરૂઆતના કેટલાક શ્લોકો વાંચીને તો તેની રચના પાછળનું પ્રયોજન વગેરેની માહિતી મળી રહે છેઃ

અસાધ્યાયાઃ સુખં સિદ્ધિઃ સિદ્ધાયાશ્વાનુરન્જનમ્
રક્તાયાશ્ચ રતિઃ સમ્યક્ કામશાસ્ત્રપ્રયોજનમ્
આ ગ્રંથનું પ્રયોજન છેઃ જેના પર નિયંત્રણ કરવું મુશ્કેલ છે એવી અસાધ્ય સ્ત્રીને સુખ આપી વશમાં કરવી, સિદ્ધાનાયિકામાં અનુરાગ-પ્રેમભાવ જગાડવો અને રતિનો આનંદ ઊઠાવવો.
*
પશ્ચિમના અનેક દેશોની જ્યારે શોધ પણ નહોતી થઈ, અનેક ખંડ હજુ શોધાયા વિનાના હતા, પૃથ્વી પરના અનેક દેશોના લોકો જ્યારે અદિમાનવ જેવી જિંદગી જીવતા હતા, એવા કાળમાં પણ ભારતમાં કામશાસ્ત્રના ગ્રંથોની રચના થઈ ચૂકી હતી. ‘કામસૂત્ર’ની રચના તો છેક પાંચમી સદી આસપાસ થઈ, ભારતમાં શૃંગારસાહિત્યનો ઈતિહાસ તો તેના કરતાં પણ જૂનો છે. પુરાણોમાં અને અન્ય પૌરાણિક સાહિત્યમાં પણ છૂટથી શૃંગારરસ છંટાયો છે.
એક ગેરમાન્યતા આપણે ત્યાં એવી પણ છે કે વાત્સ્યાયને જ પ્રથમ વખત આ બધી બાબતોનું આલેખન કરીને તેને ગ્રંથસ્થ કરી છે. ખુદ વાત્સ્યાયન પણ આવું કહેવાની ગુસ્તાખી નથી કરતા. ‘કામસૂત્ર’ના પ્રથમ અધ્યાયના શ્લોક પાંચથી અઢારમાં તેઓ લખે છેઃ

‘ખુદ બ્રહ્માએ માનવસૃષ્ટિની રચના પછી એક લાખ કરતાં વધુ અધ્યાય ધરાવતા એક વિશિષ્ટમ્ મહાન ગ્રંથની રચના કરી. ધર્મ, અર્થ અને કામનો મહિમા દર્શાવતા આ ત્રિઅંગી ગ્રંથમાંથી એક અંશ લઈ મનુએ ધર્મશાસ્ત્રની રચના કરી, બૃહસ્પતે તેમાંથી અર્થશાસ્ત્રની રચના કરી અને શિવના પરમ અનુચર એવા નંદીએ એક હજાર અધ્યાય ધરાવતું કામશાસ્ત્ર લખ્યું. આમ જોઈએ તો, નંદી જ બારતીય કામશાસ્ત્રના આદ્યાચાર્ય ગણાય. ઉદાલકના સુપુત્ર શ્વેતકેતુએ નંદીકેશ્વરના આ ગ્રંથનું અંક સંક્ષિપ્ત સ્વરૂપ રજૂ કર્યું- જેમાં પાંચસો અધ્યાય હતા. એ પછી શ્વેતકેતુના ગ્રંથ પરથી પાંચાલના નિવાસી અને સર્જક વાભ્રવ્યએ સાત વિષયો (સાધારણ, સાંપ્રયોગિક, કન્યાસંપ્રયુક્તક, ભાર્યાધિકરિક, પારદરિક, વૈશિક અને ઔપનિષદિક) લઈને 150 અધ્યાય ધરાવતો ગ્રંથ લખ્યો. ત્યાર બાદ આચાર્ય ચારાયણ, આચાર્ય સુવર્ણનાભ, ઘોટકમુખ, ગોનર્દીય, ગોણિકાપુત્ર, દત્તક, તથા આચાર્ય કુચુમાર નામના વિદ્વાને આ સાત વિષયોમાંથી એક-એક વિષય વિષય પસંદ કરીને વિવિધ પુસ્તકો લખ્યાં. જોકે, આજે આમાંથી ઘણું સાહિત્ય અપ્રાપ્ય છે.’

‘રતિરહસ્યમ્’નું વિવેચન કરતા એક ડઝનથી વધુ ગ્રંથો સંસ્કૃતમાં ઉપલબ્ધ છે. અને આવા અનેક ગ્રંથો અર્થવિસ્તાર સાથે વિવેચનાત્મક અવતરિત થઈ ચૂક્યા છે. સમસ્યા એ છે કે આ રસપ્રદ-રસાળ ગ્રંથો આજે પણ ભદ્ર સમાજના સજ્જનો માટે અસ્પૃશ્ય રહ્યા છે. બીજી તરફ પૌરાણિક કાળના સર્જકોએ તથા પ્રાચીન યુગના કવિઓએ, સર્જકોએ ‘કામ’ને અને કામકળાને ઁક જરૂરી કળા માની તેના પર પુષ્કળ ચિંતન કર્યું છે તથા તેના નવનીતરૂપે અદ્ભુત સાહિત્ય લોકો સમક્ષ મુક્યું છે. કવિઓનો મત સ્પષ્ટ છેઃ રતિકળાનું મહત્ત્વ કેટલું છે એ વિશે પણ તેઓ સ્પષ્ટ છે. કેટલું નથી એ અંગે પણ સભાન છે.
કામશાસ્ત્ર પરના વિખ્યાત ગ્રંથ ‘િરતકલ્લોલિની’નો આરંભ જ શક્તિવંદના દ્વારા થાય છે. જે સ્પષ્ટ કરે છે કે, મૈથુન ઁએ આપણે ત્યાં કોઈ અપવિત્ર બાબત નહોતી ગણાતી અને પાપ પણ નહીં. ગ્રંથના આરંભમાં જ લેખક તેમાં પરમશક્તિ એવી દેવી ત્રિપુરસુંદરીને વંદન કરે છે ઃ

‘નૃસિંહમાર્તંડવિકસ્વરેઅનિશં,
મનોરવિન્દે ત્રિપુરાવિરાજતે,
યદડિઘ્રર્પકેરૂહ ચિંતનદિયં,
જગત્રયી વંધ્યપરા સુરત્રયી.’
અર્થાત્ ઃ નરસિંહ અને વરાહ ભગવાનના વિકસિત સ્વરવાળા મનરૂપી કમળમાં દેવી ત્રિપુરા બિરાજમાન છે.
એમના ચરણકમળના ચિંતનથી ત્રણ લોકોની દેવી ત્રિપુરસુંદરી પ્રસન્ન થાય એ મારી કામના છે. આખરી શ્લોકમાં સર્જક કહે છેઃ
રસિકા રસયન્ત્વિમાં મુહ, ર્મધુપા મંજુમિવામ્રમંજરિમ્
કલયન્તુ ન જાતુ દુષણં, ગ્રહતાવેવમિવાન્ત્યજાતયઃ
જેમ મધુનેં પાન કરનાર ભમરો, કોમળ આમ્ર મંજરીનું રસપાન કરે છે. એવી જ રીતે રસિકજન આ પુસ્તકનું રસપાન કરે અને આનંદિત થાય અને વિકારો દ્વારા વર્ણસંકરતા ના સર્જાય એ જ પ્રાર્થના.

‘રતિકલ્લોલિની’ લગભગ તેરમી સદીમાં રચાયું છે. આજથી સાતસો વર્ષ પહેલાં, અન્ય મૈથુનગ્રંથોની માફક આ ગ્રંથમાં પણ આસનોથી માંડીને વાજીકરણ સુધીની બાબતો આવરી લેવાઈ છે. એક પ્રકરણ છે, દેશ-પરદેશ (એ સમયે પરદેશ એટલે વિવિધ રાજ્યો)ની સ્ત્રીઓનાં લક્ષણો પર. ગ્રંથના રચયિતા આચાર્ય દીક્ષિત સામરાજની દૃષ્ટિએ ગુર્જર દેશ (ગુજરાત)ની સ્ત્રી કેવી છે?ઃ
નખરદનપદેષુ જાતતોષા, વીતલજજા રતાર્તા
મદનસદનમુરચૈર્વિભ્રતી ગાઢસુક્ષમ્,
નિપૂણમતિરલં યા મન્મથક્રિડિનેષુ,
પ્રણયસુભગચીના કિર્તિતા ગુર્જરી !!
અર્થાત્ ઃ નખક્ષત અને દંતક્ષત કરાવવામાં આનંદ મેળવનારી, રતિક્રીડામાં પ્રયોગો પસંદ કરનારી, સુંદર વસ્ત્રો ધારણ કરેલી, અનેક રાગોમાં શરમ રાખ્યા વગર મુક્તપણે ભાગ લેનારી, કામક્રીડામાં નિપુણ અને પ્રેમને સૌભાગ્ય સમજનારી સ્ત્રી ગુર્જર દેશ (ગુજરાત)ની હોય છે.

અચ્છા ! તમે ક્યારેય મિલિત, સ્ફુરિત, ઘંટિક, તિર્થક, ખંડિત, ખંડક અને ઔતરોષ્ઠિક જેવાં પ્રકારો વિશે સાંભળ્યું છે? આચાર્ય દીક્ષિત સામરાજના મતે આ બધા પ્રકારો ચુંબનના છે ! દંતક્ષતના કેટલા પ્રકારો છે?ઃ ગૂઢક, ઉદ્યુનક, વિન્દુ, કોલચરર્ય, પ્રવાલમણિ અને ગંડાજીક. અહીં દરેક કામચેષ્ટાની એક વ્યાખ્યા છે, તેનું નામ છે. લાગે છે કે લોકો શું કરી રહ્યાં છે એનો ક્યારેક લોકોને જ ખ્યાલ નથી હોતો !
*
કામશાસ્ત્રસમનન્તો રમન્તે પશુવત્સિયમૃ.
‘કામશાસ્ત્રને નહીં જાણનારો પુરુષ કોઈ પશુની માફક સ્ત્રી સાથે રમણ કરે છે.’
આ શ્લોક છે શ્રીમીનનાથ નામના સર્જક દ્વારા લિખિત ગ્રંથ ‘સ્મરદીપિકા’નો. ‘સ્મર’નો અર્થ છેઃ કામદેવ, દીપિકાનો અર્થઃ જગાડનારી. સ્મરદીપિકા એટલે કામને જગાડનારી.
સ્મરદીપિકામાં કુલ તેર પ્રકરણ છે, 219 શ્લોકો છે. શરૂઆતના શ્લોકમાં જ શ્રીમીનનાથ લખે છે ઃ

નાનાનિબન્ધૈઃ સુરતોપચારૈઃ ક્રિડાસુખં જન્મફલં નરાણામ્
કિં સૌરભેવીશતમધ્યવર્તિ વૃષોઅપિ સમ્ભોગસુખં ન ભુગકતે.
અર્થાત્ ઃ આ પુસ્તકના અધ્યયનનું ફળ હશેઃ પોતાની સ્ત્રીની રક્ષા અને પરસ્ત્રીનિષેધ. આ પુસ્તક દ્વારા પુરુષ પોતાની પત્નીને સંપૂર્ણ સુખ પ્રદાન કરી શકશે.
શ્રીમીનનાથનો આ ગ્રંથ અદ્ભુત છે. ફુટપાથ પર અગાઉ મળતી પીળી કોથળીથી વીંટેલી ફાલતુ કિતાબો સાથે તેની સરખામણી કરવાની ગુસ્તાખી કરવી નહીં, એક શ્લોક જુઓઃ
આલિંગનચુંબને દંશો ભગસ્તવિમર્દનમ્ઃ
નખદાનં ચ ઘાતાશ્ચ ગ્રહણં કૂચકેસયો !
કરોતિચિન્મયં હાસ્યં જીહ્વાકંઠાઘર ગૃહઃ
એતદશપ્રભેદં હિં ક્ષરણસ્ય પ્રકિર્તિતમ્ !!
નારીણાં મોહનં તાવદ્યાવન્નોત્કંઠિતા પ્રિયા !
અન્યથા તત્સુખોચ્છિત્તિરશીતાર્ક કરદિવ !!
આલિંગન, ચુંબન, દંશ, મર્દન, નખદંશ, થપથપાટ, કેશ રમાડવા, જીહ્વા ચુંબન, ગર્દન પર મર્દન, અધરપાન તથા અરસપરસ વિશુદ્ધ આત્મિક હાસ્ય કરવું, હસવું-બોલવું… આ દસ ક્રિયાઓ સ્ત્રીને જલદી સંતુષ્ટ કરે છે. આ દસ ક્રિયાઓ દ્વારા સ્ત્રીને મોહિત કરીને જે રતિક્રિયા ન કરે તેનું સંભોગસમુખ એવી જ રીતે ઓગલી જાય છે. જેમ ઠંડી ઋતુ દ્વારા મળેલું સુખ આકરા તડકામાં ઓગળી જાય છે.

*
રાજર્ષિ ભર્તુહરિ લિખિત ‘શૃંગારશતક’ની પ્રાચીનતા વાત્સ્યાયનના કામસૂત્ર કરતાં વધુ છે. નીતિશતક અને વૈરાગ્યશતક જેવા ગ્રંથોના રચયિતા ભર્તુહરિ પોતાના આગવા ગ્રંથ શૃંગારશતકમાં શું અદ્ભુત ખીલ્યા છે, જુઓઃ
નામૃતં ન વિષં કિંચીદેકાં મુકત્વા નિતંબિનીમ્ઃ
સૈવામૃતલતા રકતા વિરકતા વિષવલ્લરી !
એક નિતંબવંતી નારી સિવાય ન કોઈ અમૃત છે ન કોઈ વિષ, સ્થિતિઓ મુજબ એ જ અમૃતવેલ બની જાય છે અને એ જ ક્યારેક વિષલતા !
વધુ એકઝામ્પલઃ
શંભુસ્વયંભૂહરયો હરિણેક્ષણાનાં
યેનક્રિયંત સતતં ગૃહકર્મદાસાઃ !
વાચામગોચરચરિત્રવિચિત્રિતાય,
તસ્મૈ નમો ભગવતે કુસુમાયુધાય
શૃંગારશતકનો આ પ્રથમ જ શ્લોક છે. જેમાં તેઓ લખે છે ‘શિવ, બ્રહ્મા અને વિષ્ણુને પણ જેમણે મૃગનયનાઓનાં નિરંતર સેવક બનાવી રાખ્યા છે. જેમના અનોખા ચરિત્રનું વર્ણન વાણી દ્વારા સંભવ નથી તેવા કામદેવને નમસ્કાર !’

મહાભારતાં ઁક અદ્ભુત પ્રસંગનું નિરૂપણ થયું છેઃ યુધિષ્ઠિરે એક વખત પ્રશ્ન પૂછયો કે, મોક્ષના સાધન તરીકે ધર્મ, અર્થ અને કામમાંથી કયું સર્વશ્રેષ્ઠ છે? વિદુરે જવાબ આપ્યોઃ
ધર્મો રાજન્ ગુણઃ શ્રેષ્ઠો, મધ્યમો, યતાર્થ ઉરથતે,
કામો યવિયાનીતિ ચ, પ્રવદન્તિ મનિષિણ !!
‘હે રાજન્ ! ધર્મ શ્રેષ્ઠતમ્ ગુણ છે. અર્થને મધ્યમ ગણાવાયો છે અને કામ સૌથી ક્ષુલ્લક છે, એવું મહાપુરુષોએ કહ્યું છે !’
અર્થશાસ્ત્રનો વિશારદ, અર્જુન આ વાત સાથે સહમત નથી, એ કહે છેઃ
અર્થ ત્યેવ સર્વેષાં, કર્મણાભવ્યતિક્રમઃ !
ન હયતોઅર્થેન વર્તેતે, ધર્મકામાવિતિ શ્રૃતિઃ !!
‘હે રાજન ! સંસારમાં ધન જ સૌથી ઉત્તમ બાબત છે. ઉત્તમોત્તમ પુરુષો પણ ધનવાનોની ઉપાસના કરતા હોય છે, મોટા-મોટા વિદ્વાનો, આસ્તિક-નાસ્તિક કે નિયમપરાયણ પુરુષો પણ અર્થના ઈચ્છુક હોય છે. અર્થ વગર ધર્મ અને કામ સિદ્ધ નથી થ.ા. એટલે હું તો અર્થને જ શ્રેષ્ઠતમ્ માનું છું.’
અર્જુનની વાતને સહદેવ અને નકુલનું પણ સમર્થન મળ્યું.
તસ્માદ ધર્મપ્રધાનેન, સાધ્યોઅર્થઃ સંયતાત્મના !
વિશ્વસ્તેષુ હિ ભૂતશુ, કલ્પતે સવ4મેવ હિ !!
‘હે રાજન ! ધન બહુ પ્રિય અને દુર્લભ વસ્તુ છે, તેની પ્રાપ્તિ કે સિદ્ધિ થકી સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે, કેમ કે કર્તવ્યને જ ધર્મ કહેવાય છે. અને કર્તવ્યથી જ ધર્મ પ્રાપ્ત થાય છે. તેથી ધર્મ અને અર્થ બંને શ્રેષ્ઠ છે.’

આ ચર્ચા સાંભળી રહેલો ભીમ બહુ મહત્વપૂર્ણ વાત કરે છે. જેને યુધિષ્ઠિર પણ માન્ય રાખે છે ઃ
ના કામઃ કામયર્ત્થ, નાકામો ધર્મમિચ્છતિ !
નાકામઃ કામયાનોઅસ્તિ, તસ્માત્ કામો વિશિષ્યતે !!
હે રાજન ! આ ત્રણેયમાં કામ સર્વશ્રેષ્ઠ છે, કેમ કે જેના મનમાં કામના નથી તેને ધમ કમાવવાની પણ ઈચ્છા થતી નથી અને ધર્મ કરવાની પણ થતી નથી. કામનાવિહીન પુરુષ તો ભોગ પણ નથી ઈચ્છતો ! ભીમની વાત આગળ વધે છે ઃ
ધર્માર્થકામાઃ સમમેવ સેવ્યા, યો હયોક ભક્તઃ સ નરો જઘન્યઃ !
તયોસ્તુ દાક્ષ્યં પ્રવદન્તિ મધ્યં,
સ ઉત્તમો યો અભિરતસ્ત્રીવર્ગે !!
‘કલાઓનું જ્ઞાન પ્રાપ્ત કરતાં જ સ્ત્રી અથવા પુરુષનું સૌભાગ્ય જાગી ઊઠે છે. સ્થાન અને સમયનો વિચાર કરીને આ કલાઓનો પ્રયોગ કરવામાં આવે તો એ કદી નિષ્ફળ જતો નથી.’
નાત્યન્તં સંસ્કૃતેનૈવ, નાત્યંન્તં દેશભાષયા !
કથાં ગોષ્ઠીષુ કથયન્, લોકે બહુમતો ભવેત !!
‘કાવ્ય તથા કલાવિષયક સભાઓમાં, ગોષ્ઠિઓમાં વધુ પડતું સંસ્કૃત (સુષ્ઠુ ભાષા) પણ ન બોલવું જોઈએ અને વધુ પડતી દેશી ભાષા પણ નહીં. મિશ્ર ભાષાનો જ પ્રયોગ કરવો જોઈએ.’
યો ગષ્ઠિ લોકવિદ્વિષ્ટા, યા ચ સ્વૈરવિસર્પિણી
પરહિંસાત્મિકા યા ચ, ન તામવતરેદ્રુઘઃ.
‘જે ગોષ્ઠિમાં લોકો અરસપરસ વેર રાખતા હોય, પોતાની જ બડાસો હાંકતા હોય, અન્યોનું સાંભળતા ન હોય તથા જે ગોષ્ઠિમાં લોકો એકમેકને મારવાની કે હાનિ કરવાની ચેષ્ટા કરે, તેવી ચર્ચામાં વિદ્વાનોએ ભાગ ન લેવો જોઈએ.’

લોકચિતાનુવર્તિન્યક્રિડામાત્રૈકાર્યયા
ગોષ્ઠયા સહ ચરન્વીદ્વાન્લોકકાર્યનિયચ્છતિ.
‘સભામાંના લોકો જેવું ઈચ્છતા હોય એવાં જ કાવ્યો, નાટક, ગીત, સંગીત, શિલ્પદિ કલાઓનો પ્રયોગ કરવો જોઈએ. જો ગોષ્ઠિનું પ્રયોજન ખેલ, ક્રીડા કે વિનોદ હોય તો તેવું કરવું. આવું કરનાર વિદ્વાન જ લોકોને પોતાની સાથે જોડી શકે છે, તેમનું નેતૃત્વ કરી શકે છે.’
‘હે રાજન ! મારો અભિપ્રાય એવો છે કે, ધર્મ, અર્થ અને કામ, ત્રણેયનું એકસાથે સેવન કરવું જોઈએ. જે આમાંથી માત્ર એકનો જ ભક્ત છે. તે મનુષ્ય અધમ છે. જે બેનું સેવન કરે છે તે મધ્યમ છે, જે ત્રણેયમાં નિપુણ છે તે ઉત્તમ કક્ષાનો છે.’
મહાભારતનો સમયગાળો વાત્સ્યાયન કરતાં ક્યાંય પહેલાંનો છે. કામસૂત્રની ક્યાંય પહેલંથી ભારતમાં કામશાસ્ત્રનો અને કામનો મહિમા ગવાતો રહ્યો છે. અનેક ગ્રંથો આ બાબતની ગવાહી આપે છે. એક હતા બાભ્રવ્ય મુનિ, ખુદ વાત્સ્યાયને ‘કામસૂત્ર’માં અનેક જગ્યાએ તેમનો ઉલ્લેખ કર્યો છે. વાત્સ્યાયનના લખ્યા મુજબ તેઓ પાંચાલ (હાલ પંજાબ)ના રહેવાસી હતા. તેમનો સમયકાળ ઈસવી સન પૂર્વે 500 વર્ષ ગણાય છે. ‘કામસૂત્ર’થી વિપરીત, બાભ્રવ્ય મુને પોતાની વાત અત્યંત ટૂંકા, પરંતુ ખૂબ અર્થપૂર્ણ શ્લોકોમાં મુકી છે. ‘બાભ્રવ્યકરિકા’ નામના તેમના ગ્રંથમાં કુલ 21 પ્રકરણો છે. જેમાં તેમણે અનેક રસપ્રચુર વિષયો આવરી લીધા છે. અહીં વાત માત્ર કામશાસ્ત્રને લગતી જ નથી થઈ, ‘બાભ્રવ્યકરિકા’માં કેટલીક એવી વાતો થઈ છે જે સનાતન સત્ય છે. અને આજે પણ જાહેર જીવનની વ્યક્તિ માટે ઉપયોગી થઈ શકે છે. ‘બાભ્રવ્યકરિકા’ના કેટલાક રસપ્રદ અંશો માણવા જેવા છેઃ

કલાનાં ગ્રહણાદેવ, સૌભાગ્યમુપજાયતે !
દેશકાલવ્યતેપતાયાં, પ્રયોગઃ સમ્ભવેન્ન વા.
બ્રુવન્નપ્યન્યશાસ્ત્રાણી, ચતુઃષષ્ટયા બહિઃ કૃત
વિદ્વત્સદસિ નાત્યન્તં, કથાબીઃ પરિપૂજ્યેત.
વર્જિતોપ્યન્યવિજ્ઞાનૈરેતયા યત્સ્વલંગકૃતઃ
સ ગોષ્ઠયાં નરનારીણાં કથાસ્વર્ગ વિગાહને.
‘જે નાયક અન્ય શાસ્ત્રોનો નિષ્ણાત હોવા છતાં સોચઠ કામકળાઓ નથી જાણતો, એ વિદ્વાનોની કામવિષયક ગોષ્ઠિઓમાં સન્માન પ્રાપ્ત નથી કરતો. અન્ય શાસ્ત્રોથી અજાણ હોવા છતાં જે કામનું જ્ઞાન રાખે છે તે સ્ત્રી-પુરુષોમાં સન્માન પામે છે !’

લેખક : કિન્નર આચાર્ય

દરરોજ અવનવી માહિતી જાણવા અને વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી