બોલીવુડના કિંગખાન ના જન્મદિવસે તેમની કેટલીક ઇન્ટરેસ્ટીંગ વાતો. શું તમને પેહલા ખબર હતી??

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો આજે જન્મદિવસ છે, પેહલા તો તેમને તેમના જન્મદિવસની જેન્તીલાલ અને તેમની ટીમ અને તેમના વાચકો તરફથી ખુબ ખુબ શુભેચ્છા. હવે આજે અમે તમને શાહરૂખ સાથે જોડાયેલી ઘણીજ રસપ્રદ વાતો જાણવા જઈ રહ્યા છે એમની અમુક વાતો તમે ક્યારેય સાંભળી કે વાંચી હશે નહિ. તો આવો એ વાતો જાણીએ અને સાથે જોઈએ તેમના કેટલાક ક્યાય ના જોયેલા ફોટા.

ફોટામાં તેમની માતા સાથે.

એક જ સરખા નામ વાળી મુવી : શાહરૂખે પોતાની ૯ જેટલી મુવીમાં રાહુલ નામ રાખેલ છે જેમાં કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, ચેન્નાઈ એક્સપ્રેસ અને બીજી મુવી સામેલ છે. રાજ નામથી તેમણે કુલ 6 મુવી કરેલ છે જેમાં DDLJ, ચલતે ચલતે, રબને બનાદી જોડી જેવી મુવી સામેલ છે.

ફોટોમાં નાનકડા શાહરૂખ ખાન કોલ્ડડ્રીંક પીતા.

વિલનના પાત્રમાં શાહરૂખ : તેમણે કુલ 6 મુવીમાં નેગેટીવ રોલ કરેલ છે જેમાં ડર, બાઝીગર, અંજામ, ડુપ્લીકેટ, ડોન જેવી મુવીનો સમાવેશ થાય છે.

ફોટોમાં મિત્રો સાથે શાહરૂખ ખાન.

દર્દનાક પ્રેમકહાની : તેમની એવી ૧૬ મુવી છે જેના અંતમાં તેમનું પાત્ર મૃત્યુ પામે છે અને તેમની પ્રેમકહાની અધુરી રહી જાય છે જેમાં બાઝીગર, ડર, દિલ સે, દેવદાસ, કાલ હો ના હો જેવી મુવીનો સમાવેશ થાય છે તેમની અમુક મુવી છે જેમાં તેમનો અલગ અવતારમાં જોવા મળે છે જેમાં કરન અર્જુન, પહેલી, રા.વન જેવી મુવીનો સમાવેશ થાય છે.

ફોટોમાં કપિલદેવ અને બીજા ખાન ભાઈ સાથે શાહરૂખ.

તેમણે પ્રોડ્યુસ કરેલી મુવી : આમાં ૧૪ જેટલી મુવીનો સમાવેશ કરવામાં આવે છે જેમાં ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ઓમ શાંતિ ઓમ, મેં હું ના અને રા.વન નો સમાવેશ થાય છે.

ફોટામાં અનુપમ ખેર સાથે શાહરૂખ ખાન.

તેમને મળેલ એવોર્ડ : તેમને કુલ ૨૨૬ એવોર્ડ માટે નોમીનેસન કરવામાં આવ્યા હતા જેમાંથી ૨૦૭ એવોર્ડ તેમને મળેલ છે. તેમને બેસ્ટ એક્ટરનો એવોર્ડ ૨૯ વાર મળેલ છે.

આમિર ખાન સાથે આવો ફોટો તમે લગભગ ક્યાય નહિ જોયો હોય.

ટીવી પર શાહરૂખ ખાન : તેઓએ ટીવી પર પણ કામ કરેલ છે જેમાં તેમની સીરીયલ ફોજી, સર્કસ સામેલ છે તેમણે કેટલાક પ્રચલિત શો પણ હોસ્ટ કરેલ છે જેમાં કોન બનેગા કરોડપતિ, ક્યાં આપ પાંચવી પાસ સે તેઝ હે?, અને ઝોર ક જટકા જેવા શોનો સમાવેશ કરવામાં આવે છે.

ફોટામાં જુહી ચાવલા અને બીજા મિત્રો સાથે શાહરૂખ ખાન.

મિત્રોની મદદ : તેઓ ૨૬ મુવીમાં મેહમાન કલાકાર તરીકે પણ આવેલ છે જેમાં હર દિલ જો પ્યાર કરેગા, હેય બેબી, ભૂતનાથ નો સમાવેશ થાય છે. DDLJ મુવી માટે તેમણે સ્ક્રીપ્ટ વાચ્યા વગર હા પાડી હતી કારણ કે એ તેમના મિત્ર આદિત્ય ચોપરાની મુવી હતી.

ફોટોમાં પેહલાના શાહરૂખ,અક્ષય અને હાલના શાહરૂખ અક્ષય.

તેમના મનગમતા કલાકારમાં દિલીપકુમાર, મુમતાઝ અને સાયરા બાનુંનો સમાવેશ થાય છે.

શાહરુખને ઘોડેસવારી નો ફોબિયા છે અને તેઓ આઈસ્ક્રીમ પણ ભાગ્યેજ ખાય છે. શાહરૂખ માને છે કે તેમના માટે ૫૫૫ નંબર લકી છે માટે તેમની કારનો નંબર પણ એજ છે.

કોઈ મુવીના સેટ પર શાહરૂખ ખાન હળવા મુડ માં.

બોલોવુડના કિંગખાન શાહરૂખખાને એકવાર રેસ્ટોરન્ટના બિઝનેસમાં જંપલાવ્યું હતું પણ એમાં એમને સફળતા મળી નહીં. તમને જાણીને નવાઈ લાગશે કે શાહરૂખની પહેલી કમાણી 50 રૂપિયા હતી જે તેમને પંકજ ઉદાસના દિલ્હીના એક કાર્યક્રમમાં કામ કરવાથી મળી હતી.

તેમના બાળકો અને પત્ની સાથે શાહરૂખ ખાન.

 

તેમનું મુવી કભી હા કભી ના માટે તેમને ફક્ત ૨૫૦૦૦ રૂપિયા મળ્યા હતા. જયારે તે પીચર થીયેટરમાં આવ્યું ત્યારે શાહરૂખે પોતે મુંબઈના એક થીએતારમાં તેની ટીકીટ વેચી હતી. એક રીપોર્ટ અનુસાર તેમણે તેમના રઈસ પિકચરના સ્ટાફને એક સરપ્રાઈઝ ગીફ્ટ પણ આપેલ છે જેમાં તેમના સ્ટાફની દરેક સ્ત્રીને લાલ ગુલાબની સાથે બ્રાન્ડેડ પર્સ પણ આપેલ છે અને અમુક લોકોને સ્માર્ટ ફોન પણ ગીફ્ટમાં આપેલ છે. ઘણા સ્ટાફ મેમ્બર્સને તેમણે સોનાના લોકેટ પણ ગીફ્ટમાં આપેલ છે એ લોકેટ રઈસ પિકચરમાં પણ જોવા મળેલ છે. તેમણે આપેલ બધી ગીફ્ટ શાહરૂખ જાતે લેવા ગયો હતો.

આપણે બધા શાહરુખનો દિલ્હી પ્રેમ જાણીએ જ છે પણ શું તમે જાણો છો તેમનું બાળપણ બેંગ્લોરમાં વીત્યું છે જ્યાં તેમના દાદા ચીફ એન્જીનીયર તરીકે જોબ કરતા હતા.

કોઈપણ વ્યક્તિ હોય ભલે એ શાહરૂખ ખાન હોય કે કોઈપણ મેહનત કર્યા વગર કઈ થતું નથી એક સમયે પોતાના કામ માટે ફક્ત ૫૦ રૂપિયા મેળવનાર શાહરૂખ એનું ખુબ સરસ ઉદાહરણ છે. માટે મિત્રો મેહનત કરો.

સૌજન્ય : ઈન્ટરનેટ

લેખન અને સંકલન : અશ્વિની ઠક્કર.

તો મિત્રો શેર કરો આ માહિતી તમારા શાહરૂખ લવર મિત્ર સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી