આજનો દિવસ : સંગઠિત ક્રાંતિકારી આંદોલન કે પ્રથમ શહીદ “ખુદીરામ બોસ”

સૌથી નાની ઉમરની શહીદી !

એક લબરમુછિયો છોકરો. ઉમર માત્ર ૧૯ વરસ ભારતની આઝાદી માટે હૃદયમાં ભભૂકતી જ્વાળાઓ. અંગ્રેજોના અમાનુષી અત્યાચારો સામે લડી લેવાની ઉત્તેજના અને એને માટે શહીદ થવાની તમન્ના. આ નવ યુવાનનું નામ ખુદીરામ બોઝ.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ ક્રાંતિકારીઓ છૂટાછવાયા પ્રયાસો કરી રહ્યા હતા. વીસમી સદીની શરૂમાં લાલ, બાલ અને પાલની ત્રિપુટી ભારતની ક્રાંતિકારી પ્રવૃતિ અને સ્વતંત્રતા માટે મથી રહી હતી. મહાત્મા ગાંધીનું નામ હજુ પ્રકાશમાં આવ્યુ ન હતુ. પરંતુ કવિવર રવિન્દ્રનાથ ટાગોર લોકોને માર્ગદર્શન આપતા હતા. અરવિંદ ઘોષ અને તેમના ભાઈ બાગીન્દ્ર ઘોષ ક્રાંતિકારી પ્રવૃતિમાં સક્રીય હતા બંગાળની પ્રજામાં રોષ હતો. લોર્ડ કર્ઝને બંગાળના ભાગલાનો નિર્ણય લીધો હતો અને બંગભંગની લડત સક્રીય રીતે ચાલુ થઈ હતી.

બંગાળના લોકો કોઈ પણ ભોગે ભાગલા ઈચ્છતા ન હતા. સમગ્ર બંગાળ જાગી ઉઠયુ, ‘વંદે માતરમ’ના નારા બંગાળમાં ગાજી ઉઠયા. કર્ઝનના આવા હિચકારા કાર્ય પ્રત્યે, વિરાટ પરંતુ શાંત વિરોધ કરવાની આગેવાની કવિવર ટાગોરે લીધેલી. વિરાટ જનસમુદાય ગંગા કિનારે જઈ ઉભો રહ્યો. બધાએ પોતાના હાથમાં ગંગાજળ લઈ કવિવરના આદેશ પ્રમાણે પ્રતિજ્ઞા લીધી. ‘હું આ ક્ષણથી પ્રતિજ્ઞા લઉ છુ કે મારી સુજલામ ધરતીના ટુકડા થતા હું અટકાવીશ, આજથી મારૂ એક જ કાર્ય રહેશે. હું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ ધ્યેય માટે લડતો રહીશ’ પ્રતિજ્ઞા બાદ કવિવરે વિરાટ જનમેદનીને સંબોધી ‘વંદે માતરમ’ બોલ્યા કે સેંકડો લોકોમાં પ્રતિઘોષ ઉઠયો ‘વંદે માતરમ’.

આ વખતે એક નાનકડો કિશોર ‘વંદે માતરમ ગુરૂદેવ’ કહીને કવિવર પાસે આવ્યો. ટાગોરે તેમને પુછયુ તમે પ્રતિજ્ઞા લીધી કે નહી? કિશોર ખુદીરામ અને તેનો મિત્ર પ્રફુલ ચાકીએ હા પાડી અને ગુરૂદેવને રક્ષાબંધનની વિનંતી કરી ગુરૂદેવે બન્નેને રક્ષાબંધન કર્યુ.

ગુરૂદેવે પુછયુ કર્ઝનના વિરોધમાં તમે શું કરશો? બન્ને બોલી ઉઠયા કર્ઝનની હત્યા..! ટાગોરે તેમને સમજાવ્યા તેમની લડત અહિંસાને વરેલી છે. જેમા હિંસાને બીલકુલ સ્થાન નથી. બન્નેને ગુરૂદેવનું તત્વ જ્ઞાન સમજાયુ નથી અને તેઓ અલગ માર્ગે આગળ વધ્યા…

ક્રાંતિકારીઓને નાણાની તંગી ઘણી રહેતી હતી તેથી ખજાનો લૂંટવાનું આયોજન થયુ. આગેવાની ખુદીરામ બોઝે લીધી. યોજના પ્રમાણે જંગલના રસ્તા પરથી ટપાલી થેલો લઈ હથીયાર સાથે રાખી ઘોડા ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે પ્રમાણે વડલાના વૃક્ષ પાછળ લપાઈને બેઠેલા ખુદીરામે તેના ઉપર હુમલો કર્યો ખુદીરામની લાઠી સુદર્શનચક્રની જેમ ફરવા લાગી. થેલો લુંટી ખુદીરામ પલાયન થઈ ગયો. આ સમાચારથી બંગાળ પોલીસ અત્યંત સાવધ થઈ ગઈ. ગામેગામ ખુદીરામનું નામ ગાજવા લાગ્યુ. તેણે નાણાનો થેલો સત્યેન્દ્રબાબુને ચરણે ધર્યો. સત્યેન્દ્રબાબુ પોતાના વ્હાલા શિષ્યને ભેટી પડયા… બંગભંગ ચળવળ પૂરજોશમાં ચાલી રહી હતી.

દરમ્યાન ક્રાંતિકારી દળ કિંઝ ફોર્ડની હત્યાનં કાવતરૂ કરી રહ્યુ હતુ. તે દરમ્યાન બારિન્દુબાબુ મેદિનીપુર આવ્યા તેમની સમક્ષ સત્યેન્દ્રબાબુએ ક્રાંતિકારીઓને રજુ કર્યા. ખુદીરામ બોઝના પરિચય વખતે બારિન્દ્ર ઘોષ ચકિત થઈ ગયા, તેની માતૃભકિત મસ્તક ઉતારી ચરણે ધરી દેવાની તત્પરતા જોઈ બારિન્દ્રબાબુ વધુ ખુશ થયા. તેમણે ખુદીરામ, પ્રફુલ ચાકી અને કાનુગો એમ ત્રણ ક્રાંતિકારીઓની પસંદગી કરી ત્રણેય વેશપલ્ટો કરી ટ્રેનમાં કલકત્તા જવા રવાના થયા, બારિન્દ્રબાબુ તેમને ક્રાંતિકારી અડ્ડા પર લઈ આવ્યા. કિંગ્સફોર્ડની હત્યાની યોજના અમલમાં મુકાઈ.

કિંગ્સ ફોર્ડ નામનો એક અંગ્રેજ ઉચ્ચ અધિકારી આ દેશની સ્વતંત્રતા જંખતા અનેકોનેક ક્રાંતીવીરો માટે શેતાન બનેલો હતો. સ્વભાવે ખૂબ જ નિર્દયી અને ક્રાંતિકારીઓને કચડી નાંખવાનું જાણે તેણે બીડુ ઝડપ્યું હતું. ક્રાંતિકારીઓ ઉપર અત્યાચાર કરવો એ જાણે એનો ધર્મ બની ગયો હતો. ખુદીરામ બોઝે આ મહા અત્યાચારીને સદાયને માટે સુવાડી દેવાનો નિર્ણય કર્યો.

૧૯૦૮ની ૩૦મી એપ્રિલનો એ દિવસ. ખુદીરામ અને તેનો ક્રાંતિકારી મિત્ર પ્રફુલ્લ ચાકીએ આ કિંગ્સ ફોર્ડને સદાય માટે રામશરણ કરવાનો નિર્ધાર કર્યો. ૩૦મી એપ્રિલે મુજફ્ફરપુર (બિહાર)માં કિંગ્સ ફોર્ડની ફિટન ગાડી પર બોંબ ઝીંકી દીધો. પરંતુ દુર્ભાગ્યવશ ફોર્ડ એ ગાડીમાં ન હતો. તેમાં બે અંગ્રેજ મહિલાઓ બેઠી હતી. તે બંનેનું મૃત્યુ થયું.

થોડાક સમય પછી ખુદીરામ બોઝને પકડી લેવામાં આવ્યા. અંગ્રેજોની કોર્ટમાં કેસ ચાલ્યો અને ખુદીરામ બોઝ-નાનકડા ૧૯ વર્ષના બાળકને ફાંસીની સજા કરવામાં આવી. ફાંસીના દિવસ પહેલાના દિવસોમાં જેલના ડેપ્યુટી જેલર સાથે ખુદીરામના ખુબ જ મીઠા સબંધો થઈ ગયા હતા. ખુદીરામ જેલરને ‘બાબા’ કહીને બોલાવતા.

૧૧મી ઓગષ્ટે સવારે-૪ વાગે ખુદીરામને ફાંસી આપવાની હતી. ૧૦મી ઓગષ્ટે રાત્રે જેલર સાહેબ ખુદીરામ માટે ચૂસવાની કેરીઓ લઈને આવ્યા અને કહ્યું, “બેટા, આ થોડીક કેરીઓ તારા માટે લાવ્યો છું, ખાઈ લે જે. કાલે સવારે તો તને ફાંસી થવાની છે.” ખુદીરામે હસીને કેરીઓ લઈ લીધી.

૧૧મી ઓગષ્ટે કેરીઓને ત્યાંની ત્યાં પડેલી જોઈને જેલરે વિચાર્યું કે જેને થોડા સમય પછી ફાંસીએ લટકવાનું છે તેને આ કેરીઓ ખાવાની ઈચ્છા ક્યાંથી થાય ?

જેલરે જ્યારે તે કેરીઓ ઊઠાવી તો તે ખાલી છોતરાં હતાં. ખુદીરામ ખડખડાટ હસી પડ્યો અને કહ્યું, “કેરીઓ તો મેં ખાઈ લીધી છે.” હકીકતમાં કેરીઓ ચૂસી જઈને ખુદીરામે તેનાં છોતરાંમાં મોંથી હવા ભરી દીધી હતી અને એવી રીતે મુકેલી કે અદ્દલ કેરીઓ પડી હોય તેવું લાગે.

જેલર ખુદીરામની જિન્દાદીલીથી આશ્ચર્યચક્તિ થઈ ગયો હતો. ૧૧મી ઓગષ્ટ ૧૯૦૮ના દિવસે ભારત માતાનો આ નાનકડો લાલ દેશની આઝાદી માટે હાથમાં ગીતા રાખી ફાંસીને માંચડે લટકી ગયો. ખુદીરામની શહિદીના માનમાં દિવસો સુધી કલક્તામાં સ્કુલ કોલેજો બંધ રહી.
ધન્ય છે આવા ભારત માતાના સપૂતોને.

? તેમને જ્યારે ફાંસી આપવામાં આવી ત્યારે તેમની વય માત્ર 18 વર્ષ, 7 માસ, 11 દિવસની હતી.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :– Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block