surprise – પતિ ભૂલી ગયો હતો કે આજે એનિવર્સરી છે પછી શું થાય છે તેની સાથે, વાંચો..

* surprise *

“તમે…કયારે આવાના ધરે? ” માધવીએ મોહિતને ફોન કર્યો. મોહિત તેની ઓફિસ પર હતો.

“મારે…હજુ ઓછામાં ઓછા બે કલાક લાગશે કામ પતાવતા, તું જમી લેજે મારી રાહ ના જોતી ” મોહિતે માધવીને જવાબ આપતા કહ્યું.

“મે કંઇ જમવાનુ બનાવ્યું નથી અને હુ કંઇ બનાવાની પણ નથી. તમારે તો રોજે કામ કામને કામ, કોઇ દિવસ કંઇક હોય તો પણ સમયસર ધરે નહી આવવાનુ.” માધવીએ થોડો ગુસ્સો કરતા મોહિતને કહ્યું.

“કામ હોય તો કેવી રીતે ધરે આવુ યાર, અને આજે શુ છે? હે…?” મોહિતે માધવીને જવાબ આપતા આજના દિવસ વિશે પુછ્યુ.“મને ખબર છે પણ મારે નથી કહેવુ, બધુ મારેજ યાદ કરાવાનુ, યાદ રાખવાની તસ્તી નહી લેવાની કોઇ દિવસ પણ…” માધવીએ મોહિત પર વધુ ગરમ થતા કહ્યું.

“અરે…કહેતો ખરી, આ કામની મગજમારીમા ભુલાય જાય છે મને, એટલે તને પુછ્યુ. ” મોહિતે માધવીને વિનંતી કરતા કહ્યું.

“ભુલાય જાય એ મારો પ્રોબ્લમ નથી…યાદ આવે તો મને ફરી કોલ કરીને કહેજો, હુ કંઇ જમવાનુ બનાવાની નથી તમારે જયારે ધરે આવુ હોય ત્યારે આવજો ” માધવીએ મોહીતને કહ્યું.

” ઓકે…હુ ઓફીસ પરથી આવુ ત્યારે જમવાનુ પાર્સલ કરાવીને લેતો આવીશ, બોલ તારે શુ ખાવુ છે ” મોહિતે માધવીને વધુ ભાવ ન આપતા કહ્યું.

“મારે આજે કંઇ ખાવુનથી,તમે પાર્સલ નહી લાવતા…બાય ” માધવીએ તેની નારાજગી યથાવત રાખતા મોહિતને કહ્યું અને તેને તેનો કોલ કટ કરી નાખ્યો. મોહિત ફરી માધવીને કોલ કરી રહ્યો હતો તો માધવીનો મોબાઇલ સ્વીસ ઓફ આવી રહ્યો હતો. માધવી તેના બેડ પર, મોહિત સાથેનો તેનો ફોટો જોઇને રડી રહી હતી. તે મોહિતની ધરે આવવાની રાહ જોઇ રહી હતી. થોડીવાર પછી તે રડતી રડતી બેડ પર સૂઇ ગઇ.મોહિત તેની ઓફિસના કામમા વ્યસ્ત હતો. ત્યા તેના મોબાઇલના વ્હોટસએપ પર તેની ફોરેનમા રહેતી બહેનનો મેસેજ આવ્યો. તેને મેસેજ ઓપન કરો અને જોયો. મોહિતને આ મેસેજ આવ્યો એટલે તેને માધવીની નારાજગીના રાઝ વિશે ખબર પડી ગઇ. મોહિત તરતજ ઉભો થયો અને તે તેના બોસની કેબીનમા ગયો અને તેને ધરે જવા માટે રજા લીધી. તે તરતજ તેનુ બાઇક લઇને ધરે આવવા માટે નીકળ્યો.

* * * * * * * * * * * * * * * * * * * * *

મોહિત તેના ધરે આવ્યો અને તેને ડોરબેલ વગાડી પણ કોઇએ દરવાજો ખોલ્યો નહી. મોહિતે ફરી ડોરબેલ વગાડી. ડોરબેલનો અવાજ સાંભળી ને સૂતેલી માધવી તેના બેડરૂમ માથી બહાર આવી અને તેને દરવાજો ખોલ્યો. તેની સામે મોહિત ઉભો હતો. માધવીએ મોહિત સાથે કોઇ વાત ના કરી.

મોહિત ધરની અંદર આવ્યો અને તેનુ ઓફીસ બેગ ટેબલ પર મુક્યુ. માધવીએ મુંગા મોંઢે પાણીનો ગ્લાસ મોહીતને આપ્યો.

“માધવી, તું મારી જોડે વાત કરે તોજ હુ આ પાણી પીવાનો નહીતો નહી પીવ.” મોહિતે માધવી સામે જોતા કહ્યું.

“તમારે પાણી પીવુ હોય તો પીવો, પણ મારે તમારી જોડે વાત નથી કરવી ” માધવીએ મોહીતની ઓફિસ બેગ બેડરૂમમા લઇ જતા કહ્યું. માધવીને મોહિતનુ બેગ રોજ કરતા આજે થોડુ વજનદાર લાગતું હતું. તેને બેગ ખોલુ તો તેની અંદર એક મરુન કલરનું ટોપ અને મરુન કલરની હાઇહિલ હતી. આ જોઇને માધવીના ચહેરા પરની નિરાશા એક પલમા પાયમાલ થઇ ગઇ. માધવીનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો અને તેના પગ મોહિતને મળવા માટે આતુરતાથી ઉપડ્યા ત્યા તે મોહિત સાથે અથડાણી અને મોહિતે માધવીને તેની બાહોમા પકડી લીધી. મોહિત માધવીની એકદમ પાછળ જ ઉભો હતો. મોહિતે માધવીના હોઠ પર તેના હોઠ નમાવ્યા, ત્યા માધવીએ મોહિતના હોઠ પર પોતાનો હાથ મુકી દીધો અને તે મરુન ટોપ અને મરુન હિલ લઇને ફટાફટ મોહિતની બાથ માથી છુટીને મોહિત સામે જોર જોરથી હસ્તી બીજા રૂમમા ચાલી ગઇ અને દરવાજો બંધ કરી દીધો. મોહિત દરવાજાની બહાર તેની રાહ જોતો ઉભો હતો.

“માધવી..દરવાજો ખોલ, મારે તને એક વાત કહેવી છે ” મોહિતે બંધ દરવાજાની બહાર ઉભા રહીને રૂમની અંદર રહેલી માધવીને કહ્યું.

“થોડી વાર રાહ જોવો, હુ હમણાજ બહાર આવુ છુ ” માધવીએ મોહીતને કહ્યું.

“સમય ના લગાડતી બોવ, જલ્દી બહાર આવ ” મોહિતે માધવીનો જવાબ સાંભળીને કહ્યું.

“હુ બહાર આવુ છુ, પણ તમે પહેલા તમારી આંખો બંધ કરો ” માધવીએ બંધ રૂમ માથી જવાબ આપ્યો.

“અરે..યાર….તું આવા બધા નાટક ના કરાવ, જલ્દી બહાર આવને ” મોહિતે તેનુ માથુ ખંજવાળતા માધવીને કહ્યું.

“ના…તમે પહેલા આંખો બંધ કરો અને હુ બહાર આવીને તમને આંખો ખોલવાનુ કહુ ત્યારેજ તમે આંખો ખોલજો ” માધવીએ મોહીતને સમજાવતા કહ્યું.

“પણ તું કેમ મારી જોડે આવા નખરા કરાવે છે એ મને નથી સમજાતું, હુ આંખો બંધ કરીને તું કહીશ ત્યારે મારી આંખો ખોલીશ તો શુ તું બદલાઇ જઇશ?” મોહિતે માધવીને કહ્યું.

“શુ થશે,શુ હશે એ તો તમે આંખો ખોલશો એટલે તમને જોઇને ખબર પડી જશે…તમને મજા આવી જશે ” માધવીએ મોહીતના સવાલનો જવાબ આપતા કહ્યું.

“સારુ…ચાલ…હુ આંખો બંધ કરું છું, તું બહાર આવ ” મોહિતે તેની આંખો બંધ કરતા માધવીને કહ્યું.

“ના..તમે પહેલા મારી કસમ ખાવ કે જયા સુધી હું આંખો ખોલવાનુ ના કહું ત્યા સુધી તમે આંખો નહી ખોલો …” માધવીએ મોહિતને તેના વિશ્વાસમા લેવા માટે તેની કસમ ખાવા કહ્યું.

“તારી કસમ બસ, તું કહીશ ત્યારે જ હુ આંખો ખોલીશ…હવે મહેરબાની કરીને તું બહાર આવ ” મોહિતે માધવીની કસમ ખાતા કહ્યું. મોહિતે ખાધેલી કસમ સાંભળીને માધવી રૂમની બહાર આવી.

“મોહિત…હવે તારી આંખો ખોલ. ” માધવીએ મોહિતના કાનમા ધીમેથી કહ્યું. મોહિતના કાને માધવીના મધુર શબ્દો સાંભળીને આંખો ખોલી તો માધવી મોહિતને ભેટીને તેની સામે સ્માઇલ કરી રહી હતી.“થેન્કસ ફોર સુપર્બ સરપ્રાઈઝ…ડિયર ” મોહિતે માધવીના માથા પર પોતાનુ માથુ ટેકવતા કહ્યું.

“યુ આર મોસ્ટ વેલકમ…ડિયર” માધવીએ મોહિતની નજરમા તેની નજર પરોવતા કહ્યું. મોહિતે ફરી તેના હોઠથી માધવીના હોઠને સ્પર્શવાની કોશીશ કરી. પરંતુ માધવીએ ફરી મોહિતના હોઠ તેના એક હાથ થકી દાબી દીધા અને મોહિતને કહ્યું,

“મને…ભુખ લાગી છે…આપણે હવે જમવું જોઇએ ”

“સારુ…..ચાલ આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઇએ ” મોહિતે માધવીની સામે મલકાતા કહ્યું.

“પહેલા આ કપડા પહેરો પછી આપણે જઇએ “માધવીએ નવી કપડાની જોડી મોહિતના હાથમા મુકતા કહ્યું.

“થેન્કસ યાર…તું મારા માટે કપડા લઇ આવી તો મને કહેતી પણ નથી, આવુ થોડી ચાલે…યાર” મોહિતે માધવીએ આપેલા કપડા તેના હાથમા લેતા કહ્યું.

“સરપ્રાઈઝ કોઇને કહી ના શકાય, સમજ્યા તમે, હવે જલ્દી કરો..નહી તો જમવા જવામા મોડું થશે.” માધવીએ મોહિતને કહ્યું.

“થેન્કસ અગેઈન….આઇ લાઇક ધીસ સરપ્રાઈઝ “મોહિતે માધવીનો આભાર વ્યકત કરતા કહ્યું.

“વેલકમ…જલ્દી કપડા ચેન્જ કરો હવે “માધવીએ મોહીતને રૂમની અંદર ધીમેથી ધકેલતાકહ્યું અને રૂમનું બારણું બહારથી બંધ કર્યું.“માધવી…દરવાજો ખોલ, હુ તૈયાર થઇ ગયો છુ ” મોહિતે બંધ દરવાજાને ખડખડાવતા માધવીને કહ્યું. માધવીએ આ ખડખડાટ સાંભળીને બંધ દરવાજો ખોલ્યો. મોહિત મરુનશટઁ અને બ્લેક પેઇન્ટમા સજ્જ થઇને માધવી સામે મલકાઇ રહ્યો હતો. માધવીએ મોહિતને જોઇને આંખ મારતા મસ્ત લાગે છે એવો ઇશારો તેના હાથથી મોહિતને કર્યો. મોહિતે માધવીને તેના શટઁનો કલર તેના હોઠની મરુન લિપસ્ટીક સાથે મળતો આવે છે એવો ઇશારો કર્યો. માધવીએ મોહિતનો આ ઇશારો જોયને તેને ફલાઈંગ કિસ આપી. ત્યાર બાદ તરતજ મોહિતે માધવીનો હાથ તેના હાથમા પકડ્યો અને બન્ને ડિનર માટે કાર લઇને ધરની બહાર નિકળ્યા.

“આપણે…કંઇ રેસ્ટોરન્ટમાં જમવા જવાનુ છે? ” મોહિતની બાજુની સીટ પર બેઠેલી માધવીએ પૂછ્યું.
” મને નથી ખબર….” મોહિતે કારનુ સ્ટેરીંગ ફેરવતા માધવીને જવાબ આપ્યો.

“તમારે ના કહેવુ હોય તો નહી કહેતા, પણ તમે ખોટુ ના બોલો ” માધવીએ મોહીતની સામે જોતા કહ્યું.

” મારે તને નથી કહેવુ..અને હુ ખોટુ નથી બોલતો ” મોહિતે ગાડીને રસ્તાની એક ગલી તરફ વાળતા માધવીને કહ્યું. મોહિતનો આ જવાબ સાંભળી ને માધવીનુ મોઢુ ચડી ગયુ. મોહિતે તેની કારને પાર્કિંગ એરીયામા બ્રેક કરી. માધવીએ જોયુ તો એક રેસ્ટોરન્ટની સામે મોહિતે કાર ઉભી રાખી હતી.

મોહિત કાર માંથી બહાર નિકળ્યો અને માધવીની સીટની વિન્ડો પાસે ગયો. તેને માધવીને બહાર આવવા કહ્યું પણ માધવીએ કોઇ સંકેત ના આપ્યો. મોહિતે માધવીનો હાથ પકડ્યો અને કહ્યું,

“સોરી…યાર…ચાલ જલ્દી કરને…મને ભુખ લાગી છે ”

“તમે મે રેસ્ટોરન્ટનુ નામ પુછ્યુ તો મને ના કહ્યું, એટલે મારે નથી આવવુ…” માધવીએ ગુસ્સો કરતા મોહિતને કહ્યું.

“હુ તને સરપ્રાઈઝ આપવા માગતો હતો એટલે મે તને રેસ્ટોરન્ટનુ નામ ના કહ્યું” મોહિતે માધવીને સ્પષ્ટતા કરતા કહ્યું.

“સોરી…” માધવીએ મોહિતને કહ્યું.

“કેમ…મને સોરી? ” મોહિતે મુંઝવણ અનુભવતા માધવીને કહ્યું.

“તે મને સરપ્રાઈઝ આપ્યું તો પણ મે તારી સાથે હમણા થોડીવાર પહેલાં ખરાબ વર્તન કર્યું તે માટે ” માધવીએ તેનો ચહેરો નીચે રાખીને કહ્યું.

“ઓહ…કંઇ વાંધો નહી, તું ચાલ સરપ્રાઈઝ તો રેસ્ટોરન્ટની અંદર છે ” મોહિતે માધવીના ગાલ પર તેના હાથ મુકતા કહ્યું.

“ચાલ….” માધવીએ કાર માથી બહાર આવતા મોહિતનો હાથ પકડતા કહ્યું.

“ચાલ….” મોહિતે માધવીની સામે જોતા કહ્યું અને બન્ને એકબીજાનો હાથ પકડીને રેસ્ટોરન્ટની અંદર ગયા.

મોહિત અને માધવી તેના રીઝવ કરેલા ટેબલ પર બેઠા. વેઇટર હાર્ટ શેપની કેક લઇને તેના ટેબલ પર આવ્યો. બન્નેએ સાથે મળીને કેક કટ કરી અને એકબીજાને કેકના પીસ ખવડાવીને તેની મેરેજ એનીવર્સરી વિશ કરી. ત્યાર બાદ બન્નેએ સ્નેહભરી વાતો કરતા કરતા કેન્ડલ લાઈટ ડિનર લીધુ અને ધરે પાછા ફર્યા.

* * * * * * * * * * * * * * *

મોહિત ધરની અંદર આવ્યો અને તે બેડરૂમમા સેટી પર ઢળી પડ્યો. માધવીએ ધરનો દરવાજો બંધ કર્યો અને તેને ધરના હોલની લાઇટો બંધ કરી અને તે તેના બેડરૂમમા ગઇ. તેને જોયુ તો મોહિત બેડ પર આંખો બંધ કરીને સુતો હતો.

“તમે કેમ સુઇ ગયા, શુ થયુ?” માધવીએ મરુન હિલ્સ તેના પગમાથી કાઢતા કહ્યું.

“મને…એસીડીટી થઇ ગઇ છે ” મોહિતે તેના પેટ પર પોતાનો હાથ મુકતા કહ્યું.

“થોડુ ઓછુ જમ્યા હોત તો તમને એસીડીટી ના થઇ હોત ” માધવીએ તેને જોઇ રહેલા મોહિતને કહ્યું.

“આજે આપણી મેરેજ એનીવર્સરી હતી અને તેનુ કેન્ડલ લાઈટ ડિનર હતું…તારી જોડે..તો પછી હુ ઓછુ થોડુ ખાવ યાર ” મોહિતે માધવીને જવાબ આપતા કહ્યું.

“સારુ…હુ તમારી માટે દુધ લઇ આવુ છુ, તેને પી જશો તો તમને સારુ થઇ જશે ” માધવીએ મોહીતને કહ્યું અને તે રસોડામા ગઇ. તેને દુધનો ગ્લાસ ભર્યો અને તે લઇને બેડને ટેકો દઇને બેઠેલા મોહિત સાથે બેઠી.

“આ એક ગ્લાસ દૂધ ગટગટાવી જાવ, એસીડીટી તરતજ છૂમંતર થઇ જશે ” માધવીએ મોહિતના હોઠ પાસે દુધનો ગ્લાસ ધરતા કહ્યું. મોહિતે માધવીના કહેવા પ્રમાણે કકર્યું. માધવીએ ખાલી થયેલો ગ્લાસ તેના બેડની બાજુમા પડેલા ટેબલ પર મુક્યો.

“તમે મને મરુન હિલ અને મરુન ટોપ કેમ આપ્યુ? ” માધવીએ મોહીતના દિલ પર પોતાનો હાથ ફેરવતા પુછ્યુ.
“કેમ કે તને મરુન કલર વધુ પસંદ છે એટલે ” મોહિતે મરુન નેઇલ પોલીશ થી રંગાયેલા નખને તેના હાથથી પંપાળતા માધવીની સામે જોતા કહ્યું.

“ઓહ…તમને કેવી રીતે ખબર પડી કે મને મરુન કલર વધુ પસંદ છે? ” માધવીએ મોહીતના ખભા પર તેનુ માથુ ઢાળતા ફરી એક સવાલ મોહિતને કરો.

“તું રોજે તારા હોઠ, મરુન લિપસ્ટીકથી સજાવે છે તે જોઈને મને તારી પસંદગીના કલર વિશે ખબર પડી ” મોહિતે માધવીના હોઠ પર તેની આંગળી ફેરવતા કહ્યું.

“અહમમમ…તમે આવુ ના કરો, તમારી આ હરકતને હિસાબે મારા હોઠ ખરાબ થઇ જશે ” માધવીએ તેના હોઠ પરથી મોહિતની આંગળીને હટાવતા હળવા હાસ્ય સાથે કહ્યું .

“તમને ખબર છે , મને આ હાઇહિલ પહેરવી નથી ગમતી ” માધવીએ મોહીતને કહ્યું.

“તને હાઇહિલ કેમ નથી ગમતી? ” મોહિતે માધવીના ખભા પર તેની આંગળીઓ હળવેકથી ફેરવતા ફેરવતા કહ્યું.

“કેમ કે મારે ધીમે ધીમે ચાલવુ પડે છે, અને ગબડી ના પડાય એટલે તમારો હાથ પકડીને ચાલવુ પડે છે ” માધવીએ મોહીતને સ્પષ્ટતા કરતા કહ્યું.

“તું મારો હાથ પકડીને, મારી સાથે ધીમે ધીમે ચાલે એ મને ખુબજ આનંદ પ્રીય લાગે છે, એટલેજ મે તને જાણી જોઈને તે હાઇહિલનુ સરપ્રાઈઝ આપ્યું ” મોહિતે માધવીને તેના બન્ને હાથથી વીંટળાતા કહ્યું.

“મને તમારુ આ સરપ્રાઈઝ ગમ્યુ ” માધવીએ મોહીત સામે આંખ મીચકારતા કહ્યું.

“તે મને મરુન શટઁ કેમ ગીફ્ટમાં આપ્યું? ” મોહિતે માધવીની અડધી ખુલ્લી ગોરી સાથળ પર તેનો હાથ મુકતા પુછ્યુ.

“કેમ કે મરુન મને ગમતો મારી પસંદગીનો કલર છે એટલે ” માધવીએ તેના નાકથી મોહિતના નાકને સ્પશઁતાકહ્યું. મોહિત માધવીના આ શબ્દો સાંભળીને માધવીની આંખોમા આંખ પરોવીને સ્મિત કરી રહ્યો હતો. માધવી પણ તેની સામે સ્મિત કરી રહી હતી.

“આજે તમે મને, આપણી મેરેજ એનીવર્સરી પર નાના મોટા સરપ્રાઈઝ આપ્યા તે મને ગમ્યુ, પરંતુ તમે મારા માટે કોઇ ગીફ્ટ ના લાવ્યા ” માધવીએ મોહીતની સામે તેના હોઠ મરડતા કહ્યું.

” મને ગીફ્ટ આપવા કરતા નાના મોટા સરપ્રાઈઝ આપવા વધુ ગમે છે ” મોહિતે માધવીના અડધા ખુલ્લા ગોરા સાથળ પર હાથ સરકાવતા કહ્યું.

“ઓહ…એવુ, તો હવે તમારે મને કોઇ સરપ્રાઈઝ આપવાનુ બાકી છે ” માધવીએ તેના સાથળ પર મોહીતના સરકી રહેલા હાથને પકડતા કહ્યું.

એક સરપ્રાઈઝ આપવાનુ બાકી છે ” મોહિતે તેની સામે જોઇ રહેલી માધવીને કહ્યું.“ઓહ…તો આ બાકી રહી ગયેલુ સરપ્રાઈઝ મને જલ્દી આપો ” માધવીએ મોહીતને કહ્યું.

“સારુ…તું તારી આંખો બંધ કર પહેલા, પછી તને હુ બાકી રહેલુ સરપ્રાઈઝ આપુ ” મોહિતે માધવીની કમરને પકડીને કહ્યું.

મોહિતની વાત સાંભળી ને માધવીએ તેની આંખો બંધ કરી. તરત જ મોહિતે તેના બેડરૂમની લાઇટ ઓફ કરી અને નાઇટ લેમ્પ ઓન કર્યો. નાઇટલેમ્પનુ ઓછુ અંજવાળુ બેડરુમના અંધારાની આબેહુબતા વધારી રહ્યુ હતું. માધવીની આંખો હજુ બંધ હતી. મોહિતે તેના પેન્ટના ખિસ્સામા હાથ નાખ્યો અને એક નાનુ બોક્સ,તે ખીસ્સા માથી કાઢયું.

મોહિતે તે બોક્સ ઓપન કરી અને તેમા રહેલી ડાયમંડ રીંગ માધવીની આંગળીમા પહેરાવી. મોહિતે માધવીને તેની આંખો ખોલવા કહ્યું. માધવીએ તેની આંખો ખોલી તો તેની આંગળીમાં રહેલી રીંગનો ડાયમંડ ચમકી રહ્યો હતો. મોહિત માધવીની સામે જોઈને હળવુ હસ્યો.

“આઇ લવ યુ….” માધવીએ મોહિતના હોઠ સામે તેના હોઠ રાખતા કહ્યું.

“આઇ લવ યુ ટુ…” મોહિતે માધવીના ટોપ નીચે દબાયેલા સાથળ પર તેનો હાથ સરકાવતા કહ્યું. મોહિતના હળવા નરમ હાથના ગરમ સ્પર્શથી તરતજ માધવીના શરીરમા આવેગોની ઝણઝણાટી પેદા થઇ, જેના હિસાબે માધવીના મરુન નેઇલપોલીશથી રંગાયેલા નખ મોહિતના વાહામા વાગી રહ્યા હતા અને બીજી બાજુ મોહિત અને માધવી એકબીજાના હોઠને ચાખી રહ્યા હતા. મોહિત અને માધવીના દિલના ધબકારા એકબીજા સાથે અથડાઇ રહ્યા હતા.

* * * * * * * * * * * *

લેખક: ખોડીફાડ મેહુલ (ગુરુ)

દરરોજ અલગ અલગ વિષયની વાર્તાઓવાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી