“સબક”- વાર્તા, ખુબ સરસ સબક શીખ્વાડીયો એ છોકરીએ…..

“સબક”

હિનાએ સીવલેસ વાઇટ ટીશટઁ અને નેવીબ્લુ શોટઁ કેપરી પહેરેલી છે.આંખો રેબનના બ્લેક ગોગલ્સથી ઢંકાયેલી છે.આ કાળા ગોગલ્સ તેના ગોરા,નરમ,અને હાસ્યના ખંજન થી ખીલી રહેલા તેના કુણા ગાલ વાળા ચહેરાને,વધુ મનમોહક બનાવી રહ્યા હતા.તો મરુન,લિપસ્ટીકથી રંગાયેલા તેના હોઠ,તેને વધુ હોટ ફેવરીટ બનાવી રહયા હતા.તેના પગના કોમળ તળીયા,ઉંચી એડીની હાઇ હિલથી ઢંકાયેલા હતા.તેના ખુલ્લા છુટા વાળની લટો,પવનમા લહેરથી લહેરાતી હતી.ખંભા પર પસઁ લટકી રહ્યુ હતુ, તેના હાથ અને કમર પરનુ,કાળુ ટેટુ રોડ પરની દુનિયાને નિહાળી રહ્યુ હતુ.કાનમા ઇયર ફોન અને રેડ નેઇલ પોલીશ કરેલા હાથમા આઇફોન લઇને,હિના કોલેજથી છુટીને હોસ્ટેલ તરફ એકલી ચાલીને જતી હતી.

“Hey……”બાઇકને હિનાની નજીક ધીમી પાડતા એક છોકરો બોલ્યો. હિનાએ કંઇ પણ રીસ્પોન્સ આપ્યા વગર ચાલવાનુ શરૂ રાખ્યુ.થોડીજ વારમા હિનાએ તેની હોસ્ટલમા પ્રવેશ કર્યો,તેને જોયુ તો પેલો છોકરો તેના હોસ્ટેલના ગેટથી થોડે દૂર રહીને,એકી નજરે તેને તાકી રહ્યો હતો.

હિના બીજે દિવસે સવારમા પોતાનુ બેગ લઇને, હોસ્ટેલથી ચાલીને કોલેજ તરફ આવી રહી હતી.
“Hey….good morning….how are you ” બાઇક ચલાવી રહેલો છોકરો બોલ્યો.હિનાએ જોયુ તો તેને ખબર પડી ગઇ કે,ગઇ કાલે હોસ્ટલના ગેટ સુધી તેની પાછળ આવેલો તેજ છોકરો છે.હિનાએ કોઈજ રીપ્લે ના આપ્યો અને કોલેજ તરફ ચાલતી થઇ.પેલો છોકરો ધીમે ધીમે પોતાનુ બાઇક લઇને,કોલેજ તરફ જઇ રહેલી હિનાને ફોલો કરી રહ્યો હતો.
હિનાએ પોતાના ગોગલ્સ ઉતારીને તેના પસઁમા મુકયા.ગોગલ્સથી અલગ થયેલી તેની આંખો,અણધારા સંજોગે ભુલથી પેલા છોકરા સાથે મળી અને તે છોકરો બોલ્યો,”wow…”.હિના ચુપચાપ પોતાની કોલેજના કેમ્પસ તરફ ચાલતી થઇ.

“પેલો છોકરો કોણ હશે?તે કેમ મને ફોલો કરે છે? હુ તેને ઓળખતી નથી તો પણ કેમ તે મારી જોડે વાત કરે છે?હુ શુ કરુ?હવે પછી તે મને ફોલો ન કરે તો સારુ.”છેલ્લી બેંચ પર બેઠેલી હિનાનુ મગજ આવુ કંઈક મંથન કરી રહ્યુ હતુ.

“રોલ નંબર 18… રોલ નંબર 18…..”મેડમ કલાસમા હાજરી પુરી રહ્યા હતા અને યસનો જવાબ ના મળતા આ રોલ નંબર બોલી રહ્યા હતા
“યસ…મેમ…”હિના તેના મગજનુ મંથન મંદ કરતા બોલી.
“સવાર….સવારમા…મગજ ને કયા મુકીયાવો છો”નાકની નીએ રહેલા ચશ્માના કાચની ઉપરથી જોઇને,મેડમ હિના પર ત્રાડુકી.

“સોરી…મેમ “હિનાએ માફી માગતા કહ્યુ.લેકચરમા ભણાવાનુ ચાલુ થયું.હિનાની નજર ગ્રીન બોડઁને તાકી રહી હતી,પરંતુ હિનાનુ મગજ હજુ પણ તેની સાથે સવારે થયેલા અણગમતા ઇનસીડન્ટના વિચારોમા વિટળાયેલુ હતું.હિના નુ મન આજે કોલેજના લેકચરોમા લાગતુ નહોતું.અંતે ચાર વાગ્યે તેનો છેલ્લો લેક્ચર પુરો થયો અને તે કોલેજથી નીકળીને હોસ્ટેલ પર જવા માટે ચાલતી થઇ.તે થોડુ ચાલી ત્યાજ પેલા બાઇક વાળા છોકરાયે પોતાની બાઇનો હોનઁ મારો અને હિનાને પોતાની બાઇક પાછળ બેસી જવાનો પ્રસ્તાવ મૂક્યો.

“સોરી….તેની કોઇ જરૂર નથી,હુ ચાલીને જતી રહીશ ” હિનાએ ગભરાતા સ્વરે જવાબ આપ્યો.
“ઓહ….તો તારું નામતો કહેતી જા મને “પેલા છોકરાયે ફરી,હિનાને પુછ્યુ.
“ગેટ.. લોસ્ટ….ગો…અહેડ..”ગુસ્સાથી ગરમ થયેલી હિનાએ પેલા છોકરાને કહ્યુ .
“ગીવ મી યુ આર મોબાઈલ નંબર પ્લીઝ “ફરી પેલા છોકરાયે,હિનાને કહ્યુ.

“ગેટ..લોસ્ટ…ગો નાવ…એન્ડ લિસન,આઇ હેવ અ બોય ફ્રેન્ડ,સો સ્ટોપ ફોલોવીંગ મી…પ્લીઝ”હિનાએ ગુસ્સાની ગરમી બતાવતા પેલા છોકરાને કહ્યુ.હિનાના ચહેરામા ગુસ્સાની લાલાશ અને પરસેવાની બુંદો જણાતી હતી.હિના ઉતાવળા પગે,તેની હોસ્ટલ તરફ ચાલી રહી હતી.પેલો છોકરો હજુ તેની બાઇક લઇને તેની પાછળ આવતો હતો.હિના ફટાફટ પોતાના હોસ્ટેલની અંદર આવે છે અને પોતાના રૂમમા જાય છે.આવીને અરીસામા પોતાનો ચહેરો જોવે છે,પોતાના ચહેરાને અરીસામા જોતાની સાથેજ તેની આંખો માંથી આંસુ બહાર વહી આવે છે. તે પોતાનો રૂમ બંધ કરીને ખુણામાં બેસી જાય છે. આખો રૂમ અંધારાથી ભરાયેલો છે,રૂમમા ફરી રહેલા પંખાનો અવાજ આવતો જણાય છે .તો ખુણામા મુંજાયેલી,રડી રહેલી હિનાના હિબકા આ અવાજમા હણાય છે.

“હમણા થોડા દિવસ કોલેજ નથી જવુ….થોડા દિવસ નહી જાવ એટલે બધુ ઠીક થઇ જશે…મારા કલાસમા તો હુ એકજ છોકરી છુ…મને થતી હેરાન ગતી હુ કોને કહુ.ના કોલેજતો જવુજ પડશે.. કેમ કે બે મહીના પછી exam છે.શુ કરુ હુ. મને સમજાતુ નથી.”હિનાના મગજમા આવા વિચારોના વમળો,પોતાની ઉપર ફરી રહેલા પંખાના પાખીયાની જેમ ફરતા હતા.

* * * * * * * * * * * * *

સવારનો સુરજ ઉગી રહ્યો હતો.બારી માથી સુરજના કુમળા કિરણો,હિનાના ગાલ પર પડી રહ્યા હતા.સુરજના કિરણનો અચાનક થતો આ હુફાળો સ્પર્શ હિનાની ગાઢ નિંદરને જગાડી રહ્યો હતો. હિનાએ બગાસુ ખાતા અને આળસ મરડતા પોતાનો મોબાઈલ ચેક કરો તો ખબર પડી કે તેને ઉઠવામા લેટ થઇ ગયું છે.તે ફટાફટ તૈયાર થાય છે.હિનાયે આજે સિમ્પલ ડ્રેસ પહેરો હતો.

તે પોતાના ગોગલ્સ પહેરવા નહોતી માગતી પરંતુ પેલા છોકરાની નજરથી પોતાની નજરને બચાવા માટે તે ગોગલ્સ પહેરીને,ચહેરા પર ઓઢણી બાંધીને હોસ્ટેલ પર થી કોલેજ જવા નિકળે છે.તેને ગેટની બહાર જોયુ તો પેલો છોકરો નહોતો ઉભો.તે જોયને તે પોતાના કોલેજના રસ્તા તરફ ચાલવા લાગી.ત્યા જ તેની બાજુમા એક બાઇક આવી,તેને ખબર પડી ગઇ કે આ પેલો ના લાયકજ છે.
તેને ગભરામણ થવા લાગી.તે કશુજ બોલી નહી.

“તને એમ કે તુ ડ્રેસ પહેરીને,મો ઢાંકીને બહાર નિકળીશ તો હુ તને નહી ઓળખુ એમ,ઇમપોશીબલ….તારા આ રેબનના ગોગલ્સ પરથીજ હુ તને ઓળખી ગયો…હા..હા…હા…હા..”તે છોકરો અટકયા વગર ખડખડાટ હસી રહ્યો હતો.હિના ઉતાવળા પગે પોતાના કોલેજના ગેટ તરફ ચાલી,પેલા છોકરાયે પણ પોતાની બાઇકની સ્પીડ વધારી અને તેની પાછળ છેક,હિનાના કોલેજના ગેઇટ સુધી ગયો.હિના ફટાફટ પોતાના કેમ્પસમા જતી રહી.

હિના કોલેજની કેન્ટીનમાં જાય છે.તે ચહેરા પર બાંધેલી ઓઢણી ને છોડે છે અને વોશરૂમના અરીસામા પોતાનો ચહેરો જોવે છે.તેની આંખો આંસુથી છલકાતી હતી.ચહેરા પર ગભરાહટની ગમગીની જણાતી હતી.તેને વોશબેસીન નો નળ ઓપન કરો અને તેમાથી બહાર વહી આવતા ઠંડા પાણીની જાલક પોતાના ચહેરા પર મારી અને પોતાનો ચહેરો સાફ કરો.તે કેનટીનના એક ટેબલ પર બેઠી અને એક સેન્ડવીચ અને કોફી ઓડર કરી.થોડી વારમાં વેઇટરે તે બન્ને વસ્તુ,હિનાના ટેબલ પર મુકી.એક તરફ હિનાના બ્લેક ગોગલ્સ અને બીજી બાજુ તેનુ પસઁ પડુ હતું.આ બન્નેની વચ્ચે પડેલી ગરમ કોફી માથી વરાળ હવામા ઉડી રહી હતી.પ્લેટમાં એક સેન્ડવીચ અને ટોમેટો કેચઅપ પડેલુ હતુ.હિના તેની સાથે થઇ રહેલી છેડતીના વિચારોમા ખોરવાયેલી હતી.કોફી માથી હવે વરાળ નીકળતી ન હતી તે ઠંડી પડી ગઇ હતી.સેન્ડવીચ અને ટોમેટો કેચઅપ પર માંખીઓ ઉડી રહી હતી.બીજી બાજુ હિના વિચારોના વાવાઝોડામા ઝુડાઇ રહી હતી.હિનાએ તે સેન્ડવીચ અને કોફીને પડતી મુકી અને પોતાનુ બીલ પે કરીને પોતાના ક્લાસ તરફ ચાલતી થઇ.પરંતુ હિના પોતાના કલાસમા ન ગઇ અને કોલેજ કેમ્પસની એક બેન્ચ પર બેસી ગઇ.

“શુ કરુ મને કશુ સમજાતુ નથી,ધરે મમ્મી પપ્પાને વાત કરુ,વાત કરવામા મને કોઇ પ્રોબ્લેમ નથી પણ મમ્મી પપ્પાને મારી ચિંતા કાયમ રહેશે.તેની બાઇક પણ નવી છે નહી તો તેની બાઇકનો નંબર પોલીસને આપીને તેનાથી છુટકારો મેળવેત.”આ બધા વિચારોના વળ,હિનાના મગજમા ચડી રહ્યા હતા.

હિનાએ પોતાની બોટલ માથી પાણી પીધું.પોતાના પસઁ માથી ઓઢણી કાઢીને, તેનાથી પોતાના ચહેરાને કવર કરીને કોલેજની બહાર નિકળી.પેલા છોકરાએ તેની બાઇક હિનાની પાછળ કરી.

“ચાલ…બેસીજા મારી પાછળ તને છોડી દઇશ તારી હોસ્ટેલ પર “પેલા છોકરાએ હિનાને કહ્યુ.આ સાંભળીને હિના તે છોકરાની બાઇક પર બેસી ગઇ. થોડીજ વારમાં હિનાની હોસ્ટલ આવી ગઇ.પેલા છોકરાએ બાઇક ઉભુ રાખ્યુ.હિના બાઇકની સીટ પરથી નીચે ઉતરીને પોતાની હોસ્ટલમા જતી હતી. ત્યા પેલો છોકરો બોલ્યો.

“તારો મોબાઇલ નંબર મને આપ”હિનાએ આ સાંભળીને તેનો મોબાઈલ નંબર પેલા છોકરાને આપ્યો.
હિનાના હાથમા રહેલા તેના મોબાઈલમા રીંગ વાગી.આ રીંગ સાંભળીને પેલો છોકરો બોલ્યો.
“આ મારો નબંર છે,સેવ કરી લેજે “.હિનાયે તે છોકરાનો મોબાઈલ નંબર સેવ કરો અને પોતાની હોસ્ટલમા જતી રહી.પેલો છોકરો પણ જતો રહ્યો.

હિનાએ ફટાફટ એક રિક્ષા પકડી અને પોલીસ સ્ટેશન પહોંચી ગઇ.હિનાએ પોલીસ અધિકારીને તેની સાથે રોજ થતી છેડતીની વાત કરી.પોલીસે હિનાને તે છોકરાને તેના મોબાઈલ પરથી ફોન કરીને મળવા માટે બોલાવ એમ કહ્યુ. હિનાએ કોલ લગાવ્યો અને પેલો છોકરો તેને મળવા આવ્યો.થોડીજ વારમા પોલીસની ગાડી આવી અને તે છોકરાને પકડી લીધો અને તેને પોલીસ સ્ટેશન લઇ ગઇ.પોલીસે હિનાનુ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરુ અને પેલા છોકરાને જેલમા નાખ્યો.હિનાએ પોતાની શાલાકી થી તે છોકરાને સખત સબક શીખવાડયો.

હિના પોતાના રૂમમા એકલી બેઠી હતી.તેની ઉપર ધુળથી ઢંકાયેલો પંખો ફરી રહ્યો હતો. હિના વિચારી રહી હતી કે “મે તે છોકરા સાથે ગંદારી કરી,મે તેની સાથે દગાખોરી કરી….ના …ના મે એવુ કંઇ નથી કરુ,મે જે પણ કરુ તે સાચુ છે,કેમ કે મે તેને પ્રેમથી દરખાસ્ત કરી તો પણ તેને મારો પીછો ના છોડ્યો.એટલે મારે આ શાલાકી ભરેલુ પગલુ લેવુ પડયુ.”હિના તેની જાત સાથે આ વાતો કરી રહી હતી.

“women’s respect greatest honour for every men.So please every man give respect to women”

લેખક : ખોડીફાડ મેહુલ (ગુરુ)

શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી