વાંચો અલગ પ્રકારની પ્રેમકહાનીની શરૂઆત…. શેર કરો લાઇક કરો અમારું પેજ…

“કંકુના”

“તમારુ નામ શુ છે ?”અંકીતે અવની ને પુછ્યુ.
“મારુ નામ અવની છે ” ઝુલા પર બેઠેલી અવનીએ,કુણા સ્મીત સાથે,અગાસીમા રહેલા ઝુલા પર હિંચકતા જવાબ આપ્યો.
“તમારુ નામ મને ગમ્યુ “અંકીતે અવની ની આંખોમા પોતાની આંખો પોરવતા કહ્યુ.
“આભાર…તમારુ શુભ નામ મને જણાવશો તમે?” અવનીએ પોતાના માથાના વાળની લટકતી લટને સરખી કરતા,અંકીત ને પુછ્યુ.
“મારુ નામ અંકીત છે “અંકીતે,અવનીના પલકારા મારતા, નમણા નયન ને નિહાળતા જવાબ આપ્યો.

“તમારા એજ્યુકેશનની ડીટેઇલ મને કહેશો જરા ?”અંકીતે,અગાસી પરથી ઉડતા પક્ષીને નિહાળી રહેલી અંકીતાને પુછયુ.
“હા…ઓફકોર્સ…કહીશ…મે B.COM કરીને, MBA કયુઁ છે.”અંકીતાએ પોતાના બન્ને હોઠને,એકમેક પર રગડતા જવાબ આપ્યો.તેની આ રગડનેસથી તેના હોઠની લિપસ્ટીક,લાજવાબ બની હતી.અંકીતની નજર,આ નજારાને નિહાળી રહી હતી.
“ગુડ…તમે હાલ શુ કરો છો ?”અંકીતે ફરી સવાલ કર્યો અંકીતાને.
“હુ…હાલ કુકીંગ ક્લાસ કરુ છુ,મમ્મી પાસેથી કપડા વોશ કરતા શિખુ છુ.ધરમા રહેલુ ડાઇનીંગ ટેબલ,બેડ,શોફા, ખુરશીઓ ,ફલોર અને વોલનુ કલીનીંગ કરતા શિખુ છુ.”અવનીએ ,જરા પણ અચકાયા વગર,આનંદીત મને અંકીતને જવાબ આપ્યો.

“હમ…ઈન શોટઁ ધરના કચરાપોતા કરતા શીખો છો”અંકીતે અવનીના જવાબમા ઝણઝણાટી પેદા કરી નાખી.
“મિસ્ટર અંકીત,ગેટ લોસ્ટ,ગો આઉટ સાઇડ…નો અંકીતા,હોલ્ડ ઓન,કમડાઉન,મમ્મી કોલમી આઇ એમ ગુડ
ગર્લ,ઓકે…ઓકે..”અંકીતના જવાબથી,અંકીતાના મનમા આવેલો આ ગુસ્સો,પોતે પોતાની રીતે,મન ને મકકમ બનાવીને શાંત કરે છે.
“હા…તમે જે કહ્યુ એવુજ કંઈક કરુ છુ “અંકીતાએ પોતાના ચહેરા પર હાસ્ય હયાત કરતા જવાબ આપ્યો.
“તમે ફ્રી ટાઇમ કઇ રીતે પસાર કરો છો? “ખુરશીમા બેઠેલા અંકીતે પોતાનો પગ,બીજા પગ પર ચડાવતા અંકીતાને પુછયુ.

“હુ ફ્રી ટાઇમમા મારા દાદાજીને દવાખાને લઇ જાવ છુ,હુ અને દાદીમા મંદિરે દશઁન કરવા જઇએ,કોઇક વાર પપ્પાને તેના ઓફીસ વકઁમા મદદ કરુ,હુ અને મમ્મી વાતો કરીયે,મમ્મી જોડેથી ધરકામ,સમાજના કામ,રીતીરીવાજ વગેરે વિશે તેની જોડે વાતો કરીને તેને જાણવાની કોશીશ કરું.ધણીવાર હુ અને મમ્મી,સોશીયલ ફંક્શનમા પણ સાથે જઇએ.”અંકીતાએ પોતાના ખંભા પર સવારના ધીમા પવનમા,અંકીતની નજરની સામે લહેરાતા પોતાના કાળા,લાબા વાળમા હાથ ફેરવતા જવાબ આપ્યો.

“તમે ફ્રી ટાઇમમાં ટીવી જોવો છો?,થિયેટરમા મિત્રો સાથે મુવી જોવા જાવ? “અંકીતે ફરી અંકીતાને,એકપછી એક એમ બે સવાલ કર્યા.
“હુ ટીવી બોવજ ઓછુ જોવ છુ,મને મિત્રો સાથે થિયેટરમા મુવી જોવાનુ ગમે છે, પણ મારી કોલેજ પતી પછી હુ ક્યારે પણ નથી ગઇ મુવી જોવા.”અંકીતાએ અંકીતને જવાબ આપ્યો.
“તમે કોલેજ પતી,ત્યાર બાદ કેમ થિયેટરમાં મુવી જોવા નથી જતા,કોઇ ખાસ કારણ ?”ફરી અંકીતે અવની ને સવાલ કર્યો.
“ખાસ કારણ તો કંઇ નથી,મારા મિત્રો બધા,પોત પોતાના કામમા વ્યસ્ત થઇ ગયા,હુ પણ મારા ધરના કામમા વયસ્ત થઇ ગઇ,તો બધાએ સાથે મુવી જોવા જવુ પોશીબલ નથી,તો નથી જતા.”અંકીતાએ જવાબ આપ્યો.

“ગુડ….તમારી સાથે કોલેજમાં અભ્યાસ કરતા તમારા મિત્રો શુ કરે છે હાલ…તમને ખબર છે? “અંકીતે ફરી સવાલ કર્યો.
“હા,…મારી બે ફ્રેન્ડ,કેનેડાની એક સારી કંપનીમા જોબ કરે છે,મારો એક સ્કૂલમેટ લંડન ની એક ફાઇવસ્ટાર હોટલમા મેનેજર છે.”અંકીતાએ જવાબ આપ્યો.
“તમારા બધા ફ્રેન્ડ સારી રીતે,સારી જગ્યા પર સેટલ છે,તો પછી તમે કેમ જોબ ના કરી? “અંકીતે ફરી,અંકીતાને અજીબ સવાલ કર્યો.
“હુ પણ મારા કોલેજના કેમ્પસ ઇન્ટરવ્યુમા કેલિફોર્નિયાની એક કંપનીમા સિલેક્ટ થયેલી,પણ અમુક નજીવી બાબતોને હિસાબે ના જઇ શકી “અંકીતાએ જવાબ આપ્યો.

“સારી…જોબ મળતી હતી તો જવુ હતુ ને તમારે “અંકીતે અંકીતાને જવાબ આપતા કહ્યુ.
“હા,…તમારી વાત સાચી છે,પરંતુ મારે નહોતી કરવી જોબ હમણા એટલે જોબ શરૂ ના કરી.”હકારાત્મક અભિગમ સાથે અંકીતાએ જવાબ આપ્યો.
“કેમ…નહોતી કરવી જોબ હમણા તમારે?કોઇ ખાસ કારણ હતું એની પાછળ? “અંકીતે ફરી અંકીતાને પુછયુ.
“ખાસ કારણની તો મને ખબર નહી,પરંતુ બોવ બધા નાના-મોટા કારણો હતા,જોબ ન કરવા પાછળના .”અંકીતાએ,અટકયા વગર જવાબ આપ્યો .
“એવુ છે..એમ…પણ લોકો જનરલી જોબ કરવા માટે જ ભણતા હોય છે,તો પછી તમે જોબ સિલેક્ટ કરવાને બદલે,ધરકામમા લાગી ગયા..મને નવાઇ લાગે છે,તમારા આ ડિસીઝનથી “પોતાની આંખના નેણને ઉલાળતા,અંકીત બોલ્યો.

“હા…વાત તમારી સાચી છે કે,લોકો જનરલી જોબ કરવા માટે ભણતા હોય છે,પરંતુ ભણતર અને જોબથી બધુ પામી અને શીખી નથી શકતા “અંકીતાએ,અંકીતના સવાલનો જવાબ આપતા કહ્યુ.
“ઓહ…એવુ છે…સમજાવશો મને થોડો તમારો આ અભિગમ મને “જીજ્ઞાસુ વૃતિ વ્યકત કરતા,અંકીત બોલ્યો.

“હા…જરૂર સમજાવીશ,હુ ભણી એટલે મને વાંચતા આવડે છે.હર એક પ્રકારની રસોઈ રેસીપીની બુક મળે છે. હુ તે બુક વાંચીને,રસોઇ બનાવાનુ જાણી શકુ પરંતુ બનાવી ના શકુ,મારે રસોઇ બનાવવી હોય તો,રેસીપી પ્રમાણે બધુ કામ પ્રેકટીકલી કરવુ પડે.અભ્યાસ કાળ દરમિયાન,સમાજના રીતી રીવાજો હુ સોશીયલ સાયન્સમાં ભણી છુ,પરંતુ તે રીતી રીવાજો ની અનુભુતી કરવી હોય,તેના આદરની અનુભુતી કરવી હોય,તેની વાસ્તવિકતાને જાણવી હોય તો,આપણે આપણા સમાજમાં થતા પ્રસંગોમા જાતેજ ,હાજરા હજુર જવુ પડે,અમુક વાર આપણે પણ આવા પ્રસંગો કરવા પડે ત્યારે આપણને પોતાને તેની વિશે ખબર પડે.ધરની સાફ સફાઇ,કપડા ધોવા,સોફા સાફ કરવા,ધરના બગીચાની માવજત કરવી આ પણ એક ધરની તકેદારી અને સજાવટજ છે અને આ બધુ જાણવું,માણવુ અને શીખવુ હોય તો પોતાના ધરેજ આ બધા કામ કરવા પડે તોજ સાચી અને સારી રીતે શીખી શકાય.મે ભણીને કોર્પોરેટ જગતના મેનેજમેન્ટના ફંડા થોડા ધણા શીખી લીધા છે,પરંતુ મારે પણ ભવિષ્યમાં એક ઓફીસની વોકીંગવુમની સાથે સાથે એક હાઉસ વાઇફનો રોલ પણ પ્લે કરવાનો થશે એટલેજ મે જોબ કરવાની જગ્યાએ ધરકામની પસંદગી કરી જેથી કરીને મને ભવિષ્યમાં કોઇ તકલીફ ના પડે.”અંકીતાએ સમજુતી સભર જવાબ આપ્યો.

“ગુડ….તમારી વાત સાચી છે “અંકીતે સ્મીત સાથે સકારાત્મક જવાબ આપ્યો.
“આભાર…હુ આપણા માટે ચા લઇને આવી “હિંચકા પરથી ઉભી થતા અંકીતાએ અંકીતને કહ્યુ.અંકીતા અગાસી પરથી નીચે આવે છે.રસોડામા જઇને બે કપમા ગરમા ગરમ મસાલાથી મહેકતી ચા ભરે છે અને તેને કુકીજ ભરેલી ડીસમા મુકીને અગાસી પર જાય છે.અંકીતા,અંકીતની ખુરશી સામે પડેલી ત્રિપાઇ પર આ ચા અને કુકીજ વાળી ડિશ મુકે છે અને તે પોતે પણ ખુરશી લઇને અંકીતની સામે બેસે છે.ઠંડી હવાની લહેરથી,લહેરાતી એ ગરમા ગરમ મસાલાવાળી ચાની એ ગરમ વરાળ વાતાવરણને પણ મહેકેલુ,મેહફીલુ બનાવી રહી હતી.

“મે ચા બનાવી છે,તમે પીવો,તમને તે સારી લાગશે “અંકીતાએ ચાનો એક કપ અંકીત સામે મુકતા કહ્યુ.
“વાહ…મજા આવી ગઈ…મસ્ત ચા છે,આ કુકીજ પણ સારા છે “અંકીતે ચાની ચુસ્કી લેતા,અને કુકીજ ખાતા તે બોલ્યો.
“મે તમને કહેલુ ને તમને સારુ લાગશે,મજા આવશે “મલકાતા મલકાતા,પોતાના કપ માથી ચાનો ધુટડો ભરતા અંકીતા બોલી.
“હુ એક છેલ્લી વાત પુછુ તમને ?”અંકીતે ચાનો કપ ત્રિપાઇ પર મુકતા કહ્યુ.

“હા..તેમા મારી પરમીશની કોઈ જરૂર નથી “બન્ને હાથથી કપ પકડતા અંકીતા બોલી.
“મે તમને અલગ અલગ સવાલ કરીને,તમને જાણવાની કોશીશ કરી,પરંતુ મને નવાઇ એ વાતની લાગી કે તમે,મને મારા નામ સિવાય બીજું કંઇ પણ ના પુછયુ,કેમ એવુ ?”અંકીતે અસમંજસતા ભરો સવાલ અંકીતાને પુછયો.
“કેમ કે તમે મને જે પુછયુ તેના પરથીજ,મે તમારુ થોડુ ધણુ વ્યક્તિત્વ જાણી લીધુ અને જો આપણી સગાઇ ફાઇનલ થાય તો મારે પોતાને તમારી સાથે કેવુ રહેવુ,શુ કહેવુ,શુ કરવુ તે થોડા ધણા અંશે જાણી લીધુ છે.એટલે મે તમને તમારા વિશે વધુ ના પુછયુ. “અંકીતાએ ગભરાયા વગર,શરમાયા વગર સચોટ જવાબ આપ્યો.

“નાઇસ ટુ મીટ યુ “અંકીતે ખુરશી પરથી ઉભા થતા,અંકીતા સાથે હાથ મિલાવતા કહ્યુ.
“આભાર…મને પણ તમારી સાથે વાતો કરવાની મજા આવી “અંકીતાએ,અંકીત સાથે હાથ મિલાવતા કહ્યુ.
“તમારો મોબાઈલ નંબર મળી શકે મને “પોતના મોબાઈલનો લોક ઓપન કરતા અંકીતે અંકીતાને પુછયુ.

અંકીતાએ માદક સ્મીત સાથે અંકીતને મોબાઇલ નબંર આપ્યો.અંકીતે તેનો મોબાઈલ નંબર સેવ કરો અને bye કહીને ચાલતો થયો.ત્યા જ તેના કાન પર અવાજ સંભળાયો.
“ઑહ…હેલ્લો..મિસ્ટર,તમે મારો મોબાઈલ નંબર લઇને તેનુ શુ કરશો?”અંકીત સાથે મશ્કરી કરતા અંકીતા બોલી.
“હુ તેના પર કોલ કરીશ,તારી સાથે વાતો કરીશ ,તને જાણીશ,તને માણીશ “અંકીતે હસતા હસતા જવાબ આપ્યો .

“સારુ…તો કોલ કરજે…મને પણ તારો કોલ રીસીવ કરવામા,તારી વાતો સાંભળવામા,તને મારી બાબતો જણાવામા અને તને માણવામા રસ છે. “અંકીતાએ હરખાતા અંકીતને જવાબ આપ્યો.
બન્ને એકબીજા સામે જોઇને,એકબીજાના ચહેરા પરના સ્મીતની આપલે કરે છે.અંકીતા પોતાની અગાસી પરથી કારમા બેસી ગયેલા અંકીતને,કારના ગ્લાસમાં જોવે છે અને અંકીતા અંકીતને પોતાના હાથના ઇશારાથી bye…bye કરે છે.અંકીત પણ તે જોયને,અંકીતાને bye.. bye ..કરે છે.કાર ધીમે ધીમે ચાલી થાય છે,અંકીતા તે ચાલતી કારને અગાસી પરથી ઉભા રહીને જોવે છે.

“બેટા ….તને અંકીત ગમ્યો?”અગાસી પરથી નીચે આવીને,દાદીમાના ખોળામા માથુ નાખીને સુતેલી અંકીતાને તેની દાદીએ પુછયુ.
“હા…મને ગમ્યો,તમને બધાને ગમ્યો? “અંકીતાએ તેના દાદીને જવાબ આપતા સવાલ કર્યો.
“હા…બેટા…તને ગમ્યો એટલે અમને બધાને પણ ગમ્યો.”અંકીતાના મમ્મી બોલ્યા.

* * * * * * * * *

રવિવારની શુભ સવારમા અંકીતા અને તેના ધરના બધા ભેગા બેસીને નાસ્તો કરતા હતા.ત્યા જ અંકીતાના પપ્પાના મોબાઈલમાં કોલ આવે છે .
“હેલ્લો….જય શ્રી રામ…મજામા?શુ કરો છો?હુ ચંપકલાલ વાત કરુ છુ “સામે છેડે થી અવાજ આવ્યો.
“જય શ્રી રામ…ચંપકલાલ…હા…મજામા…નાસ્તો કરુ છુ,તમે કેમ છો? મજામા?”અંકીતાના પપ્પા,ચીમનભાઇએ જવાબ આપ્યો.
“હા…એકદમ મજામા,એક ખુશ ખબર છે તમારા માટે”ચંપકલાલ મજાની ચટા સાથે બોલ્યા.
“ખુશ ખબર હોય તો જલ્દી કહો મને તમે,મોડુ ના કરો “ચીમનભાઇએ ઉત્સુકતા પૂર્વક કહ્યુ.

“મારા અંકીતને તમારી અંકીતા પસંદ છે “ચંપકલાલે ચીમનભાઇને ખુશ ખબરી આપતા કહ્યુ.
“સારું.. સારુ..ચંપકલાલ…હુ પણ તમને એક ખુશ ખબરી આપવા માગુ છુ. “ચીમનભાઇએ,ચંપકલાલને લલચાવતા કહ્યુ.
“બોલો…બોલો . જલ્દી ચીમનભાઇ “ચંપકલાલ બોલ્યા .
“મારી અંકીતાને પણ,તમારો અંકીત પસંદ છે “ચીમનભાઇએ ચંપકલાલને ખુશીના સમાચાર આપતા કહ્યુ.
“તો…ક્યારે કરવા હવે કંકુના ચીમનભાઇ “ચંપકલાલે ભાવભરા સ્વરે ચીમનભાઇને પુછ્યુ.

“તમે કહો ત્યારે…કરી નાખીએ કંકુના ચંપકલાલ “ચીમનભાઇએ જવાબ આપ્યો.
“સારું…હુ તમને આવતા અઠવાડીયા સુધીમા મહુરત જોવડાવીને જાણ કરું “ચંપકલાલે જવાબ આપ્યો.
“સારું.. કંઇ વાધો નહી “ચીમનભાઇએ ચંપકલાલને જવાબ આપ્યો.
“ચાલો તો મળીયે…જય શ્રી રામ “ચંપકલાલ બોલ્યા.
“મળીયે…. …જય શ્રી રામ “ચીમનભાઇએ ચંપકલાલને જવાબ આપ્યો અને ફોન કટ ક્યો.
“અંકીતા બેટા,અંકીતે તને પસંદ કરી લીધી છે.આવતા અઠવાડિયે તારુ સગપણ કરવાનુ છે. અંકીતા આ સાંભળીને શરમાઇ ગઇ.

“Hi…how are you ?”ડાઇનીંગ ટેબલ પર પડેલા અંકીતાના મોબાઈલના Whatsaap પર મેસેજ આવ્યો.
“Hi…who are you?”અંકીતાએ મેસેજનો રીપ્લે કયૉ.
“I am Ankit “સામેથી રીપ્લે આવ્યો.
“Ohh..i am fine….you say “અંકીતાએ રીપ્લે કયૉ .
“I am fine….”અંકીતે રીપ્લે કયૉ.

“Good….say new think “અંકીતાએ અંકીતને પુછ્યુ.
“”I am ready for providing a engagement ring ? “અંકીતે અંકીતાને જવાબ સેન્ડ કર્યા.
“Good…i am ready …dear….?????? ” અંકીતાએ અંકીતને જવાબ મોકલ્યો.

“Thanks….dear… ??? “અંકીતે જવાબ મોકલ્યો.
અંકીતા અને અંકીતાની સગાઇ ચંપકલાલ અને ચીમનભાઇ ધામધુમથી કરે છે.
“શાંતીથી થઇ ગયાને કંકુના ચીમનભાઇ “ચીમનભાઇનો હાથ પકડીને ચંપકલાલ બોલ્યા.
“હા….ચંપકલાલ …ધામધુમથી કંકુના થઇ ગયા “ચીમનભાઇએ હષઁઉલ્લાસ સાથે કહ્યુ.

લેખક : ખોડીફાડ મેહુલ (ગુરુ)

કાશ બધાની લવસ્ટોરી આવી સરળ હોત. એનીવે શેર કરો આ સુંદર નાનકડી પ્રેમકહાની તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી