-: પ્રેમાત્મા :- મિત્રો સાચા પ્રેમીઓ મૃત્યુ પછી પણ એકબીજાને મળે છે… ખુબ દર્દનાક પ્રેમકહાની…

 -: પ્રેમાત્મા :-

સ્વપ્નીલ તેના રૂમમા સુતો હતો.સવાર ધીમે ધીમે ઉભી થઇ રહી હતી. સૂયઁના પ્રકાશના કિરણો બંધ બારીના કાચ પર અથડાતા હતા.જેના લીધે તેનુ પરાવર્તન થઇ રહ્યુ હતુ.સ્વપ્નીલ સેકન્ડ શીફ્ટ કરીને રાત્રે મોડો પોતાના રૂમ પર પહોચ્યો હતો એટલે હજુ તે મોડી સવાર સુધી આરામ કરતો હતો.

ચાજઁમા મુકેલો તેનો મોબાઇલ ફોન સાઇલેન્ટ મોડ પર તેના બેડની પાસે રહેલા ટેબલ પર ધ્રુજી રહ્યો હતો. બ્લેન્કેટ ઓઢીને સુતેલા સ્વપ્નીલે પોતાનો હાથ,બ્લેન્કેટ માથી બહાર કાઢીને મોબાઈલમા આવેલા કોલને કટ કયૉ અને ફરી તે સુઇ ગયો.

થોડીવાર પછી તેનો મોબાઈલ કયારેક કયારેક ધ્રુજી રહ્યો હતો.
તેના મોબાઇલના ઉપરના ખુણા પર રહેલી રેડ લાઇટનુ ઝબકવુ ,મોબાઈલમા આવેલા મેસેજનુ સિંગ્નલ આપી રહ્યુ હતુ.
થોડીવાર પછી ફરી સ્વપ્નીલનો મોબાઈલ ટેબલ પર ધ્રુજી રહ્યો હતો.વારંવાર તેમા એક કોલ પુરો થતા,તરતજ બીજો કોલ આવી રહ્યો હતો.ચાજઁરના કેબલથી જોડાયેલો તેનો મોબાઈલ ફોન ધ્રુજારીના લીધે ધીમે ધીમે,ટેબલની ઉપરથી પોતાનુ મુળ સ્થાન બદલી રહ્યો હતો.આવુ થોડા સમય સુધી ચાલુ.મોબાઈલ ફોન ટેબલની કિનારીથી થોડો દુર હતો.બપોરના બાર વાગ્યા હતા.સૂયઁના કિરણો ગરમી ફેકી રહ્યા હતા. બારી બારણા બંધ કરેલો રૂમ ગરમીથી ધગધગી રહ્યો હતો.પંખો પણ ગરમ હવા ફેકી રહ્યો હતો. સ્વપ્નીલ પણ આ ગરમી અનુભવી રહ્યો હતો.

તેને પોતાના માથા પર ઓઢેલુ બ્લેન્કેટ ઉઠાવ્યું. તેની નજર તેની ઉપર ફરી રહેલા પંખાને જોય રહી હતી.સ્વપ્નીલ બ્લેન્કેટ માથી બહાર આવ્યો અને તેના બન્ને પગ જમીનથી થોડા ઉપર રાખીને બન્ને હાથથી પોતાની આંખો ચોળતો અને બગાસા ખાતો પોતાના બેડ પર બેઠો થયો.તે ધીમે રહીને બેડ પર થી ઉભો થયો અને આળસ મરડતા મરડતા પાણી ભરેલા માટલા તરફ ગયો અને એક ગ્લાસમા પાણી ભરીને વોશબેસીન પાસે જઇને બ્રશ કરવા લાગ્યો. ત્યા જ તેના ફોનમા આવેલા મેસેજની ધ્રુજારી તેના કાને પડી.તેને પોતાના ચહેરા પર પાણીની જાલક મારી અને પોતાનો ચહેરો સાફ કરો.ચહેરા પર રહેલા પાણીને લુછીને તેને નેપકીન પોતાના ખંભા પર નાખ્યુ અને ચાજઁ થઇ રહેલા ફોન તરફ આવ્યો અને તેને પોતાના હાથમા લીધો.તેને મોબાઈલ અનલોક કરીને જોયુ તો બોવ બધા મેસેજ અને મિસકોલ બનીને રહી ગયેલા કોલ હતા.આ કોલ તેની ગર્લફ્રેન્ડ તૃષાના હતા.સ્વપ્નીલે મીસ કોલ થયેલા નંબર પર કોલ કયૉ પરંતુ કોલ કનેક્કટના થયો.તેને પોતાના મોબાઈલનુ વ્હોટએપ ખોલ્યુ અને મેસેજ જોવા લાગ્યો.

“કેમ કોલ નહી ઉઠાવતો?,હુ ક્યારની કોલ કરુ છુ તો પણ.”
“તને ખબર છે આજે શુ છે ?મેસેજના રીપલે પણ નથી આપતો સમયસર.”

“આજે મારો જન્મદિવસ છે,તો પણ તે મને વીશ નથી કરી હજુ.”
“હુ કાલે રાત્રે તારા કોલની રાહ જોતી હતી,હુ રાતના એક વાગ્યા સુધી જાગી તો પણ તારો કોલ કે મેસેજ ના આવ્યો. ”
“આજનો દિવસ મારા માટે સ્પેશીયલ છે,તને ખબર છે,તને નહી ખબર હોય,ખબર હોત તો જન્મ દિવસ વીશ કરવા કોલ કે મેસેજ કરો હોત તે,પણ…જવાદે આ બધુ તને નહી સમજાય..??????? ”
સ્વપ્નીલ આ બધા મેસેજ વાંચી રહ્યો હતો.તેને સૂયઁના કિરણોથી તપેલા તેના રૂમની ગરમીની સાથે,તૃષાના ગુસ્સાની ગરમી પણ આ મેસેજો વાંચીને અનુભવાતી હતી.તેને ફરી તૃષાને કોલ કરો પરંતુ કોલ ન લાગ્યો.તેને મોબાઈલમા પોતાનુ વ્હોટસએપ ઓપન કરુ અને તેમા તૃષાનુ ચેટ ઓપન કરુ.
“હેપ્પી બર્થ ડે ડિયર તૃષા….માઇ લવ…માઇ લાઇફ ”

“? ? ? ? ? ? ? ? ? ? ? ”
“સોરી…હુ તારા સ્પેશીયલ ડે પર ,સમયસર તને વીશ ના કરી શકો તે માટે ”
“મને યાદ હતુ કે તારો બર્થ ડે છે,મે નક્કી પણ કરેલુ કે જેવી મારી સેકન્ડ શીફ્ટ પુરી થાય એટલે તને હુ કોલ કરીને વીશ કરુ,પરંતુ મારો રીલીવર લેટ આવ્યો એટલે હુ ટાઇમસર મારી જોબ પરથી કંપની ની બહાર નીકળી ના શકયો અને રાત્રે બે વાગ્યે હુ મારી કંપની પરથી છુટ્યો.કામની મગજમારીમા તને વીશ કરવાનુ ભુલી ગયો.”

“હુ રાત્રે ત્રણ વાગ્યે મારા રૂમ પર પહોંચ્યો.મને ખુબ થાક લાગ્યો હતો,મને ભુખ પણ લાગી હતી.પરંતુ રાત્રે ત્રણ વાગ્યે બધુજ બંધ હતુ એટલે હુ પાણી પીયનેજ મારા બેડ પર ઉંઘી ગયેલો.”
“રાત્રે લેટ થયુ તેના હિસાબે હુ સવારે પણ વહેલા ઉઠી ના શકયો,એટલેજ તો તે કરેલા કોલ પણ મીસકોલ થઇ ગયા,તારા મેસેજ પણ મે હમણાજ રીડ કરા.”

સ્વપ્નીલે આ બધા મેસેજ ટાઇપ કરીને તૃષાને સેન્ડ કરા.
સ્વપ્નીલના વ્હોટસએપ પર તૃષાના ચેટબોકસમા આ બધા મેસેજ એક સીંગલ ખરાની નિશાની સાથે સેન્ડ થયેલા હતા.થોડો સમય વિતતા આ બધા મેસેજ સાથે રહેલી ખરાની નિશાની એક માથી બે થઇ ગઇ.એટલે તે બધા મેસેજ તૃષાના વ્હોટસએપ પર ડીલીવર થઇ ગયા.સ્વપ્નીલ તેના વ્હોટસએપ પર આવેલા બીજા મેસેજ તે ચેક કરતો હતો.તે ચેટમા નીચેથી મેસેજ ચેક કરીને ઉપર તરફ ગયો.તેને જોયુ તો તૃષાને સેન્ડ કરેલા મેસેજમા બે ખરી નિશાનીનો રંગ બ્લુ થઇ ગયેલો હતો અને typing…… એવુ જોય શકાતુ હતુ.સ્વપ્નીલ સમજી ગયો કે તે મારા મેસેજની રીપ્લે માટે typing કરી રહી છે.

“થેન્ક યુ…..??? “તૃષાએ સ્વપ્નીલને રીપલે કરી.
તૃષાની રીપ્લેની રાહ જોઇ રહેલા સ્વપ્નીલે,તૃષા એ કરેલો રીપ્લે જોયો.તો તેને “થેન્ક યુ…..??? “આવુ જોવા મળ્યુ.આ જોયને સ્વપ્નીલે પોતાની આંગળીઓ ને તેના મોબાઈલના કીપેડ પર દોડાવી અને તૃષાને રીપ્લે આપવા માટે મેસેજ ટાઇપ કરવા લાગ્યો.આંસુ થી ટપકતી તૃષાની આંખો તેના વ્હોટસએપ પર ,સ્વપ્નીલના ચેટ બોક્સ પર..typing…એવુ જોઇ રહી હતી.

“તૃષા,મને સમજવાની કોશીશ કર યાર,મે તને બધુ કહ્યુ તો છે યાર,નારાજ ના થઇશ,તારો જન્મ દિવસ છે અને તુ નારાજ રહે તે મને સારુ નથી લાગતુ.”સ્વપ્નીલે તૃષાને રીપ્લે કરી.તૃષાએ આ રીપ્લે વાંચી અને તે ફરી typing કરવા લાગી.

“હુ નારાજ રહુ તે તને સારુ નથી લાગતુ,તો પછી તે મને નારાજ કેમ કરી?,મને રાત્રે વીશ કેમ ના કરી? મારા જન્મ દિવસની ??? “તૃષાએ આ મેસેજ સ્વપ્નીલને સેન્ડ કરો.
“અરે….મે તને મારી બધી પરીસ્થિતીની વાત કરી તો છે,તો પણ તુ આ વાતને લાંબી કરીને ખુદને અને મને પરેશાન કરે છે.સમજને યાર…”સ્વપ્નીલે તૃષાને સમજાવતા રીપ્લે કરી.

“તને મારી બધી વાત પરેશાની જેવીજ લાગે છે “તૃષાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા સ્વપ્નીલને રીપ્લે કરો.
“સોરી..મને માફ કરી દે યાર..”સ્વપ્નીલે તૃષાની જીદ સામે પોતાની હાર સ્વીકારતા તૃષાને રીપ્લે કરી.
“સોરી…કહેવાથી મારી નારાજગી જતી રહે છે એમ????”તૃષાએ પોતાની નારાજગી જારી રાખતા સ્વપ્નીલને રીપ્લે કરો.
“જો…હુ તારી નારાજગીને તારાથી દુર કરી નાખુ,તો તુ મને માફ કરી દે ખરી? “સ્વપ્નીલે પોતાની નવી દરખાસ્ત તૃષા સામે મુકતા રીપ્લે કરી.

“તને નારાજ કરતા અને તે નારાજગીને દુર કરતા પણ આવડે,મને તો આજે ખબર પડી તારી આ નવી નવીનતાની ???”તૃષાએ સ્વપ્નીલની મજાક ઉડાવતા રીપ્લે કરી.
“??????”
“તને ખબર પડીતો સારુ થયુને,તુ માફ કરીશ કે નહી એતો કહે મને”સ્વપ્નીલે તૃષાને રીપ્લે કરી.
“પહેલા તુ મને ખુશ કરીશ કે નહી એ તો કહે.”તૃષાએ ફરી સ્વપ્નીલને સવાલ કરતા રીપ્લે કરો.

“હા ખુશ કરીશ.. ?? “સ્વપ્નીલે તૃષાને રીપ્લે કરી.
“ગુડ….કેવી રીતે ખુશ કરીશ ??? “તૃષાએ ફરી એક નવા સવાલ સાથે સ્વપ્નીલને રીપ્લે કરી.
“તારો જન્મ દિવસ છે તો આપણે બહાર ફરવા જઇએ,શુ કહેવુ છે તારું બોલ “સ્વપ્નીલે તૃષાને ખુશ કરવાનો પ્રયત્ન કરતા રીપ્લે કરો.
“ગુડ…હા….ફરવા જઇએ..તારો આ આઇડીયા મને ગમ્યો,પહેલા કેમ ના કીધુ સાલા…તુ મને મળ એટલે તારી વાત છે “તૃષાએ સ્વપ્નીલને રીપ્લે કરતા કહ્યુ.
“પહેલા કહેવુ હતુ,પણ તુ મારી વાત સાંભળે ત્યારે કહુ ને..ડોબી “સ્વપ્નીલે તૃષાની મજા લેતા રીપ્લે કરી.
“જુઠુ ના બોલ ડોબા,તારી વાત સાંભળતી જ હતી “તૃષાએ સ્વપ્નીલ ને ખખડાવતા રીપ્લે કરો.

“સારુ …ડોબી…ચાલ જલ્દી તૈયાર થા,હુ તને હમણા દસ મીનીટમા મારી બાઇક લઇને લેવા આવુ છુ. “સ્વપ્નીલે તૃષાને રીપ્લે કરતા કહ્યુ.
“ડોબા….તને બુધ્ધી છે જરા પણ, કોઇ છોકરી દસ મીનીટમા તૈયાર ના થાય “તૃષાએ સ્વપ્નીલને રીપ્લે કરો.
“સારું….તારે જેમ તૈયાર થવુ હોય તેમ થજે.હુ હમણા થોડીવારમા તને લેવા આવુ છુ.”સ્વપ્નીલે તૃષાને રીપ્લે કરી.
“ઓકે…ડીયર…???????”તૃષાએ સ્વપ્નીલને રીપ્લે કરો.

“???????”સ્વપ્નીલે તૃષાને રીપ્લે કરી.
તૃષા ની આંખો એ આ રીપ્લે જોયને રડવાનુ બંધ કરુ.તે તૈયાર થવા માટે પોતાના રૂમમા ગઇ.સ્વપ્નીલે પોતાના કપડાનુ બેગ ઉઠાવ્યું અને તેમાથી એક જોડી ધોયેલા કપડા કાઢયા.સ્વપ્નીલે ડીયોડરન્ટ નો છંટકાવ પોતાના શરીર પર કરો.કેમ કે તેને સવારનુ ન્હાવાનુ મુલતવી રાખ્યુ હતુ. નવા કપડા અને માથુ ઓળાવીને સ્વપ્નીલ તૈયાર થઈ ને તૃષાને પીકઅપ કરવા માટે પોતાનુ બાઇક લઇને તેના રૂમ પર થી નીકળી ગયો.

* * * * * * * * * ** *

લાલ લિપસ્ટીકથી હોઠ મહેંકી રહ્યા હતા.નમણી આંખો કાળા કાજળ થી કામણગારી બની ગઇ હતી.ગુલાબી ગાલમા ખુશીના ખુબસુરત ખંજન રમી રહ્યા હતા.મરુન નેઇલ પોલીશથી રંગાયેલા મોટા નખ નાજુક લાગી રહ્યા હતા.કાનમા પહેરેલા ડાયમંડના ઇયરીંગ સૂયઁ પ્રકાશના કિરણોથી ચમકી રહ્યા હતા.ધીમા વહેતા પવનમા તેની જુલ્ફો ઉડી રહી હતી.
નેવી બલ્યુ જીન્સ અને પ્રિન્ટેડ ટોપ,પગમા હાઇહીલ પહેરીને તૃષા રસ્તા પર ઉભી હતી.તેની આંખોમા તેને પીકઅપ કરવા આવી રહેલા સ્વપ્નીલનુ ચિત્ર ચિત્રાય રહ્યુ હતુ. એક બાઇક તેની પાસે આવીને ઉભુ રહ્યુ અને ગોગલ્સ પહેરેલા છોકરાએ કહ્યું.
“ચાલ.. ડોબી બેસીજા.”તૃષાના કાને સ્વપ્નીલના અવાજને ઓળખી લીધો.

“ડોબા….જલ્દી નથી આવી શકાતુ તારાથી,હુ કયારની તારી વેઇટ કરુ છુ. “હાસ્ય સાથે તૃષાએ સ્વપ્નીલના ખંભા પર હાથ રાખતા અને તેની બાઇકની સીટ પર બેસતા કહ્યુ.
“ના…જલ્દી નથી આવી શકાતુ “સ્વપ્નીલે તૃષાને જવાબ આપતા બાઇક હંકારી.બન્ને સીટીના રોડ પર,ટ્રાફિકને પસાર કરતા જઇ રહ્યા હતા.
“તૃષા,તારે કયા જવુ છે,તુ કહે ત્યા જઇએ આપણે “સ્વપ્નીલે તૃષાને પુછ્યુ.
“મારે….કહુ…મારી નારાજગી ભાગી જાય ત્યા જવુ છે,તે મને કહેલુ કે તુ મને ખુશ કરીશ તો હુ તને માફ કરીશ “તૃષાએ સ્વપ્નીલના કાનમા કહ્યુ.

“ઓકે…તો આપણે અહીથી દસ કિલોમીટર દુર એક રીસોર્ટ છે ત્યા જઇએ,તુ ખુશ થઈ જઇશ ત્યા જઇને “સ્વપ્નીલે તૃષાને કહ્યુ.
“ઓકે…નો પ્રોબ્લેમ…હુ ખુશ થઇ જઇશ તો તને માફ કરી દઇશ પાકુ…”તૃષાએ મજાક કરતા જવાબ આપ્યો.સ્વપ્નીલે પોતાના બાઇકની સ્પીડ વધારી.તે હવે શહેરથી બહાર રીસોર્ટ તરફ જવાના હાઇવે તરફ જઇ રહ્યા હતા.તે હાઇવે પર જાય છે તો તે ટ્રાફિકમાં ફસાઇ જાય છે.કેમ કે આગળ કોઇ અકસ્માતને લીધે હાઇવે ટ્રાફિકથી બ્લોક થઇ ગયો હતો.
“તૃષા…. ટ્રાફિક સખત છે,આપણો ટાઇમ આજે બગડવાનો “ટ્રાફિકમા પોતાનુ બાઇક લઇને ઉભેલા સ્વપ્નીલે તેની પાછળ બેઠેલી તૃષાને કહ્યુ.
“સ્વપ્નીલ….પ્લીઝ યાર…તુ આવુ ના બોલ,મારો જન્મ દિવસ છે આજે”તૃષાએ સ્વપ્નીલને ટપલી મારતા કહ્યુ.
“સોરી….આપણે આ હાઇવે કરતા પેલા પહાડી વાળા રસ્તેથી જઇએ તો કેવુ રહેશે?”સ્વપ્નીલે તૃષાને પુછ્યુ.

“ઓહ…વાઉવ…તે પહાડી વાળા રસ્તે મજા આવશે.ઉંચા પહાડો;તેની ઉપરથી પડતી નદી,બન્ને બાજુ લીલાસમ વૃક્ષો ,ઠંડો પવન,…ચાલ જલ્દી કર..આપણે તે રસ્તે થી જઇએ “તૃષાએ સ્વપ્નીલને પોતાની બાહોમા પકડતા કહ્યુ. આ સાંભળીને સ્વપ્નીલે તેની બાઇકને તે પહાડી રસ્તા તરફ હંકારી.

આ પહાડી રસ્તો ડામરથી બનેલો હતો,પરંતુ સીંગલ લાઇન હતો.આ રસ્તાની બંન્ને બાજુ ધટાદાર વૃક્ષો હતા,અમુક જગ્યાએ બે પહાડોની વચ્ચેથી ઝરણાઓ વહેતા હતા.ધટાદાર વૃક્ષો પર વિવિધ પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા.ઠંડો પવન સુસવાટા કરી રહ્યો હતો.આ રસ્તાની એક બાજુ ઉડી ખીણ અને તેની બાજુમા ઉચા નીચા માથા વાળા પવઁતોની હારમાળા હતી.સ્વપ્નીલ અને તૃષા બંન્ને આ રસ્તા પરથી બાઇક લઇને પસાર થતા હતા.

સ્વપ્નીલ બાઇક ધીમુ ચલાવતો હતો.તૃષા તેની પાછળ તેને બથ ભરીને બેઠી હતી.તે લીલાસમ પવઁત અને તેની ઉપરથી વહેતા ઝરણા ને જોઇ રહી હતી,તે પક્ષીઓના કિલકીલાટને સાંભળતી હતી.તો કયારે ઉડી ખીણ તરફ જોવાઇ જાય તો,ડરથી બસવા સ્વપ્નીલને જોરથી બથ ભરી જતી હતી.ઠંડા પવના સુસવાટાને તૃષા અને સ્વપ્નીલ અનુભવી રહ્યા હતા.

“સ્વપ્નીલ….બાઇકની સ્પીડ વધારને,હવે આ ડરામણા જંગલથી મને બીક લાગે છે “જોરથી સ્વપ્નીલને બથ ભરતા તૃષા બોલી. આ સાંભળીને સ્વપ્નીલે તેની બાઇકની સ્પીડ વધારી.ઠંડો પવન સુસવાટા કરી રહ્યો હતો તેની વિરુધ્ધ દિશામા સ્વપ્નીલ પુરપાટ ઝડપે બાઇક ચલાવી રહ્યો હતો.તૃષા સ્વપ્નીલની બાહોમા મજબુત બથ ભરીને બેઠી હતી.બાઇક પુરપાટ ઝડપમા દોડી રહ્યુ હતુ.અમુક વાર રસ્તા પર અચાનકજ વળાક આવી જતા હતા.રસ્તાની બાજુમા રહેલા વૃક્ષોની ધટાથી આ વળાકને જોઇ શકાતા નહોતા.અચાનકજ સ્વપ્નીલનુ બાઇક પુર ઝડપમા વળાંકમાં સ્લીપ થઇ ગયુ.
“સ્વપ્નીલ……………….. .”આવી ભયાનક બુમ સાથે તૃષા રસ્તાની બાજુમા રહેલી ખીણમાં ગરકાવ થય ગઇ.સ્વપ્નીલનો પગ બાઇકમા ભરાઇ ગયો હતો. તેનો ચહેરો છોલાઇ ગયો હતો.તેમાથી લોહી વહી રહ્યુ હતુ. સ્વપ્નીલનુ માથુ પથ્થર સાથે અથડાતા ફુટી ગયુ હતુ.તેના માથાના કાળા વાળ લોહીથી લાલ થઇ ગયા હતા.તેની આંખો બંધ હતી.તેના નશકોરા માથી બહાર આવતી ધીમી હવા,રસ્તા પરની ધુળને ઉડાડી રહી હતી.ઉડી ખીણ અને ઉંચી પવઁત માળામા સ્વપ્નીલના નામના પડઘા તૃષાની બુમને લીધે પડી રહ્યા હતા. વૃક્ષો પર કલરવ કરી રહેલા પક્ષીઑ આ પડઘાથી ભયભીત થઇને આકાશ તરફ પોતાની પાંખો ફડફડાવીને ઉડી રહ્યા હતા.

ઉડી ખીણની દિવાલો ઉપર ઉગેલી વનસ્પતીની ડાળીઓમા તૃષાના ફાટેલા કપડાના ટુકડા પવની સાથે હલી રહ્યા હતા.ખીણની નીચેનો એક કાળો પથ્થર લોહીથી લાલ થઇ ગયો હતો.તે પથ્થરની અંદર રહેલા ખાડા,લોહીથી ઉભરાઇ ગયા હતા.તેની આસપાસ માખીઓ ઉડી રહી હતી.પથ્થર પરથી નીચે પડી રહેલુ રક્ત,પથ્થરની પાસે થી વહી રહેલા ઝરણના પાણીમા ભળી રહ્યુ હતુ.તે ઝરણુ હવે લોહીના લાલ રંગ સાથે વહી રહ્યુ હતુ.તૃષાની ખુલ્લી આંખો આકાશ તરફ હતી.તેના પરથી વહેતા પવનની અસર તે આંખો પર થતી ન હતી.તૃષાની એક હીલ ઝરણાના પાણીમા તણાઇ રહી હતી. તેની બીજી હિલ તેના ભાંગી ગયેલા પગમા હતી.તેનુ આખુ શરીર ખીણના પથ્થર સાથે અથડાઇને છોલાઇ ગયુ હતુ.છોલાયેલા ભાગ માથી લોહી વહી રહ્યુ હતુ.તૃષાની લાશ તે પથ્થર પર ખીણની અંદર પડી હતી.તે મૃત્યુને મળી ગઇ હતી.તેની લાશ આસપાસ ગીધ અને કાગડાઓ ઉડી રહ્યા હતા.

“અરે…આ માણસને શુ થયુ?,આ કોણ હશે?,કયાથી આવ્યો હશે? “જંગલની અંદર શિકારની શોધમા નીકળેલા શિકારીઑ એ બાઇકની નીચે દબાયેલા સ્વપ્નીલને જોતા કહ્યુ. તે શિકારીઑ એ ઘવાયેલા સ્વપ્નીલને બાઇક નીચે થી બહાર કાઢ્યો.એક શિકારીએ સ્વપ્નીલનુ બાઇક ઉભુ કરુ.બીજા શિકારીએ સ્વપ્નીલના છાતી પર પોતાનો કાન રાખ્યો.સ્વપ્નીલનુ હૃદય ધીમા ધબકારે ધબકતુ હતુ.તે શિકારીઑ સ્વપ્નીલને પોતાના ધરે બાઇક પર બેસાડીને લાવે છે.તે બન્ને શિકારીઑ સ્વપ્નીલના ચહેરા પર ઠંડુ પાણી રેડે છે.સ્વપ્નીલના ચહેરા પરથી લાલ લોહીના ડાઘા પાણી સાથે ધોવાઇને નિકળી જાય છે.છોલાયેલા ભાગ પર એક શિકારી ઠંડી વનસ્પતીનો લેપ લગાવે છે.તેના માથાના લોહીથી લાલ થઇ ગયેલા વાળ,પાણીથી ધોવા જતા કાળા થઇ જાય છે.માથાના ફુટેલા ભાગ પર શિકારી એક કપડુ બાધે છે.થોડા સમય પછી સ્વપ્નીલની આંખો ખુલ્લે છે.તે જોવે છે કે તેની સામે ડર લાગે તેવા આ જંગલના બે માણસ ઉભા છે.તેને એક નવીજ દુનિયા તેની આંખોમા દેખાય છે.તેને કઇ યાદ નથી.આંખો ખુલતાજ સ્વપ્નીલ બેઠો થાય છે.એક શિકારી તેને પાણી પાઇ છે.તેની બાજુમા થોડા લાકડાના ટુકડાને ભેગા કરી આગ ચાંપીને તાપણુ કરવામા આવે છે.આ તાપણા માથી નીકળતી આગ,ઠંડા થઇ ગયેલા સ્વપ્નીલના શરીરને નવી ચેતના પુરી પાડે છે. આખા જંગલ ઉપર કાળી રાત પથરાયેલી છે.વૃક્ષના થડને ટેકો દઇને તાપણાં ની સામે બેઠેલો સ્વપ્નીલ સુઇ જાય છે.પેલા શિકારીઑ પણ ધસધસાટ સુઇ ગયેલા જણાય છે.

અચાનક જંગલમા પવની ગતી વધી ગઈ. જેના હિસાબે વૃક્ષોના પાંદડાઓનો ખખડવાનો અવાજ વધી ગયો. જંગલમા રહેલા સિંહની ત્રાડોના પડઘા જોર જોરથી પવઁત સાથે અથડાઇ છે.આ વિચીત્ર ભયજનક અવાજો સાંભળતા સ્વપ્નીલની નીદંરથી ભરાયેલી આંખો એકા એક ખુલ્લી જાય છે.તેને જંગલમા અંધારુજ બતાય છે.તે ઉભો થઇને એક રસ્તા પર ચાલવા માડે છે.તો તેને તેનાથી દુર ચાંદાનો પ્રકાશ દેખાય છે.તે આ પ્રકાશ જોઇને તેની તરફ ચાલવા માડે છે. તે આ પ્રકાશની અંદર આવે છે તો તેને પક્ષીઓ નો કલરવ સંભળાય છે,પવઁત પરથી નીકળતા ઝરણાઓ દેખાય છે.ઠંડા પવનના સુસવાટાનો અનુભવ તેને થાય છે.તેની આસપાસ ઉડી રહેલા આગીયાઓ અંધારામા અજવાળું પાથરી રહ્યા હતા.તે રસ્તાની વચ્ચે ઉભો રહીને આ બધુ જોવે છે. તેને અચાનકજ એક મસ્ત,રુપાળી સ્મીત કરતી છોકરી તેના તરફ ચાલીને આવતી જણાય છે. તે છોકરીને જોયને ,સ્વપ્નીલ તેની તરફ ચાલવા માડે છે.તે છોકરી આ જોયને ઝડપથી સ્વપ્નીલ તરફ હસ્તી હસ્તી દોડે છે, તેના દોડવાનો અને હસવાના અવાજના પડઘા આ ઉંચા પવઁત અને ઉંડી ખીણ સાથે અથડાઇ છે.તે છોકરી તેની તરફ આવેલા સ્વપ્નીલને તેની આંખો ઉપર પોતાનો એક હાથ રાખી તેની બાહોમા સમાવી લે છે.ધીમે રહીને તે છોકરી સ્વપ્નીલની આંખો પરથી પોતાનો હાથ હટાવે છે.સ્વપ્નીલ અને તે છોકરીની આંખો એકબીજા સાથે ટકરાઇ છે.

“સ્વપ્નીલ,તને શુ થયુ આ,તે માથા ઉપર આ કપડુ કેમ બાંધ્યુ છે?, તે આ તારા ગાલ પર લીલા કલરનુ શુ લગાડયુ છે?તારી આંખોની આસપાસ કેમ કાળા ડાધા પડી ગયા છે?તારા હોઠ કેમ સુજી ગયા છે? તુ કેમ લંગડાઇને ચાલે છે? તારા કપડા કેમ ફાટી ગયા?”પેલી છોકરીએ પોતાની બાહોમા રહેલા સ્વપ્નીલના ચહેરા પર પોતાનો નાજુક હાથ અને નજર ફેરવતા સ્વપ્નીલને પુછ્યુ. સ્વપ્નીલે એક પણ સવાલનો જવાબ આપ્યો નહી અને પોતાના હોઠ પેલી છોકરીના હોઠ ઉપર મુકી દીધા.બન્નેની આંખો બંધ હતી.પરંતુ બન્નેના હોઠનુ હલનચલન શરુ હતુ.

“સ્વપ્નીલ….મને માફ કરી દેજે,મારા હિસાબે તારા આ ખરાબ હાલ થયા,મે તને બાઇક સ્પીડમાં ચલાવા ના કહ્યુ હોત તો આજે હુ અને તુ સલામત અને એક સાથે હોત.”પેલી છોકરીએ સ્વપ્નીલના હોઠ પર પોતાનો હાથ રાખતા કહ્યુ.

“ઓકે…..નો પ્રોબ્લેમ….”સ્વપ્નીલે પેલી છોકરીનો હાથ પોતાના હોઠ પરથી હટાવતા કહ્યુ.સ્વપ્નીલે પોતાનો હાથ પેલી છોકરીના ચહેરા પર ફેરવ્યો અને ફરી પોતાના હોઠ પેલી છોકરી ના હોઠ ઉપર મુક્યા.
પેલી છોકરીએ સ્વપ્નીલને હળવા હાથથી ધીમો ધક્કો મારો અને પોતાનાથી દુર કરો અને તે જે રસ્તા તરફથી આવી હતી તે તરફ ચાલવા માડી.આ જોઇને સ્વપ્નીલ તે છોકરીની પાછળ દોડયો અને તેને પકડી લીધી અને ફરી હોઠથી ચુંબન કરવાની કોશિશ કરી.

“હવે.. બસ…કર…સ્વપ્નીલ….”એમ કહીને તે છોકરી સ્વપ્નીલનો હાથ છોડાવીને ભાગી.સ્વપ્નીલ પણ તેની તરફ દોડયો. પરંતુ અચાનકજ એ છોકરી રસ્તા પરથી જોર જોરથી હસ્તી હસ્તી તે બાજુમા રહેલી ઉડી ખીણમા અદ્રશ્ય થઇ ગઇ.

સ્વપ્નીલે ઉડી ખીણમા નજર નાખી તો કોઇ દેખાતુ ન હતું.
“હે…..તૃષા તુ મને એકલો છોડીને કેમ જતી રહી “આવુ કહેતો,જોર જોરથી રાડો નાખતો, રડતો સ્વપ્નીલ એક પથ્થર સાથે પોતાનુ માથુ જોરજોરથી પટકારી રહ્યો હતો.પથ્થર સાથે પટકાઇ રહેલા માથાનો અવાજ,રાડો અને પ્રેમના વિરહની વેદના થી રડનારા સ્વપ્નીલનો અવાજ ઉડી ખીણ,ઉચા પવઁત અને પવનના સુસવાટાથી ખખડી રહેલા વૃક્ષોના પાંદડા સાંભળી રહ્યા હતા.સ્વપ્નીલ ફરી બેભાન,લોહી લુહાણ થઇને રસ્તાની વચ્ચે,આકાશ તરફ ખુલ્લી આંખો રાખીને પડ્યો હતો.આકાશમા રહેલા તારલાઓ ટમટમી રહ્યા હતા.આકાશમા રહેલો ચાંદો આ આંખો ઉપર પોતાનો પ્રકાશ ફેકી રહ્યો હતો. પરંતુ ચાંદાના આ પ્રકાશ માટે સ્વપ્નીલની આંખોના દરવાજા કાયમ માટે બંધ થઇ ગયા હતા.સ્વપ્નીલની આંખોમા હવે કાયમ માટે અંધકારનુ આગમન થઇ ગયુ હતુ.તે છોકરી તૃષા હતી.તે પ્રેમાત્મા બનીને તેના પ્રેમ સ્વપ્નીલને મળવા આવી હતી.

* * * * * * * * * *
લેખક: -ખોડીફાડ મેહુલ (ગુરુ)

મિત્રો આવી જ અવનવી અને અલગ અલગ વિષય પર દરરોજ વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી