શક્કરિયાની ખીચડી અને મૌરેયાની કઢી – આજે જ શીખી લો…

સામગ્રી :

ખીચડી માટે :

2 નંગ કેસરી શક્કરિયા
1 વાટકી શેકેલા સિંગદાણાનો પાવડર
1 ટી સ્પૂન જીરૂ
2 ટી સ્પૂન લાલ મર્ચુ
1 ટી સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન લીમ્બુનો રસ
સ્વાદ અનુસાર સિંઘવ નમક
તેલ

ખીચડી માટેની રીત :

-શક્કરિયાની ધોઇનેં ખમણી લો .
-એક કડાઇમા તેલ મૂકીને જીરૂ વઘારો અને ખમણેલા શક્કરિયા સાંતળો.
-તેમા મીઠું , મર્ચુ ,ખાંડ અને લીમ્બુનો રસ ઉમેરો.
-થોડું પાણી નાખીને શક્કરિયા ચઢવા દો .
-શક્કરિયા ચઢી જાય એટલે સિંગનો ભુક્કો નાખીને મિક્ષ કરીલો.
-ખીચડી તૈયારછે…

મૌરેયાની કઢી માટે સામગ્રી :

2 વાટકી છાશ
1/2 વાટકી સિંગદાણાનો પાવડર
1/2 વાટકી મૌરેયાનો લોટ
1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
1 ટી સ્પૂન જીરૂ
લીમડાના પાન
2 ટી સ્પૂન ખાંડ અથવા ગોળ
1 વાટકી કોથમીર
સિંઘવ નમક
ઘી

કઢી માટેની રીત :

-મૌરેયાના લોટને છાશમા નાખીને વલોવીલો.
-એક તપેલીમા ઘીનો વઘાર મૂકો અને જીરૂ અને લીમડાના પાનને વઘારો.
-તેમા આદુ મરચાની પેસ્ટ સાતળો.કોથમીરની પેસ્ટ કરીને મિક્ષ કરો .
-તેમા વલોવી રાખેલ છાશનુ મિશ્રણ રેડીને ઉકાળો.
-તેમા મીઠું અને ખાંડ ઉમેરી ફરી ઉકાળો.
-ગેસ પરથી ઉતારી , કોથમીર નાખીને સર્વ કરો.

સાબુદાણાના પાપડ સાથે કઢી ખીચડી સર્વ કરો.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી