ખીચડીના ખાખરા – પોષ્ટીક , સ્વાદિષ્ટ ખાખરા નાસ્તામા ખાઈ શકાય એવા છે તો બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને

ખીચડીના ખાખરા

જમવા માં બનાવેલી વાનગીઓ વધવી બહુ જ સામાન્ય છે. જોકે દરેક વધેલી વાનગી આપણે ફરી ઉપયોગ માં લઇ નથી શકતા . પણ અમુક વાનગી માંથી તો ફરી જોરદાર વાનગી બનાવી શકાય. આજે અહીં આપણે જોઈશું કે જ્યારે ઘર માં ખીચડી વધે તો શું કરવું … ખાખરા બનાવો.

જ્યારે પણ મારા ઘરે ખીચડી બનાવું, વધારે જ બનાવું કેમ કે સાંજે આ ખાખરા બનાવા હોય .. સ્વાદ માં ખૂબ જ સરસ એવા આ ખાખરા બનાવા માં પણ ખૂબ જ સરળ છે. આ પોષ્ટીક , સ્વાદિષ્ટ ખાખરા આપ મહિના સુધી સાચવી શકો છો. આ ખાખરા આમ જ ઘી લગાવી ને , અથવા ચા/કોફી સાથે ખાય શકાય.

સામગ્રી

1. 1.5 વાડકો ખીચડી,
2. 3.5 વાડકા ઘઉં નો લોટ,
3. મીઠું,
4. 1 ચમચી લાલ મરચું,
5. 1 ચમચી તલ,
6. 1/2 ચમચી હળદર,
7. 1/2 ચમચી જીરા નો ભૂકો,
8. 1/4 ચમચી હિંગ,
9. 4 ચમચી તેલ (લોટ માં ઉમેરવા),
10. ઘી.

રીત :

રીત શરૂ કરતાં પહેલાં છેલ્લે આપેલ નોંધ વાંચી લેવી.

મેં અહીં મગ દાળ ની વઘારેલી ખીચડી વાપરી છે . જેમાં મેં લીમડો, જીરું અને લાલ સૂકા મરચા વાપર્યા હતા. જીરું નો વાંધો નહીં પણ લીમડો ને લાલ મરચા કાઢી લો.

હવે મોટી થાળીમાં ખીચડી , ઘઉં નો લોટ અને બધો મસાલો તથા તેલ ઉમેરો. હાથ થી બધુ સરસ મિક્સ કરો . જરૂર મુજબ પાણી ઉમેરી ઢીલો લોટ બાંધો. છેલ્લે હાથ માં 1 ચમચી તેલ લઇ સરસ કુનવી લેવો. આ લોટ તરત ઢીલો પાડવા માંડશે એટલે લોટ બાંધ્યા પછી તરત બનાવી લેવા.

લોટ માંથી નાના લુવા લઇ પાતળી રોટલી વણી લો.

ગરમ તવા પર બંને બાજુ આ ખાખરા પકાવો.

બાજુ માં એક ડીશ માં આ કાચા પાકા ખાખરા પર ઘી લગાવતા જાઓ . આપ ચાહો તો તેલ પણ લગાવી શકો. આ સ્ટેપ ઓપ્શનલ છે. ખાખરા બનાવી લો ત્યાર બાદ શેકવાનું શરૂ કરીશું.

મેં અહીં ખાખરા મશીન માં શેકયા છે, આપ ચાહો તો તવા પર શેકી શકો.

બધા ખાખરા શેકાય જાય એટલે ઠંડા પડે પછી ડબ્બા માં ભરો. તૈયાર છે સ્વાદિષ્ટ ખાખરા.
આશા છે પસંદ પડશે.

નોંધ:
1. ખીચડી સંપૂર્ણ ઠરે પછી જ ઉપયોગ માં લેવી. ખીચડી ગળેલી હોવી જોઈએ. બહુ છૂટી ખીચડી હોય તો પહેલા પાણી છાંટી મસળી લેવી
2. ઘઉં ના લોટ ની માત્રા ખીચડી કેટલી ઢીલી છે એના પર આધારીત છે.
3. મેં અહીં મગ દાળ ની ખીચડી લીધી છે. આપ ચાહો તો ફોતરા વાળી દાળ કે તુવેર દાળ પણ લઇ શકો.
4. ખીચડી માંથી લીમડો , મરચા કાઢી લેવા.
5. જો કોઈ શાક ઉમેરેલા હોય તો હાથ થી પેહલા મસળી લેવા.
6. કાચા પાકા બનાવી

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

તરત શેકી લેવા.

 

ટીપ્પણી