આ છે એ કરોડપતિ ખેડ઼ુતને જે મૌસમની પતવારને પણ માત આપે છે….

એક એવો સમય હતો જ્યારે ખેડ઼ુતનું નામ સાંભળતા જ એક ગરીબ વ્યક્તિસામે આવે છે. બદલાતા સમય સાથે ખેડુતો પણ બદલાતા થયા છે. ખેડુતો નવી તકનીક અપનાવે છે આધુનિક મશીનનો ઉપયોગ કરવાથી ખર્ચ ઓછો થયો છે. જયાં પારંપરિક ખેતી કરતા ખેડુતો ખુબ કઠીનાઇનો સામનો કરે છે ત્યાં આધુનિકતાથી ખેતી કરતા ખેડુતો જબરદસ્ત નફો કમાય છે. એક એવા જ ખેડુત ખેમારમ ચૌધરી જે ક્યારેક ૨ રોટલી માટે તરસતા હતા આજ પૉલી હાઉસ તકનીકથી ખેતી કામ કરીને કરોડો કમાય છે.

કોણ છે ખેમારામ?

૪૫ વર્ષીય ખેમારામ રાજસ્થાનનાં જયપુર જિલ્લામાં ગુડા કુમાતવાન નામનાં ગામમાં રહે છે. ખેમારામે આધુનિક તકનિકના કારણે ઉદાહરણ તરીકે ઓળખાય છે. આજે એ ખેતીમાં લાખો કમાય છે. ૯મું ધોરણ ભણેલા ખેમારામનીં હાલત પાંચ વર્ષ પહેલા અન્ય ખેડુતોની મારફત જ હતી. ખેમારામ ચૌધરીને ઇઝરાયલમાં થતી સરંક્ષિત ખેતી(પૉલી હાઉસ)ની શરૂઆત કરી હતી. ખેમારામની પ્રેરણાથી આજ ૨૦૦થી પણ વધારે પૉલી હાઉસની શરૂઆત થઇ છે. આ ક્ષેત્રને મિની ઇજરાયલ પણ કહે છે.

આધુનિક ખેતીથી મૌસમને માત અપાય છે.

મૌસમ અને અને ખેતીનો ગાઢ બંધન છે. પ્રકૃતિ ખેતીનેં વધારે પ્રભાવિત કરે છે જે કારણે નુકસાન વેઠવુ પડે છે. પૉલી હાઉસ તકનિકથી બિન મૌસમ પણ ખેતી કરી શકાય છે. લોકો ઠેર ઠેરથી જોવા આવે છે કે શબનમની બુંદથી કેમ ખેતી કરી શકાય છે.

ખેમારામ કહે છે, “આખા વર્ષમાં ઓક્સીજનનીં મદદથી જે પાક લેવો હોય એ પાક લઇ શકાય છે, હું તરબૂચ અને ખીરાનોં પાક ઉગાડુ છું.” પાક વિપુલ માત્રામાં થાય છે અને નફો ૪ ગુણો થાય છે. દોઢ મહીનામાં ખીરાનો પાક ઉગવા લાગ્યો અને જ્યારે તરબૂચનીં મૌસમ નથી ત્યારે તરબૂચ ઉગી નિક્ળ્યા, ગામનેં મિની ઇઝરાયલ કહેવામાં આવે છે ખેમારામને આધુનિક તકનિક શીખવાની ઘગસ હતી એ ખેતી શીખવા ઈઝરાયલ ચાલ્યા ગયા. ત્યાં તકનિક શીખી પોતાના ગામ પાછા આવી ગયા. રાજસ્થાનનાં એ પહેલા વ્યક્તિ છે જેણે ઇઝરાયનુ મૉડલથી ખેતી કરવાની શરુઆત કરી. ખેમારામ કહે છે “જો ખેડુત આ નવી તકનિક અપનાવે તો ૨૦૧૯માં તેની ઇનકમ દસ ગુણી બની જાય છે.”

સરકારે સબ્સિડી આપીને સહાયતા કરી.

૪ હજાર વર્ગમીટરની જગ્યા પર સરકારનીં સહાયથી પૉલી હાઉસનું નિર્માણ કર્યુ. ખેમારામ કહે છે કે “એક પૉલી હાઉસ બનાવવા માટે ૩૩ લાખનો ખર્ચ આવ્યો હતો. મેં ૯ લાખની લોન લીધી હતી બીજો ખર્ચ સરકારની સબ્સિડી દ્બારા ઉપાડવામાં આવ્યો હતો. પહેલી વખત ખીરા ઉગાડવા માટે દોઢ઼ લાખનો ખર્ચો આવ્યો હતો. ૪ મહીનામાં ૧૨ લાખનાં ખીરાનું વેચાણ કર્યુ.

“ખેતી માટે મારો પહેલો અનુભવ હતો. ચાર મહીનાનાં નફમાં મેં બેંકની રકમ ચુકવી હતી. ૪ હજાર વર્ગમીટરની જગ્યા પર પૉલી હાઉસથી આરંભ કર્યુ હતુ, આજ ૩૦ હજાર વર્ગમીટર પૉલી હાઉસ પર ખેતી થાય છે.”

ખેડુતો તકનિક શીખવા અને જોવા આવે છે.

રાજસ્થાનના નાના ગામ “મિની ઇઝરાયલ” ખુબ પ્રસિદ્ધ થયું છે. ઠેરઠેરથી ખેડુતો અને યુવાનો આવે છે અને તકનિક શીખે છે. ઘણા લોકો પૉલ હાઉસ પણ બનાવે છે અને નફો કમાય છે. ખેમારામે લોકોના વિચારો બદલવાના પ્રયાસ કર્યા છે અને એક મિસાલ બની ઉભર્યા છે.

લેખન સંકલન : દીપેન પટેલ.

દરરોજ આવી અવનવી વાતો અને જાણવા જેવું મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી