ચાલો ખૂબ સરળ અને સાવ ઓછી સામગ્રીથી બનતી ઇન્સ્ટન્ટ ખાટી- મીઠી ચટણી બનાવીએ.

ઘણીવાર એવું બનતું હોય કે ઢોકળાં,ફરસાણ કે ચાટ બનાવ્યા હોય અને આમલી- ખજૂર ચટણી બનાવનો ટાઈમના હોય ત્યારે તમે 10 જ મિનિટમાં આ ચટણી બનાવી ને તમારો પ્રોબ્લેમ દૂર કરી શકશો.

આમ પણ આ ચટણી ઢોકળાં, સમોસા, કચોરી, પકોડા અને કટલેટમાં તો બહુ જ સરસ લાગે છે સાથે સાથે ચાટ, ભેળમાં પણ એટલી જ સારી લાગે છે.

ચાલો ખૂબ સરળ અને સાવ ઓછી સામગ્રી થી બનતી ઇન્સ્ટન્ટ ખાટી- મીઠી ચટણી બનાવીએ.

સામગ્રી:-

૨ કપ પાણી,
1 ચમચો આમચૂર,
1/4 ચમચી શેકેલો જીરુનો પાવડર,
1/4 ચમચી વરિયાળીનો પાવડર,
1/ 4 ચમચી સંચળ પાવડર,
1 ચમચી સુકવેલા ટોપરાનો ભૂકો કે તાજા ટોપરનું છીણ,
3 ચમચા ગોળ,
1 ચમચી ખાંડ,
1 ચમચી ઝીણી સમારેલી કોથમીર,
મીઠું અને મરચું સ્વાદ અનુસાર,
ચપટી ગરમ મસાલો.

રીત:

સૌ પ્રથમ સૂકું ટોપરાનું છીણ અડધી મિનીટ કડાઈમાં શેકીને જુદું મૂકી દો.


હવે એક કડાઈમાં પાણી લો. તેમાં આમચૂર, સંચળ, જીરાનો ભૂકો, વરિયાળીનો ભૂકો, મીઠું , મરચું, ગોળ, ખાંડ અને ગરમ મસાલો મિક્સ કરીને ગરમ કરવા મૂકી દો.

સતત હલાવતા રહો. 3-4 મિનિટ થાય અને બરાબર ઉકળી જાય અને ટોપરું ઉમેરી ફરી 1 મિનિટ હલાવો .. ગેસ બંધ કરો અને કોથમીર ઉમેરીને મિક્સ કરો.

ઠંડી થાય એટલે તમને ગમતાં ફરસાણ જોડે સર્વે કરો.

નોંધ:-  તમને ભાવે તો સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો. ચટણી તમને ગમતી હોય એટલી પાતળી કે ઘટ્ટ રાખી શકો.
ખટાશ માટે આમચૂર અને ગાળાશ માટે ગોળ તમે વધુ કે ઓછું તમારા સ્વાદ મુજબ કરી શકો છો. જ્યારે ગેસ બંધ કરશો પછી ચટણી થોડી વધુ ઘટ્ટ થશે એટલે તમારે તમારી પસંદ ની ઘટ્ટ કરવા થોડા સમય પહેલાં જ ગેસ બંધ કરશો નહિ તો બહુ જ ઘટ્ટ બની જશે. જો વધુ ઘટ્ટ થઇ જાય તો ગરમ પાણી ઉમેરીને ફરી થી એક વાર ઉકાળી લો.
જો તમને ખાંડના ઉમેરવી હોય તો ગોળ વધુ ઉમેરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી