ખાટા ઢોકળા દાબેલી :

સામગ્રી :

૨ કપ ઢોકળાનું ખીરું,
૧ ચમચી આદુ મરચાની પેસ્ટ,
૨ નંગ બાફેલા બટાકા ,
૨ ચમચી દાબેલી મસાલો,
૧ ચમચી શેકેલા શીંગદાણા,
૧ ચમચી દાડમના દાણા,
૨ ચમચી ઝીણી સેવ,
૧ ચમચી સમારેલા લીલા ધાણા ,
૧\૨ ચમચી કાળા મરી પાવડર,
૧/૨ ચમચી લાલ મરચું
વધાર માટે :
1 ચમચી તેલ,
૧/૨ ચમચી રાઈ,
૫ નંગ કઢી પત્તા,
૨ નંગ લીલા મરચા ,

રીત :

ઢોકળા ના ખીરામા આદુ મરચાની પેસ્ટ અને મીઠું નાખીને ઢોકળીયામા ઢોકળા બનાવી લો ખીરા ઉપર મરી પાવડર ને લાલ મરચું ભભરાવો. ઠંડા પડે રાઉડ કટર થી કટ કરી લો.

બટાકા માં દાબેલી મસાલો શીંગદાણા દાડમના દાણાં ધાણા નાખી ને મિકસ કરી લો હવે ઢોકળાના અેક ભાવ પર દાબેલી મસાલો લગાવી તેના પર સેવ ભભરાવીને બીજા ભાગથી કવર કરી લો.

વઘારીયામાં તેલ ગરમ કરી રાઈ તતડે અેટલે તેમાં મરચા ને કઢી પત્તા નાખી ને ઢોકળા પર વઘાર નાખીને લીલી ચટણી ને મીઠી ચટણી સાથે સર્વ કરવી.

તો તૈયાર છે ઢોકળા દાબેલી ન્યુ ગુજરાતી વર્ઝન !

‪#‎GujjuRecipesINeway‬

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

ટીપ્પણી