Khakhra Chaat (ખાખરા ચાટ)

1623307_647307955306306_1989264880_n

 

આજે બનાવો એક યુનિક રેસીપી, “ખાખરા ચાટ” :

===========================

 

*સામગ્રી-

-૧૦ થી ૧૨ નંગ ખાખરાનો ભૂકો

-૧ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીકમ

-૧ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા ટામેટા

-૧ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી

-૧ ટેબ.સ્પૂન ફણગાવેલા મગ

-૧ ટેબ.સ્પૂન દાડમ ના દાણા

-૧ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર

-સ્વાદ પ્રમાણે મીઠું

-૧ ટી.સ્પૂન લાલ મરચા પાવડર

-૧ લીંબુ નો રસ

-૧/૨ ટી.સ્પૂન સંચળ પાવડર

-૧ ટી.સ્પૂન ઝીણી સમારેલી કોબીજ

-૧ ટી.સ્પૂન ચાટ મસાલો

-૧ લીલું મરચું ઝીણું સમારેલું

 

*રીત:

સૌ પ્રથમ ખાખરા નો ભૂકો કરી તેમાં ડુંગળી, કેપ્સીકમ, ટામેટા, દાડમ, કોબીજ, મગ નાખી હલાવી લો. ત્યારબાદ તેમાં મીઠું, મરચું, સંચળ, ચાટ મસાલો અને લીલું મરચું નાખી દો. છેલ્લે લીંબુ નો રસ નાખી હલાવી, દાડમ નાદાણા અને કોથમીરથી ગાર્નીશ કરી તરત જ સર્વ કરો.

સૌજન્ય : પ્રેમિલા પટેલ (સુરત)

 

Join us રસોઈની રાણી

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block