શું તમને પણ અથાણા વગર ખાવાનું નથી ભાવતું ? આજે જ ઘરે બનાવડાવો આ અથાણું…

“ખજૂરનું અથાણું”

સામગ્રી:

૧ કિલો કઠણ ખજુર
૧ કિલો દળેલી ખાંડ
૫૦૦ ગ્રામ લીંબુનો રસ
૨ પેકેટ તૈયાર અથાણાનો મસાલો

રીત:

સૌ પ્રથમ ખજુરમાંથી ઠળિયા નીકળી લેવા.
હવે તપેલામાં ખાંડ લઇ તેમાં લીંબુનો રસ ભેળવી ૨ દિવસ માટે રાખવું.
હાલતા ચાલતા વચ્ચે હલાવી લેવું.
ચાસની જેવું થઇ જાય એટલે તેમાં મસાલો અને ખજુર બરાબર મિક્ષ કરી અડધા દિવસ માટે તપેલામાં રાખી પછી એર ટાઈટ બરણીમાં ભરી લેવું.
તો તૈયાર છે ટીફીનમાં, મુસાફરીમાં થેપલા/પૂરી જોડે મજા આવે તેવું ખજૂરનું અથાણું.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ વાનગી અને તમારા મિત્રો ને પણ જાણ કરો. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી