‘ખજૂર બ્રાઉની’ આ રેસીપી સુગર ફ્રી છે જેથી મોટા લોકો પણ હોંશે હોંશે ખાશે, ટ્રાય કરો

શું તમારા બાળકો ખજૂર નથી ખાતા? જો ના, તો બાળકોને પસંદ હોય એવી રેસીપી બનાવી દો તો ખુશ થઈને ખાશે અને હા આ રેસીપી સુગર ફ્રી છે જેથી મોટા લોકો પણ ખુશ થઈને ખાશે 🙂

તો બનાવો એકદમ ટેસ્ટી, સુગર ફ્રી અને સહેલાઇથી બની જાય એવી ‘નો બેક ખજૂર બ્રાઉની’

સામગ્રી:

500 ગ્રામ ખજૂર,
1 વાટકો બદામ અને અખરોટ,
5 ટી સ્પૂન કોકો પાવડર( મીઠો),
1 ટી સ્પૂન કોકોનટ ઓઇલ.

ગાર્નિશ માટે:

બદામના ટુકડા’
ડ્રાય ફ્રુટનો ભુક્કો’

રીત:

સૌ પ્રથમ તમામ સામગ્રી ભેગી કરી લેવાની.

સૌ પ્રથમ મિક્સર જારમાં બદામ અને અખરોટ નાખો હવે તેમાં 4 ટી સ્પૂન કોકો પાવડર ઉમેરી 5 મિનિટ બ્લેન્ડ કરો.


હવે તેમાં ખજૂર બી કાઢી મિક્સર જારમાં ખજૂર ઉમેરો હવે તૈયાર થયેલા મિશ્રણ સાથે ખજૂર ને 10 મિનિટ બ્લેન્ડ કરો.


હવે બટ્ટર પેપર પર મિશ્રણ લઈ તેને ચોરસ શેપ આપો અને તેના પર બદામના ટુકડા લગાડી ગાર્નિશ કરો.
હવે તેને 30 મિનિટ ફ્રીઝમાં સેટ કરવા મૂકી દો.


હવે 1 બાઉલમાં કોકોનટ ઓઇલ અને 2 ટી સ્પૂન કોકો પાવડર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો.


30 મિનિટ પછી તૈયાર કરેલી બ્રાઉની ઉપર આ મિશ્રણ પાથરો અને છેલ્લે ડ્રાય ફ્રૂટ્સ પાવડરથી ગાર્નિશ કરો.


હવે 15 મિનિટ ફ્રીઝ માં સેટ થવા દો. 15 મિનિટ પછી સર્વ કરો.

તો તૈયાર છે ખજૂર બ્રાઉની.

શિયાળામાં તો ખજૂર રાજા કહેવાય!

1 ખજૂર ખવાથી પાચનતંત્ર સારૂ થાય છે. ખજૂરમાં ફાયબર અને એમીનો એસિડ ખૂબ જ માત્રામાં હોય છે. ખજૂરને આખી રાત પલાડી રાખીને તેને પીવાથી પાચનતંત્રમાં ઘણો જ ફાયદો થાય છે.

2 ખજૂરમાં એનર્જી આપવાની ખૂબ જ ક્ષમતા હોય છે કારણ કે તેમાં પ્રાકૃતિક રીતે જ શુગરનું પ્રમાણ હોય છે જેમાં ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ જેવા તત્વો હોય છે. ખજૂરને દૂધમાં ભેળવીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.

3 ખજૂરમાં પ્રોટિનની માત્ર વધારે છે જ્યારે સોડિયમની માત્ર ઓછી હોય છે જે શરીરની નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ લાભદાયી છે. શરીરમાં પોટેશિયમની માત્રા વધારે છે જેનાથી સ્ટોકનું જોખમ ટાળી શકાય છે.

4 ખજૂરમાં આયનનું પ્રમાણ હોય છે ત્યારે આયન શરીરમાં લોહીની ઉણપ ઓછી કરે છે. ખજૂરનું નિયમિત સેવન કરવાથી લોહની ઉણપ ઘટાડી શકાય છે. ખજૂરમાં ક્લોરીનની માત્ર વધારે હોય છે ત્યારે દાંતમાં ક્ષયની પ્રક્રિયા ધીમી કરે છે.

રસોઈની રાણી: ચાંદની જોશી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી