ખજૂર બિસ્કીટ રોલ : નાના મોટા સૌને અને મિત્રોને ખુબ ભાવશે…પોષણક્ષમ અને તાકાત વાળી વાનગી

ખજૂર બિસ્કીટ રોલ (Khajur Biscuit Roll)

સામગ્રી:

500 ગ્રામ ખજૂર (કાળો),
મેરી બિસ્કીટ ,
ડ્રાયફ્રુટનો ભૂક્કો અથવા ટોપરાનું ઝીણુ ખમણ ,
3 ચમચી ઘી,

રીત:

સૌ પ્રથમ ખજૂરમાંથી ઠળીયા કાઢી લેવા.

પછી કડાઇમાં ઘી લઈ તેમા ખજૂર ઉમેરી એકરસ થાય ત્યાંસુધી શેક્વો.
પછી ગેસ બંધ કરી દેવો.

હવે તેના નાના લુવા વાળી, પાતલી પર નાની પૂરીઓ વણી લેવી.

એક પૂરી હાથમાં લઈ તેની પર બિસ્કીટ મૂકી સાઇડ કવર કરી લઈ
પછી તેના પર બીજી પૂરી મૂકવી, તેના પર બિસ્કીટ મૂકી પાછી પૂરી મૂકી સાઇડ કવર કરી ગોળ વાળી લેવી.

પછી તેને ડ્રાયફ્રુટના ભૂક્કામાં રગદોડી લેવું.
2-3 કલાક પછી પીસ કરી લઈ સર્વ કરવું.

તો તૈયાર છે ખજૂર રોલ.

રસોઈની રાણી: રિદ્ધિ પરમાર (રાજકોટ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

શેર કરો આ ખુબ જ હેલ્ધી વાનગી તમારા મિત્રો સાથે અને દરરોજ આવી નવીન વેરાયટીની વાનગી મેળવવા લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી