“ખજૂરના લાડુ” – શિયાળો ચાલે છે તો હજી સુધી ના બનાવ્યા હોય તો હવે બનાવી દો..

“ખજૂરના લાડુ”

સામગ્રી

જાયદી ખજૂર ૧ કિલો,
ઘી ૫૦ ગ્રામ,
બદામનો ચૂરો ૫૦ ગ્રામ,
કાજુનો જાડો ચૂરો ૫૦ ગ્રામ,
કોપરાનું ખમણ ૫૦ ગ્રામ.,

રીત :

સૌ પ્રથમ કાજુ-બદામને ઘીમાં સાવ ધીમા તાપે કાજુ આછા ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો.
રૂમ ટેમ્પરેચર સુધી ઠરે એટલે સ્હેજ જાડો ભૂકો રહે તેમ પીસી લ્યો. ખજૂરના ઠળીયા કાઢી લેવા અને પેનમાં ઘી ગરમ કરી તેમાં ખજૂરનો પલ્પ શેકી લેવો. ખજૂરની સૂગંધ આવે ત્યારે કાજૂ-બદામ ઊમેરી બરાબર મિક્સ કરવું. થોડું ઠંડુ થાય ત્યારે હાથમાં થોડું ઘી લગાવી નાના લાડુ વાળવા. આ લાડુને કોપરાના ઝીણાં ભુકામાં રગદોળળી લેવા.
તૈયારાછે હેલ્ધી અને ટેસ્ટી ખજૂર લાડુ.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી