Khajoor Aambali ni Chutney (ખજુર આમલીની ચટણી)

1001102_149735518564232_1810308136_n

 

ખજુર આમલી ની ચટણી

 

સામગ્રી

ગોળ – 1/4 કપ

આમલી – 1/4 કપ (50 ગ્રામ )

ખજુર- 8-10

લાલ મરચું પાવડર -1/2 tsp

સેકેલું જીરું / જીરા પાવડર -1/4 tsp

સુકવેલ આદુ નો પાવડર -1/4 tsp

મીઠું જરૂર મુજબ

 

રીત

આમલી ને થોડા એવા ગરમ પાણી માં 20 મિનીટ સુધી પલાળી રાખો

ગોળ ને પાણી માં ઓગાળો તેમજ તેને ગાળી લો

ખજુર માંથી ઠળિયા કાઢી નાખો

એક પેન માં ગોળ, આમલી તેમજ ખજુર ને પુરતું પાણી લઇ ઉકાળો

તેમાં મીઠું , લાલ મરચું પાવડર , જીરા પાવડર તેમજ સુકવેલ આદુ પાવડર નાખો તેને ધીમા તાપે ઉકાળવા દેવું જ્યાં સુધી ઘટ્ટ થાય .હવે તેને સરખી રીતે મેશ કરી દેવું

ઠંડુ થવા દો . હવે તેને ગરણી વડે ગાળી લેવું ગાળતી વખતે તેને મેશ કરતા રેવું બને તેટલો પલ્પ કાઢી લેવો

એક એર ટાઈટ ડબ્બા માં ભરી તેને ફ્રીજ માં મૂકી દેવી આ ચટણી 15 થી 20 દિવસ સુધી ફ્રીજ માં રાખી સકાય છે

આ ચટણી ભજીયા, સેન્ડવીચ કે પછી કોઈ પણ ચાટ કે ભેળ બનવા માં ઉપયોગ માં લઇ શકાય છે

ટીપ્પણી