“કેસર રસગુલ્લા” – યમી.. મને તો બહુ જ ભાવે છે અને તમને જો હા તો આજે જ ટ્રાય કરો..

“કેસર રસગુલ્લા”

સામગ્રી :

1-1/2 લિટર દૂધ ,
1 ટે સ્પૂન લિમ્બુનો રસ,
1 ટે સ્પૂન આરાલોટ,
4 કપ ખાંડ,
1 ટે સ્પૂન ડ્રાયફ્રુટ્સ (ઓપ્સ્નલ),
1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર,
કેસર,
પીળો ફૂડ કલર (ઓપ્સ્નલ),

રીત :

-દૂધને ઉકાળો અને તેમાં લિમ્બુનો રસ નાખીને દૂધ ફાળી ,પનીર બનાવો .
-ઠંડા પાણીથી પનીર ધોઈને,પાણી નીતારીલો અને કપડામાં બાંધી 30 મિનીટ રાખો.
-એક પોહળા વાસણમાં ખાંડ અને જરૂર મુજબ પાણી લઇને ઉકાળો.તેમાં થોડા કેસરના તાતણા ઉમેરો .(ચાસણી પાતળી રાખવાની છે)
-હવે આ પનીરને બરોબર 7 થી 8 મિનીટ મસળીલો.તેમાં પીળો ફૂડ કલર,ઇલાયચી પાવડર અને આરાલોટ મિક્ષ કરો.તેને સ્મૂધ કરીને ગોળા કરીલો .
-ડ્રાય ફ્રુટ્સને જીણા કાપીલો .તૈયાર ગોળાને ફ્લેટ કરીને વચ્ચે ડ્રાય ફ્રુટ્સ ભરી ફરી ગોળા વાળીલો.(તિરાડ ના પડે તેમ)
-હવે ઉકળતી ચાસણીમાં તેને નાખો .મધ્યમ તાપે ઢાંકીને 10-12 મિનીટ ગોળાને ઉકાળો
-ઢાંકણ ખોલીને ફરી 8-10 મિનીટ રસ્ગુલ્લા થવાદો.રસ્ગુલા સાઇઝ માં ડબલ થઈ જશે.
-ઠંડા પડે એટલે ડ્રાય ફ્રુટ્સથી સજાવીને સર્વ કરો .

નોંધ:

#ગાયનુ દૂધ લેવું.
#આ માપથી 8-10 રસ્ગુલ્લા બનશે.
#સરખુ મસળવાથી રસ્ગુલા સ્પંજિ બનશે.
#કેસર રસ્ગુલ્લામાં ડ્રાય ફ્રૂટ્સ ભરો તો તેને રાજ્ભોગ પણ કેવાય.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી