કેરી-મેથીનુ શાક (keri methi nu shaak)

ડાયાબિટીસ દર્દીઓને ખવાય તેવી વાનગી

સામગ્રી :

2 મિડીયમ કાચી અથવા પાકી કેરી
1/2 વાટકી મેથીના દાણા
3/4 કળી લસણ
1 ટે સ્પૂન ચણાનો લોટ
ગરમ મસાલો
હિંગ
હળદર
મરચું
ધાણાજીરૂ
જીરુ
મીઠું
તેલ

રીત :

એક બાઉલમાં મેથીના દાણાને 4 થી 5 કલાક માટે પલાળીલો. તેમા હળદર અને મીઠુ નાખીને કૂકરમાં બાફી લો .કેરીની છાલ ઉતારીને મિડીયમ પિસ કરીલો.

હવે કડાઇમાં તેલ મુકો.જીરુ અને હિંગ નાખીને જીણુ લસણ સાતળો. તેમાં કેરીના ટુકડા નાખો બધાં મસાલા કરીલો. કૂકરમાં વધેલું બાફેલી મેથીનુ પાણી તેમાં ઉમેરો અને કેરીને ચઢવાદો.

કેરી ચઢવા આવે એટલે મેથીના બાફેલા દાણા પણ ઉમેરો .ચણાનો લોટ ઉમેરી ફરી થોડી વાર શાકને ચઢવાદો. (રસો ઘાટો થય જશે)
રેડી છે કેરી-મેથીનુ શાક.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી