” કેરાનું અથાણું” – બહારના ભેળ સેળ વાળા અથાણા છોડો, હવે ઘરે બનાવો ટેસ્ટી આ અથાણું એ પણ બજારમાં મળતા અથાણા જેવા જ ટેસ્ટનું……

” કેરાનું અથાણું”

અથાણાની સીઝન શરુ થાય એટલે મોટાભાગની બહેનો ઘરે કેરીનું ગળ્યું અથાણું, કેરીનું ખાટું અથાણું, છૂંદો, અને બીજા અનેક અવનવા અથાણા બનાવવાની શરૂઆત કરે છે, અને જે બહેનો ઘરે નથી બનાવી શકતી એ બહેનો બહાર માર્કેટમાં મળતા અથાણા લાવે છે, પણ બહાર મળતા અથાણા એટલા હેલ્ધી નથી.. તો આવો આજે અમે તમને એક નવીન પ્રકારનું અથાણું બનાવતા શીખવીએ. મારા નાની આ અથાણું બહુ ટેસ્ટી બનાવતા હતા…

સામગ્રી:

  • 500 ગ્રામ કેરા ( કેર )
  • 250 ગ્રામ કેરી
  • 100 ગ્રામ અાચાર મસાલો,
  • 100 ml સરસિયુ તેલ
  • મીઠૂ હળદર, મરચુ, ચપટી હીંગ

સરળ રીત:

* સૌથી પહેલા કેરાને સ્વચ્છ પાણીમાં ધોઇને એક દિવસ માટે ચોખ્ખા પાણીમાં રાખો.

* બીજા દિવસે તેને કોરા કરીને મીઠું હળદરમાં દસ દિવસ રાખો…જો નરમ ના પડ્યા હોયતો વધુ દિવસ રાખવા..

* નરમ પડે એટલે ચારણીમાં લઈ નીતારી કપડા પર પાથરી લેવા.

* જ્યારે કેરા નરમ પડે એટલે કેરી ના કટકા કરી એને પણ મીઠા અને હળદરમાં એક દિવસ રાખવા..

વધુ નરમ આચાર જોઈએ તો કટકાને બે દિવસ રાખવા..

* પછી મીઠા હળદરનું પાણી કાઢી કોરા કરવા.

* એક થાળીમાં આચાર મસાલો ગોળ ફરતો રાખવો. વચ્ચે ચપટી હિંગ મૂકવી.

* સરસિયુતેલ ગરમ કરી હીંગ ઉપર રેડવું. બધુ બરોબર મીક્ષ કરવું.

* મસાલો ઠંડો પડે એટલે કેરા અને કેરીના કટકા તેમાં બરોબર મીક્ષ કરી લેવા…

* એક દિવસ તપેલીમાં રાખી બીજા દિવસે બરણીમાં ભરી લેવુ..

નોંધ:- જો ગળ્યુ બનાવવુ હોયતો 250 ગ્રામ ગોળનો ભૂકો મીક્ષ કરવો. કેરી ના લેવી હોયતો એકલા કેરાનું પણ બને…

રસોઈની રાણી : રમીલાબેન સોની.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી