એકદમ ક્રિસ્પી અને સરસ ટેસ્ટી કેળાની વેફર ..

કેળાની વેફર 

કેળાની વેફર કે ચિપ્સ એક એવો નાસ્તો છે , જે નાના મોટા બધા ને જ ભાવે અને કોઈ પણ ટાઈમે ભાવે. આ વેફરને મોઢામાં મુક્યા બાદ જરૂરથી બીજી ખાવાનું મન થાય જ.

આ વેફર બનાવવી જેટલી સરળ છે એટલી જ ટ્રીકી પણ છે. જો જરા પણ ચૂક થઈ એટલે સરસ દેખાતી વેફર થોડી જ કલાકોમાં પોચી પડી જાય. તો ચાલો જોઈએ એક પરફેક્ટ રેસિપી જે તમને આપશે એકદમ ક્રિસ્પી અને સરસ ટેસ્ટી કેળાની વેફર ..

સામગ્રી ::

  • 5 કાચા કેળા,
  • મીઠું,
  • મરીનો ભૂકો,
  • તળવા માટે તેલ

રીત ::

વેફર બનાવવા માટેના કેળા કાચા પસંદ કરવા.. પીળા પડી ગયેલા કે પોચા કેળાની વેફર સારી નહીં બને.

કેળાને ધોઈ એની છાલ ઉતારી લેવી. આપ પિલરની મદદથી અથવા છરીથી છાલ ઉતારી શકો છો.

હવે એક બાઉલમાં પાણી લો. એમાં થોડું મીઠું ઉમેરી દો. હવે કેળાની સ્લાઈસ સીધા પાણીમાં જ પાડો. સ્લાઈસ થોડી જાડી રાખવી..

તેલ ગરમ મુકો. અને એક કપડાં પર કેળાની સ્લાઈસ પાથરી દો. પાણી નીકળી જશે અને તળતી વખતે થોડી સહેલાઇ થઈ જશે.

થોડી થોડી કરીને તળવી. કડાયમાં એકસાથે બહુ ના નાખવી. ધીમા થી મધ્યમ આંચ પર તળો. બહુ ફુલ ગેસ પર તળવાથી અંદર થી પોચી રહી જશે..

હળવા બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળો. તેલમાંથી કાઢી થોડી વાર ટીસ્યુ પેપર પર રાખો. ગરમ હોય ત્યારે જ મીઠું અને મરીનો ભૂકો છાંટી દો એટલે સરસ ચોંટી રહેશે. એર ટાઈટ ડબ્બા માં ભરી દો. જ્યારે પણ એવું લાગે કે ચિપ્સ થોડી પોચી થઈ ગઇ , આપ માઇક્રોવેવ માં ગરમ કરી ફરી ક્રિસ્પી કરી શકો છો.

નોંધ :

• મીઠા અને મરીને બદલે આપ લાલ મરચું , સંચળ અને ચાટ મસાલો પણ વાપરી શકો.
• ચિપ્સને તળવાને બદલે આપ માઇક્રોવેવમાં બેક પણ કરી શકો છો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી