સમય માણસને દરેક મુશ્કેલીઓ સામે લડતા શીખવી દે છે…

કળિયો ખીલી ફૂલ બની સમય વહી ગયો અને હું રહી ગયો, લોકો ની ચાહ માં, હું પડ્યો રહ્યો રાહ માં. મને તો હંમેશા દેખાયો પ્રેમ, પણ એ જ નિકળ્યો વ્હેમ.

હું એ દિવસે રોજની માફક જ મારાં ફળીયાનાં નાના બાળકો સાથે ફળીયાનાં વચ્ચે રહેલાં વિશાળ મેદાનમાં રમી રહ્યો હતો. દરેક બાળકો લગભગ બે – ત્રણ અથવા તો પાંચ વર્ષનાં જ હતાં. હું જ માત્ર મોટો હતો. મને આમ નાના બાળકો સાથે રમતો જોઇ ને ફળીયાનાં અને ઘરનાં લોકો કહેતાં “ઘોડા જેવો મોટો થઇ ગયો પણ હજુ તો હતો એવો ને એવો જ. હવે તો બદલાઇ જા તારી લગ્ન કરવાંની ઉંમર થઇ ગઇ છે. લગ્ન કરશે તો એક વર્ષમાં તો તારાં ઘેર પણ બાળક આવી જશે.”

આ સાંભળી બસ હું એટલું જ કહેતો હતો કે “સરસ તમારે તો બસ મને પરણાવી ને મફતમાં ભોજન જ કરવું છે અને મારે બસ ફરીથી નાનો બાળક બની બાળપણની મઝા માણવા માંગુ છું અને તમે છો કે મને બાળકનો બાપ બનાવા માટે પાછળ પડ્યાં છો.”

મારી વાતનો વળતો જવાબ એવો આવતો કે બોળકો પણ હસી હસીને ત્યાં નાં ત્યાં જ બેસી જતાં હતાં. તો વળતો જવાબ એમ હતો કે “તું આ બધાં બાળકો ને દત્તક લઇ લે અને લગ્ન કરવાંની વાત જતી કરી દે.” આ સાંભળી એક ચાપલુસી કરતો ત્રણ વર્ષનો છોકરો બોલી પડતો કે “કેમ કાકાના લદન ના તલવાંનાં અમે નાતવાનાં થે તો લદન તો તલવાં જ પલે ને…!!!” દરેક નાં મોઢાં જાણે આ વાત સાંભળી શીવાય જતાં હતાં.

મારો આ રોજ નો નિત્યક્રમ બની ગયો. બાળકો મારો સાંજનો સમય જ્યારે હું કામ પુરું કરી લઉ એ જાણતાં હતાં તો તેઓ એ સમયે મને બોલાવવા આવી જાય અને બાદ ખુબ જ ધમાચોકડી કરતાં. ખુબ જ જોરશોરથી બૂમાબૂમ કરી ને મજા કરતાં. આ બાળકો વગર હું અને મારાં વગર આ બાળકો જાણે અધૂરાં હતાં. બાળકો મારાં જીવન નો એક ભાગ બની ચૂક્યાં હતાં. હું રમતો રમ્યાં બાદ એમને વાર્તાઓ સંભળાવતો આ વાત થી દરેક બાળકો ખુબ જ ખુશ થતાં હતાં અને કેટલીક વખત તો એમને ચોકલેટ્સ અને કોલ્ડ્રીંક્સ ની મીની પાર્ટીઓ કરતો.

આમ ને આમ ખુબ જ સમય વીતી ગયો. સમય સાથે ખુબ જ બધું બદલાય ગયું પણ હું અને મારાં એ બાળકો હતાં એ ના એ જ રહ્યાં. બાળકો ત્રણ થી પાંચ વર્ષ નાં થયાં અને હું ત્રેવીસ થી પચ્ચીસ નો થયો હતો. હવે બાળકો થોડાં વધારે સમજદાર થયાં અને મારી કદાચ થોડી સમજદારી ઓછી થઇ ગઇ હતી કે લોકો ને પ્રેમ કરવાં નો નજરીયો બદલાઇ ગયો હતો એ વાત સમજાતી નહોતી.

હું જેને પણ પ્રેમ કરતો એ બસ મને છોડી જતાં રહેતાં હતાં આ જ કારણે હું કદાચ હવે તુટી ગયો હતો. દરેક લોકો આગળ નીકળી રહ્યા હતાં પણ હું બસ મારી સાથે જ આવું કેમ થાય છે એ વિચારી ત્યાં નો ત્યાં જ રહી ગયો.

સમય ની અલગ જ હાય છે વાત,
સમય સમય પર જ મારે છે લાત.
આ લાત નો વાર ના જાય ખાલી,
ભલભલાં ને યાદ આવે છે જાહો જલાલી.
કેવો એ સમય હતો જઇ વીતી ગયો.

કાક જગ્યા એ વાંચ્યું હતું કે પહેલાં પોતાનાં માટે જીવો પછી પોતાનાં પરિવાર માટે જીવો અને પછી જો પરિવાર બાદ પણ જો કંઇ બચે છે એવું લાગતું હોય તો દુનિયા માટે જીવો. આમ જીવન જીવાય તો તો ના કોઇ ચિંતા કે ના કોઇ દુઃખ રહે.

આહિંતો મારી તો વાત જ તદ્દન બદલાઇ ગઇ હતી હું તો એ જોતો થઇ ગયો હતો કે લોકો મને જોઇ ને શું કહે છે કે મારો શું વીચાર કરે છે અને મન માં ઉદાસ રહેવાં લાગ્યો.

હવે મને રોજ બાળકો બોલાવા માટે આવતાં હતાં પણ હું ક્યાંય જવાં માટે તૈયાર નહોતો કેમ કે મારાં મનમાં એ ભય બેસી ગયો હતો કે મારાં માં રહેલાં બચપના ને કારણે જ લોકો મારાં થી દૂર થઇ જાય છે અને જો આમ જ ચાલતું રહેશે તો હું તો હંમેશ ને માટે એકલો થઇ જઇશ.

સમય આમ ને આમ વીતી ગયો પણ મારાં વિચારો જ્યાં નાં ત્યાં જ અટકી ગયા. એક દિવસ ની વાત છે હું મારી સ્કૂલ નાં સમય ની મિત્ર એ એનાં સાસરે થી પિયર આવી? હતી જે મારાં જ ફળિયાં માં રહેતી હતી. તો આ જ મિત્ર ને એક નાનો દિકરો હતો એ દિકરો હજુ તો બોલતાં જ શીખ્યો હતો એણે એની મમ્મી પાસે જીદ્દ કરી કે નજીક નાં શહેર માં આવેલાં ગાર્ડન માં જવું છે તો એની મમ્મી એટલે કે મારી મિત્ર એ મને કહ્યું “ચાલ ને યાર ખુબ સમય થયો આપણે પણ નાના બાળકો બની રમ્યાં નથી તો આજે બાળકો નાં બહાને આપણે પણ ત્યાં રમી લઈશું અને બાળપણ ને યાદ કરી લઈશું.”

હું, મારી એ મિત્ર, તેમજ ફળિયા નાં અન્ય મિત્રો જે અમારી સાથે શાળા માં અને કોલેજ માં અભ્યાસ કરતાં હતાં એ દરેક અમે સાથે ભેગાં મળી ને ગાર્ડન માં જવાં નિકળ્યાં.

ગાર્ડન માં પહોંચી ને બાળકો ને એમની જાતે રમવાં માટે મૂકી દિધાં અને અમારી ટીમ અમે જે બાળપણ માં જે રમતો રમતાં હતાં એ રમવાં માટે તૈયાર થઇ ગઇ. હું બાજુ પર જઇ ને એક ઝાડ ને ટેકો લઇ ને બેસી ગયો. મને આમ બેસેલો જોઇ ને મારી જે મિત્ર નાં કહેવા થી અહિં આવ્યો હતો એ મારી નજીક આવી અને બોલી “જીતુ આમ ગયેલો સમય પાછો કયારેય નથી આવતો કે વિતેલી વાતો યાદ કરી દુઃખી થવાથી થયેલુ દુઃખ ઓછું ના થાય પણ બમ?ણું થઇ જાય છે એનાથી સારું છે કે ચાલી રહેલાં સમય ની મોજ કરી ને જીવી લેવું સારું.વીતેલાં ખરાબ સમય ની લ્હાય માં ચાલી રહેલાં સારાં સમય ને બરબાદ ના કરવો જોઇએ.”

આટલું કહિં મારી એ મિત્ર તો રમવાં માટે જતી રહી. પછી મને પણ ધીરે થી જાણે એની વાત સમજાઇ હોય એમજ હું પણ ત્યાં થી ઊઠી ને જ્યાં એ લોકો રમી રહ્યાં હતાં ત્યાં પહોંચી ગયો અને રમવા લાગ્યો મને હસ્તો રમતો જોઇ દરેક ને ખુબ જ ખુશી થઇ.

ત્યાં જ કોઇ બોલ્યું “ અમને અમારો એ જ હસ્તો રમતો અને ખુશ રહેતો જીતું પાછો મળી ગયો. આજ થી અમારાં ફળીયાં નાં છોકરાંઓ જે રમવાં નું ભૂલી ગયાં હતાં એ ફરી થી રમવાં નું શીખી જશે અને જેમ કળિયો ખીલી ને ફૂલ બને છે એમ જ એ દરેક બાળકો નાં ચહેરાં હવે ખીલી ઊઠશે.

આમ આજે હું મારાં જીવન ને જે અંધકાર માં ધકેલી ને જીવી રહ્યો હતો એ અંધકાર દૂર થયો. હું મારાં પોતાનાં તેજ થી પોતાનાં માં જ રહેલાં પ્રકાશ થી જ ચમકી ઊઠ્યો. મને બસ એક કિરણ ની જરુર હતી ત્યાં જ મને તો મારાં મિત્રોરૂપી પુરું બ્રહ્માંડ મળી ગયું.

લેખક : કલ્પેશ ચૌહાણ (કાવુ)

દરરોજ આવી અનેક સમજવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી