શિયાળાનું સ્પેશિયલ પીણું એટલે, જૂનાગઢનો સ્પેશિયલ ‘કાવો’ ખાસ તમારા માટે

શિયાળાનું સ્પેશિયલ પીણું  એટલે કે જૂનાગઢ નો સ્પેશિયલ કાવો. ખાટો, ખારો, લડવો, તીખો, અને ગળ્યો આ તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો અને શરદી , ઉધરસ, કફ, ગેસ, પીટવાયું, અપચો, જેવાં હઠીલા દર્દો માટે કાવો ઈલાજ ગણવામાં આવે છે. શિયાળામાં કાવો એ આયુર્વેદિક પીણું સાબિત થયું છે…

સામગ્રી

લીંબુ,
આદુ,
તુલસી પાન,
ફોદીનો, અને
કાવા નો સ્પેશિયલ મસાલો
જેમાં
નામક,
સંચર,
બૂંદ દાણા,
સૂંઠ પાઉડર આવેલા હોય છે..

રીત:

સૌપ્રથમ લીંબુ, આદુ, તુલસી પાન, ફોદીના ના પાન ને ધોઇ લો

હવે તેને મિકચર માં નાના નાના કટકા કરી ભરી દો
હવે તેની પ્રોપર ગ્રેવી તૈયાર થઈ જશે.. તેને બાઉલ માં કાઢી લો
 હવે એક બાઉલ માં પાણી ગરમ કરી લો
હવે તેમાં આગળ બનાવેલી ગ્રેવી તેમજ કાવા નો મસાલો ઉમેરો
આ કાવા ને ઉફણો આવે ત્યાં સુધી ઉકાળો એટલે બધું પ્રોપર મિક્સ થઈ જાય અને  તે ગ્લાસ માં કાઢી તેમાં લીંબુ સ્વાદ મુજબ નીચોવી લો..

તો તૈયાર છે શિયાળા નું સ્પેશિયલ પીણું કાવો

નોંધ:

લીંબુ અંદર નાખી શકાય તેમજ ઉપર થી જરૂર મુજબ પણ ઉમેરી સકો છો..
તેમજ સ્વાદ પ્રમાણે તમે જલજીરા અને મસાલો ઉમેરી શકો. છો….

રસોઈની રાણી : મેધના સચદેવ (જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
 

 

ટીપ્પણી