શું તમે જોઈ છે કોઈ મહિલાને WWE માં ભારતીય પોશાક ડ્રેસ પેહરીને લડતા. WWEમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા પહેલવાન…

મહિલાઓએ હવે ભાગ્યે જ કોઈક ક્ષેત્ર બાકી રાખ્યું હશે જેમાં પોતાની સફળતા સાબિત નહીં કરી હોય. દીવસે દીવસે બહાર આવી રહેલી મહિલાઓની ક્ષમતાથી લોકો અજાણ તો નથી રહ્યા પણ ચકિત થઈ ગયા છે. હવે આપણા જ દેશની વાત કરીએ તો વરસોથી એવી વિચારશરણી ચાલતી આવી છે કે મહિલાઓએ ઘરનો ઉંબરે ઓળંગવો નહીં. હંમેશા છોકરીઓને એવી સલાહ આપવામાં આવે છે કે ઘરમાં શરીર ઢંકાય તેવા કપડાં પહેરીને માથા પર ઓઢણી ઓઢીને રહેવું. ભારતીય સ્ત્રીએ આ પરંપરાઓનું વર્ષોથી માન રાખ્યું છે અને આજના આધુનિક યુગમાં પણ પોતાની પરંપરાઓ નિભાવવાની સાથે સાથે પોતાની અસિમ ક્ષમતાઓનો પરચો પણ બતાવ્યો છે. આજે આપણે આવી જ એક દીકરીની વાત કરીશું. કવિતા દલાલ, હરિયાણાની છે, તેણે વિશ્વ સ્તર પર ભારતનું નામ રોશન કર્યું છે.

થોડા સમય પહેલાં જ થયેલી ડબલ્યુડબલ્યુઈની એક ફાઈટ તો તમને ચોક્કસ યાદ હશે જ્યારે દર્શકોમાં ઉભેલી 34 વર્ષીય છોકરીએ ધી ગ્રેટ ખલીની શિષ્યાની ચેલેન્જ સ્વીકારી હતી અને રીંગમાં પંજાબી સૂટ પહેરીને કુશ્તી કરવા ઉતરી હતી. તે જ ભારતીય છોકરી પર દરેકની નજર સ્થિર થઈ ગઈ હતી. કારણ કે સલવાર સૂટ ભારતીય પોશાક છે પણ કુશ્તીની રિંગમાં જો કોઈ છોકરી આવો પોશાક પહેરીને ઉતરે તો વાત ખુબ મોટી થઈ જાય છે. પણ કવિતા જ્યારે ઓરેન્જ કલરના સૂટમાં ચુંદડી બાંધી અખાડામાં પ્રવેશી અને પોતાની વિરોધી ખેલાડીને ધૂળ ચટાડીને બહાર નીકળી તો એ શંકા પણ દૂર થઈ ગઈ કે સૂટ સલવાર પહેરીને છોકરીઓ માત્ર ઘરનું જ કામ નથી સંભાળતી, પણ બહાર નીકળીને કંઈ કેટલાઓને માત આપી શકે છે. કવિતાને તેની હિમ્મત અને ક્ષમતાના જોર પર જનતાએ એક હુલામણું નામ આપ્યું “હાર્ડ કેડી”. આજે કવિતા ‘ધી ગ્રેટ ખલી’ની શિષ્ય છે.

કવિતાએ જ્યારે સલવાર સૂટ પહેરીને ‘ધી ગ્રેટ ખલી’ની શિષ્યાને રિંગમાં પટકી દીધી ત્યારે દેશને પોતાની પહેલી મહિલા રેસલર મળી ગઈ. આમ તો ધી ગ્રેટ ખલીને સમગ્ર વિશ્વ જાણે છે, પણ હવે દેશમાં એક લેડી ખલી પણ છે જે સલવાર સૂટ પહેરીને રિંગમાં ઉતરે છે અને મોટા-મોટા પહેલવાનોને માત આપે છે. હવે કવિતા ડબલ્યુડબલ્યુઈની રિંગમાં વિદેશી પહેલવાનોને ધૂળ ચટાડતી જોવા મળશે. કવિતાને ડબલ્યુ ડબલ્યુઈને પોતાના ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સમાવી લીધું છે અને ભારતની આ હાર્ડ કેડી વિદેશીઓને હરિયાણવી મુક્કાનું જોર બતાવશે.

કવિતા એક સામાન્ય ભારતીય મહિલા છે જે હરિયાણાના જિંદ જિલ્લાની છોકરી છે અને યુ.પી.ના બાગપત જનપદના બિજવાડા ગામની વહુ છે. કવિતાના પતિ ગૌરવ વોલીબેલ ખેલાડી હોવાની સાથેસાથે એસએસબીમાં કોન્સ્ટેબલના પદ પર કામ કરે છે. લેડી ખલીના નામથી દેશ-વિદેશમાં ઓળખાણ ઉભી કરી ચુકેલી કવિતાએ પોતાના ગામમાં શાળા શિક્ષણ પૂર્ણ કર્યા બાદ 2004માં લખનઉની એકેડેમીમાંથી વેઇટલિફ્ટર બનવાની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું અને પોતાની મહેનતના જોરે થોડાંક જ મહિનામાં રાષ્ટ્રીય સ્તરની વેઇટલિફ્ટર બની ગઈ. વર્ષ 2009માં તેણે એસએસબી (સશસ્ત્ર સીમા બળ)માં કોન્સ્ટેબલ પોસ્ટ પર પોસ્ટિંગ આપવામાં આવ્યું પણ વેઇટલિફ્ટિંગ પ્રત્યે તેની લગન એટલી બધી હતી કે તેણે બે વર્ષ બાદ નોકરીને બાયબાય કહી દીધું. કવિતાએ લગ્ન તેમજ બાળકો થયા બાદ પણ વેઇટલિફ્ટિંગની પ્રેક્ટિસ અને કમ્પિટિશનમમાં ભાગ લેવાનું ચાલું રાખ્યું અને પાવરલિફ્ટિંગમાં સાઉથ એશિયન રમતોની સૂવર્ણ પદક વિજેતા બની ભારતને ગૌરવ આપ્યું.

પણ કવિતાના જીવનમાં વણાંક ત્યારે આવ્યો જ્યારે 13 જૂન 2016ના રોજ તે જાલંધરમાં પોતાના ચાર વર્ષના દીકરા ને સાથે લઈ ખલીના રેસલિંગ શોને જોવા ગઈ અને તે દરમિયાન દિલ્લીની લેડી રેસલર બુલબુલના પડકારને તેણે ડબરલ્યુડબલ્યુઈ રેસલર બનાવી દીધી. કવિતાની પ્રતિભા અને ટેક્નિકથી પ્રભાવિત થઈને ખલીએ તેને પોતાના શો ‘ધી ગ્રેટ ખલી રિટર્ન’માં આમંત્રણ આપ્યું. તે શો દરમિયાન કવિતાએ અમેરિકાની રેસલર નરિયા, જિમી જેમ તેમજ એટીનાને માત આપી ખલી સહીત સમગ્ર દેશનેનું મન મોહી લીધું. ત્યાર બાદ જાણે કવિતાને જીતતાં કોઈ જ નથી રોકી શકતું, ઓક્ટોબર 2016માં તેણે હરિયાણાના પાનીપતમાં ઓપન ઇન્ટરનેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં અમેરિકાની 2 અને એક કેનેડાની રેસલરને પોતાના મુક્કાનો પરચો આપી ચિત કરી દીધી.

આજે કવિતા એટલી ફીટ છે કે તેની સાથે લડતાં વિદેશી રેસલરો પણ ડરે છે. કવિતાને તે જ સમેય ટીવીના પ્રખ્યાત શો બિગ બોસ-10માં ભાગ લેવાની ઓફર આવી. પણ તેણે શોના ઘરના વાતાવરણને જોઈને તે ઓફર નકારી દીધી. કવિતા દેશની પહેલી એવી મહિલા રેસલર છે જે ડબલ્યુ ડબલ્યુઈ સાથે જોડાઈ રહી છે. તેમણે થોડા મહિના પહેલા જ દુબઈમાં થયેલી મહિલા ઓપન ડબલ્યુડબલ્યુઈ ચેંપિયનશિપમાં ભાગ લઈ ફરી પોતાની જાતને સાબિત કરી દીધી હતી.

ડબલ્યુડબલ્યુઈ ગેમ ઇન્ડસ્ટ્રીઝનું શિખર છે. સામાન્ય રીતે પ્રોફેશનલ રેસલિંગમાં પુરુષોનું જ વર્ચસ્વ માનવામાં આ છે પણ બદલાતા સમયની સાથે સાથે મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આવવા લાગી છે. ડબલ્યુડબલ્યુઈના ઇતિહાસમાં કેટલીએ વખત મહિલા પહેલવાનોએ પુરુષોને માત આપી પોતાનો સિક્કો જમાવ્યો છે.

ભારતની હાર્ડ કેડી કવિતા દલાલે સાબિત કરી દીધું છે કે હવે સમય બદલાઈ રહ્યો છે અને પરંપરાના નામે મહિલાઓને ઓછી આંકનારા લોકોએ પોતાના વિચારો બદલવાની જરૂર છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ રસપ્રદ માહિતી અને દરરોજ આવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી