કાઠિયાવાડી સ્પેશિયલ ઊંધીયુ, આજે જ ટ્રાય કરો, ટેસ્ટ એકદમ હટકે છે

કાઠિયાવાડી સ્પેશિયલ ઊંધીયુ
કાઠિયાવાડમાં ઊંધીયાનો અનેરો જ મહત્વ છે. આમાં પણ શિયાળો હોય અને બધાં જ વેજીતબલ્સ એકદમ ફ્રેશ મળતા હોય તો મન થાઈ કે રોજ ઊંધીયુ બનાવીએ.
નાના મોટા સૌનુ માનપસંદીદુ ઊંધીયુ જે માં બધા વેજિટેબલ્સ નો ઉપયોગ થતો હોવાથી તેમાં થી બધા જ વેજીટેબલ્સ વિટામીન મળી જાય છે એટલે સેહત માટે પણ ઊંધીયુ ખુબજ ઉપયોગી છે.
સામગ્રી:
શાકભાજી જેટલી વ્યક્તિઓ માટે ઊંધીયુ બનાવવું હોય એટલા લાઇ શકીએ છે.
શાક બનાવવા માટે ની સામગ્રી:
બટેટા, રીંગણાં, કોબીજ, વટાણા, વાલ, વલોર.
મેથીની ગોટી બનાવવા માટેની સામગ્રી:
૧ વાડકો મેથી, ૨ ચમચી કોબી, ૧ વાડકો ચણાનો લોટ, ૨ ચમચી ઘઉંનો જાડો લોટ.
મસાલા: (સ્વાદ મુજબ)
ચપટી સાજીના ફૂલ,
મરચું પાઉડર,
હળદલ,
ધાણાજીરું,
નમક,
ખાંડ,
ગરમ મસાલો,
લસણ ની પેસ્ટ.
ગાર્નિસીંગ માટે:
કોથમરી પાન.
રીત:
સૌપ્રથમ અપડે કાઠિયાવાડી ઊંધીયુ બનાવવા માટે ફ્રેશ શાકભાજી લઈશું એટલે જ તો ઊંધીયુ શિયાળામાં વધારે બને છે.  શાકભાજીમાં લાઈસુ બટેટા, રીંગણાં, વલોર, વાલ, વટાણા, અને કોબીજ.
મેથીની ગોટી બનાવવા માટે લઈશું  મેથી, કોબીજ, ઘઉંનો લોટ અને ચણાનો લોટ.
હવે અકે મોટું બાઉલ લાઇ તેમાં મેથી, ચણાનો લોટ, ઘઉંનો લોટ અને કોબીજ લાઈસુ. હવે તેમાં મસાલા ઉમેરીસુ સ્વાદ મુજબ નમક, હળદલ, મરચું પાઉડર, ધાણાજીરું અને ખાંડ, અને જો લસણ જો લસણ ઉમેરતા હોય તો.
હવે બધું લાઇ પ્રોપર મિક્સ કરી લો જેથી લોટ અને મસાલા મિક્સ થઈ જાય
 હવે બધાનો લોટ બાંધી લઈસુ. લોટ કડક રાખવો જેથી તેની ગોટી વાળી શકીએ.
 હવે જે લોટ બન્ધયો છે તેના નાના નાના ગોટા હાથ વડે વાડી લઈસુ
હવે એક પેનમાં તેલ ગરમ કરી અને અપડે મેથીની ગોટી તડી લાઈસુ. મેથીની ગોટી બ્રાઉન થાય એટલી તાડી લેવી.
 હવે કુકર માં તેલ ગરમ કરી તેમાં બધા શાકભાજી ધોઈ અને ઉમેરી દાઈસુ હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દાઈસુ અને ઉપર થી મસાલા ઉમેરીસુ નમક મરચું પાઉડર, હળદલ, ધાણાજીરું અને ગરમ મસાલો.
 હવે તેમાં મેથીની બનાવેલી ગોટી પણ ઉમેરીસુ. હવે કુકર બન્ડ કરી તેને ૧૦-૧૨ મિનીટ સુધી ચડવા દઈસુ.
 હવે અકે પેનમાં કાઢી તેને એકદમ ઉકાળી લેવું. તો તૈયાર છે કાઢીયાવાડની સાન ઊંધીયુ
હવે ઊંધીયુ ને એક પ્લેટમાં કાઢી કોથમરી વડે ગાર્નીશ કરી સર્વ કરો.
 નોંધ: ઊંધીયુમાં તમે તમારા ગમતા શાકભાજી ઉમેરીને પણ બનાવી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી