કાઠ્યાવાડી ઢોકળીનું શાક -ખાટું, મીઠું ને તીખું કાઠીયાવાડી ટેસ્ટનું આ શાક રોટલા, પરોઠા ને રોટલી સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે……..

કાઠ્યાવાડી ઢોકળીનું શાક

હવે ક્યારેક કાઠિયાવાડી ભોજન ખાવાનું મન થાય તો બનાવજો આ કાઠિયાવાડી શાક ઘર માં બધા ખુશ થઈ ને ખાશે.

સૌરાષ્ટ્ર ની યાદ અપવાતું આ કાઠિયાવાડી શાક એક વાર જરૂર બનાવજો.

સામગ્રી:

 • ૧ કપ ચણાનો લોટ,
 • પાણી,
 • મીઠું,
 • ચપટી ખાવાના સોડા,
 • ૧ tsp હળદર,
 • ૧ tbsp તેલ,
 • ૧ tsp રાઈ,
 • ૧ tsp જીરું,
 • ચપટી હિંગ,
 • ૧ લીલું મરચું,
 • લીમડાના પાન,
 • ૧.૫ tsp લસણની પેસ્ટ,
 • ૧.5 કપ ખાટી છાસ,
 • ૧ કપ પાણી,
 • ૧.૫ tsp લાલ મરચું,
 • ૧.૫ tsp ધાણાજીરું,
 • ઝીણી સમારેલી કોથમીર.

રીત:

સૌ પ્રથમ પાણી સ્ટીમરમાં ઉકાળવા મુકવું. ત્યાંસુધીમાં ચણાના લોટનું પતરીના ભજીયા કરી તેવું ઘટ્ટ ખીરું તૈયાર કરવું. તેમાં હળદર,મીઠું અને સોડા નાખી બરાબર મિક્ષ કરી લેવું. હવે એક પ્લેટને તેલવાળી ગ્રીસ કરી તેમાં ખીરું રેડી દેવું.ઢોકળી ૫ મિનીટમાં તૈયાર થઇ જશે.તો પણ વચ્ચે ચપ્પાની મદદથી જોઈ લેવું. જો ચપ્પાને ખીરું ન અડકે તો તૈયાર. હવે થોડીક ઠંડી થઇ એટલે કાપા પાળી લેવા. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ, લીમડા, મરચાનો વધાર કરી તેમાં લસણની પેસ્ટ મિક્ષ કરવી.

હવે તેમાં છાસ,પાણી,લાલ મરચું,ધાણાજીરું નાખી ઉકાળવા દેવું. મીઠું ધ્યાનથી મિક્ષ કરવું કેમ કે ઢોકળીમાં પેલેથી નાખેલ છે. હવે વધાર ઉકળે એટલે તેમાં ઢોકળી મિક્ષ કરી દેવી,અને ખદબદવા દેવી. ઉપરથી કોથમીર ભભરાવવી. તો તૈયાર છે કાઠ્યાવાડી સ્ટાઈલમાં ઢોકળીનું શાક.

રીત 2

સૌપ્રથમ એક પેનમાં એક કપ પાણી ગરમ કરવા મુકો. પાણી ઉકળે એટલે મીઠું નાંખી તેમાં એક કપ લોટ નાંખી સતત હલાવતાં રહો. પેનને બર્નર પરથી નીચે ઉતારી લો. ત્યારબાદ તેમાં એક ટીસ્પૂન તેલ ઉમેરી હાથથી લોટને મસળી લો. લોટ ગરમ હોય ત્યારે જ પાટણી ઉપર થેપીને વેલણથી વણીને પીસ પાડી કટ કરો અને બાજુમાં રાખી દો. હવે એક બાઉલમાં છાશ લઈ તેમાં ૨ ટી સ્પૂન ચણાનો લોટ મિક્સ કરીને તેમાં લીલાં મરચાં, હળદર, ખાંડ, મીઠું, અજમો નાંખીને ૧૦-૧૫ મિનિટ ઊકાળો. ત્યારબાદ તેમાં કાપીને રાખેલી ઢોકળી તેમાં નાંખીને ગેસ બંધ કરો. હવે વઘારિયામાં તેલ મૂકી તેમાં હિંગ, લસણવાળું મરચું નાંખી તરત જ વઘારને ઉપરથી નાંખી દો. સ્વાદિષ્ટ કાઠિયાવાડી ઢોકળીનું શાક રોટલી, પરોઠા કે રોટલા સાથે ગરમાગરમ સર્વ કરો.

નોંધ:

જે ખીરું બનાવ્યું હોય તેમાં મેથી, ગાજરનું છીણ, ઝીણી સમારેલ કોબી નાખી વેજીટેબલ ઢોકળી બનાવી શકાય.
ઝીણી ડુંગળી કે તેની પેસ્ટનો લસણની જોડે વધાર કરી શકાય.

રસોઈની રાણી: કોમલ બાલત(વેરાવળ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી