દીકરીઓ ને ભણાવો અને આગળ વધવા માટે પ્રેરણા આપો…

“ કર્મ ”

“કુછ કરને કા હો અગર હોસલા તો આસમાન પે બેઠા ખુદા ભી તુમ્હારા હો જાયે…..”

હેલ્લો…કેમ છો આપ બધા મિત્રો…..આજે મારા પ્રોફેશન સાથે સંકળાયેલ એક વાત યાદ આવી…જયારે મે ગુજરાતભરના છાપાઓમાં જયારે બે નામ જોયાં…આંખો પર રહેલ ચશ્માં એક હાથમાં અને એક હાથમાં છાપું હતું જેમાં ભવિષ્યના પરિણામ એટલે એસ.એસ.સી. પરિણામ સારું લાવનાર ટોપ પચ્ચીસ નામોની યાદીમાં મારી યાદીઓમાં રહેલ બે નામ હતા…જેને હું અને સમગ્ર ગુજરાત જેને ઓળખી રહેલ હતું…એ નામ હતા…”નમ્રતા અને નંદિની”.

આજે જરાક એમના નસીબ અને કર્મ આ બે શબ્દો સાથે જોડાયેલ જીવનમાં ડોકિયું કરીએ….વાત એમ છે કે આજે ધોરણ દસનું પરિણામ આવ્યું હતું…નમ્રતા અને નંદિની પણ વહેલી સવારે ઉઠીને માતા-પિતા ના આશીર્વાદ કરીને દાદા દાદી સાથે મંદિરે દર્શન કરીને પોતાની શાળાએ પહોચી છે…જ્યાં એમની રાહ જોવાઈ જ રહેલ છે…

શાળામાં પહોચીને આચાર્ય સાહેબ અને એમના ક્લાસના મેડમ તથા અન્ય શિક્ષકગણ ને નમસ્કાર કરે છે…નમ્રતા અને નંદિનીનું સારું પરિણામ આવવા પાછળ સ્ટાફ દ્વારા થયેલ મહેનતનો અભાર માની બંને બહેનોના હાથમાં એમના એસએસસી ના પરિણામો સોપે છે…અને આની સાથે એમની આંખોમાંથી હર્ષના અશ્રુઓ વહી જાય છે જે ખુશી વ્યક્ત કરે છે…અને બંને બહેનોને અભિનંદન પાઠવીને જણાવે છે કે બંને બહેનો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ચોવીસ સ્થાન મેળવનાર વિદ્યાર્થીનીઓ છે…અને જિલ્લાભરમાં ટોપ ફાઈવ પાંચ માં સ્થાન મેળવેલ છે…નમ્રતા ને ૯૬% અને નંદિની ને ૯૫.૯% ટકા આવેલ અને બંનેના પર્સનટાઈઝ ૯૭.૫ અને ૯૭.૪ આવેલ છે.

આ વાતની પરિવારને જાણ કરવા દોડતા ઘરે પહોચે છે…અને ત્યાં એમની રાહ માતા-પિતા-દાદા-દાદી અને પડોશીઓ જોતાં બેઠા હોય છે….બધાના આશીર્વાદ લઈને પરિણામને દાદા-દાદીના હાથ માં એમના વિશ્વાસને કરેલ સાર્થકતાનું ફળ સોપે છે..એટલામાં દાદાના મોબાઈલમાં રીંગ વાગે છે અને દાદા એ ફોનમાં વ્યસ્ત થયીને હર્ષભેર દીકરીઓના સારા પરિણામની વાત સામેના વ્યક્તિને જણાવે છે…પણ બંને બહેનો સમજી જાય છે કે આ ફોન બાળકોના નિષ્ણાંત અને પ્રખ્યાત એવા ડો.મિશ્રા જી નો છે..કે જેમની સાથે એમનો સબંધ જન્મતા વેતજ જોડાઈ ગયો હતો…અને આજે જે વટવૃક્ષ બની ચુક્યો છે…

આ ઉજવળ પરિણામ માત્ર એ બહેનોનું નહિ પરંતુ એમના માતા-પિતા,દાદા-દાદી,મામા-મામી,ડો.મિશ્રાસાહેબ અને કમલેશભાઈ તેમજ હોસ્પિટલના તમામ સ્ટાફ સાથે સાથે શાળાના આચાર્ય તેમજ ક્લાસ ટીચરના કરેલા સારા કર્મનું અને બહેનોની મહેનતનું કે એમના નબળા સમયમાં એમને સાથ આપનાર તમામ નું છે…જે આને ઝળહળી રહ્યું છે…અને આ તો હજી શરૂઆત છે….

આજથી ૧૬ વર્ષ પહેલા પરાગ નથવાણી જે સરકારી બેંકમાં કલાર્કથી જુનીયર ઓફિસર એમની મહેનતથી બન્યા હતા…તેને એમની પત્ની પરીતાબેન જણાવે છે કે તેઓ માતા બનવાના છે….આ વાત ની જાણ શિવલાલભાઈ અને સવિતાબેન થતા એમની ખુશીનો પાર ના રહ્યો….સ્ત્રી નિષ્ણાંત દિશાબેન રાજ્યગુરુ પાસે પતિ-પત્ની બતાવે છે ત્યારે ડો.દેસાઈ પાસે સોનોગ્રાફી કરીને સાહેબ જણાવે છે કે તેમના ગર્ભમાં એક નહિ બે જીવ વિકાસ પામી રહેલ છે,પરંતુ ગર્ભાશય નબળું છે અને તેમાં પ્રવાહી પણ ઓછું છે…

આ વાત સાંભળી રીપોર્ટ ફાઈલ લઈને દિશાબેન પાસે જતાં યોગ્ય દવા લેવી અને કઈ કાળજી રાખવી,કેવો ખોરાક ખાવો તેની સમજ મેળવી….ચિંતા સાથે ઘરે પહોચે છે…શિવલાલ તેમના જીવનના અનુભવને સવિતા બહેન તેમની ધીરજથી અને સહકારથી કાળજી સાથે પરીતાબેન અને તેના ગર્ભમાં રહેલ બંને ઉછરતા જીવોની રાખે છે અને સાથે એમનો ભાઈ સાજન અને કવિતા ભાભી પણ પૂરો સાથ સહકાર આપે છે…જે સાચેજ પ્રશંશનીય છે….

સમય વીતતો જાય છે,દવા અને ઈન્જેકશન પણ સમય સાથે ચાલતા જાય છે….દિશાબેન અને એમનો સ્ટાફ જે રીતે કાળજી રાખે છે તેમ એમનો પરિવાર પણ જે સર-સંભાળની કાળજી રાખે છે એમની વાત અહી શબ્દોમાં ન વર્ણવી શકાય…પણ આ સાથે ગર્ભના આઠ માસ નિર્વિઘ્ને પાર થાય જાય છે.

વિશ્વનાથની દયાથી આજે જન્માષ્ટમીની સવારનો દિવસ સોનાના સુરજ સાથે ઉદય થાય છે…પરીતાબેન ની પરીક્ષાનો સમય પુરવાર થતો જણાઈ રહ્યો છે..તેમને ડીલવરીનો દુખાવો વહેલો શરુ થયો અને તે પણ અસહ્ય થાય છે…પતિ રીક્ષા બાંધીને અર્ધાંગીનીને હોસ્પિટલ પહોચાડે છે…ડો.દિશાબેન ના અનુભવની ઓથ નીચે પરીતાબેનને તપાસતા તુરંત સિઝેરિયન કરીને પ્રસુતિ કરાવવી પડે એમ છે તેવો નિર્ણય લેવાયો…

આજ સમય ગાળામાં નવ યુવાન તરવરીયા અને હોશિયાર ડો.મિશ્રા શહેરની પ્રતિષ્ઠીત વિરાણી હોસ્પીટલમાં બાળકોના નુંર્તન વિભાગને સંભાળે છે…રાજ્યગુરુબેન પરાગની સંમતી અને સમજણથી પુરતી તૈયારી સાથે ડો.મિશ્રાને સિઝેરિયન સમયે હાજર રહેવા વિનંતી કરે છે અને જન્માષ્ટમીની નમતી બપોરે બે ગુણવંતી કમળની પાંખ જેવી ઢીંગલીઓ નો જન્મ થાય છે..જેમના વજન ૯૦૦ ગ્રામ અને ૯૫૦ ગ્રામ જ છે….જે ખુબજ ઓછું કહેવાય….હવે ડો.મિશ્રાની આવડત અને જ્ઞાનનો યજ્ઞ શરુ થયો જેમા સચોટ સારવાર ની વિવીધ આહુતિ જેમકે વોર્મિંગ માટે વોર્મર, પગમા વાઝોફિકસ મુકીને જરુરી દવા ના ઇનજેકટ કરવા અને પોષણ માટે ના પ્રવાહિ આપી શકાય.

શરુઆત ના ૧૫ દિવસ-રાત કયા વિતિ જાય છે તે નતો મિશ્રાસાહેબ કે તેમના મદદનિશ સહકાર્યકરો કે નથવાણીપરિવાર ને ખબર પડે!. તે પછી ૨ મહિના દર ૩દિવસે તપાસ કરવાનુ રહેતુ.
તે પછી દર ૯ દિવસે ચેકઅપ અને દવા તો સતત ચાલુ જ રહે છે…આમ કરતા કસોટીનો સમય વીતતો જાય છે અને બંને બહેનો ૪ વર્ષ પુરા કરે છે…ત્યાર બાદ શહેરની પ્રતિષ્ઠીત શાળા પાઠક સ્કુલમાં એડમીશન લઈને અભ્યાસ કરે છે…

અભ્યાસ સાથે સબંધ એવો બાંધ્યો કે શિક્ષક સ્ટાફ અને સ્કુલ ના આચાર્ય તેમજ પરિવારની હૂફ પ્રેમ અને એ ડોકટરો જેમને એમને નવજીવન બક્ષ્યું એ પછી માયાળુ વાતાવરણ અને જીવનને બેહતર બનાવાવનું ઉડાન નું સ્વપ્નું જોઇને જીવતી બંને નમ્રતા અને નંદિની જ્ઞાનની પાંખોથી એવી ઉડાન સાથે સફળતાના આકાશમાં ઉડવા આજે જેમ માં સરસ્વતી એમને સમજણ આપી રહેલ હોય એવું લાગે છે…એમની મહેનતનું ફળ આજે એમને જે પ્રસીધી આપી ગયું એમાં એક વાત જરૂર સમજવા જેવી છે…માણસ જન્મે ત્યારે નબળો ભલે રહ્યો પણ એમના કર્મનું ફળ એમને ઈશ્વર આપે જ છે…જે આ બંને બહેનોને મળ્યું એવું ફળ દેશની હરેક દિકરીને મળે…એવી ઈશ (પ્રભુ) ને મારી પ્રાર્થના…

દુનિયાના બધા માતાપિતાને એટલું જ કહેવાનું દિકરીઓને જીવડો…જીવવા દો…ભણવા દો…અને સ્વપ્નાઓ સાકાર કરવા દો….બીજું મારે કઈ નય કહેવું….કેમકે બધાં કહે છે ડોકટર અને દિનોનાથ બંને સરખા…..હું દિનોનાથ નહિ પણ ડોક્ટર તો છું જ….ગમે તો શેર કરજો……

કરમ:કહે મને કર કામ અેવા જ જે હ્વદય મા વસેલા મોહન ને મોહી લે,
છતાં ભાવ ના રહે કોઈ મન તણા કયારેય .
કર રમતુ મન ના મોરલા ને,
કે થનગનાટ તેનો થાય શાંત સરિતા સરિખો સવિશેષ .
કે મારે પહોંચવુ છે અકરમ થકી નિ:શકામ મોક્ષ ના સમુંદરે,
ઘણા કરયા ફેરા તે આ હાડ-માંસ ના ફેરા.
નરસિંહ કરે વિનંતી શામળ ને આ છેલી હુંડી ને વટાવા ને!

પ્રાથના- નચિકેત અે. પંડ્યા

લેખક : ડો.નચિકેત એ. પંડ્યા

શેર કરો અમારી આ પોસ્ટ, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી