કપિલ શર્માની પૂર્વ મેનેજરએ લખ્યો ઓપન લેટર, લખ્યું માનસિક હાલત ખરાબ છે

કપિલ શર્માની પૂર્વ મેનેજરએ લખ્યો ઓપન લેટર, લખ્યું માનસિક હાલત ખરાબ છે

કેટલાંક દિવસ પહેલાં કપિલની એક્સ ગર્લફ્રેન્ડ પ્રીતિ સિમોસ અને તેમની બહેન નીતિ સિમોસની વિરુધ્ધમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. હવે નીતિ સિમોસ મીડિયાની સામે આવી અને કપિલને ઓપન લેટર લખ્યો. ટ્વિટર પર શેર કરવામાં આવેલાં આ લેટરમાં તેમણે કપિલની માનસિક હાલત માટે દારૂ અને તેમણી આજુબાજુનાં કેટલાંક લોકોને જવાબદાર ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે, નીતિ અને પ્રીતિ એક સમયે કપિલની મેનેજર હતી.

કપિલ શર્મા પોતાની એક્સ મેનેજર પ્રીતિ સિમોસ અને તેમણી બહેન નીતિને પોતાની મેન્ટલ કંડિશન માટે જવાબદાર માને છે. કપિલએ બંને બહેનો પર હેરેસમેન્ટ કરવા અમે પૈસા માંગવાનો આરોપ લગાવ્યો છે. તેના પછી હવે પ્રીતિની બહેન નીતિએ કપિલના આ આરોપ પર પ્રતિક્રિયા આપી છે. નીતિએ સોશિયલ મીડિયા પર કપિલ વિશે ઓપન લેટર લખ્યો છે. પોતાના સ્ટેટમેન્ટમાં નીતિએ બધા આરોપો ખોટા છે તેવું કહ્યું છે. તેમજ નીતિએ કપિલને સલાહ આપતા કહ્યું કે કપિલએ હવે આ બધા વિવાદોમાંથી બહાર આવી જવું જોઈએ.

તેમજ નીતિએ આગળ લખ્યું છે કે, સતત 4-5 દિવસથી તેના પર અલગ અલગ આરોપો લગાવામાં આવ્યા છે, જે એકદમ ખોટા છે. આ આરોપો વિશે કપિલની પાસે કોઈ પુરાવા નથી. કપિલએ ઘણી વખત નીતિને મેસેજ અને કોલ કર્યો હતા અને તેથી તે પાછી આવી હતી. ગત મહિને મારા ઘરે પણ આવ્યા હતા, આ દરમિયાન કપિલ નીતિનાં પરિવારનાં લોકોને મળ્યો હતો. તેમજ નીતિએ આગળ જણાવતા કહ્યું કે, મને વિશ્વાસ છે કે કપિલએ જે આરોપ આમારા પર લગાવ્યા છે તે કોઈના કહેવા પર લગાવ્યા છે. તેમજ તેને કપિલની બહુ ચિંતા છે. નીતિએ કહ્યું કે, તે બધી વાત માની લીધી છે, જે નસીબમાં હતું તે થયું છે. કપિલનાં ડિપ્રેશન માટે અમારા પર ખોટા આરોપો લગાવામાં આવ્યા છે.

આ પહેલાં કપિલ શર્માનાં અજીબ ગરીબ વ્યવાહર પર તેની એક સમયની મેનેજર અને એક્સ ગર્લફ્રેન્ડ પ્રીતિ સિમોને ચોકાવનારો ખુલાસો કર્યો હતો. પ્રીતિનું કહેવું છે કે, કપિલ માનસિક બીમાર છે. અને તેથી જ તે આવી હરકત કરે છે. પ્રીતિએ કહ્યું કે, કપિલ હવે પહેલાં જેવો નથી રહ્યો તેને ઘણી વખત મરવાનાં વિચારો આવે છે. બ્લેકમેલનાં આરોપ અંગે પ્રિતીનું કહેવું છે કે, મારી પાસે અત્યાર સુધીમાં ન તો કપિલ શ્માનાં વકિલ કે ન તો પોલીસ તરફથી કોઇ નોટિસ આવી છે.

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યા બાદ કોમેડિયન કપિલ શર્માને લઇને તેની એક્સ ગર્લફ્રેન્ડ પ્રિતી સિમોસે અને નીતિ સિમોસે એક ખુલાસો કર્યો છે. પ્રિતીએ ખુલાસો કર્યો છે કે કપિલ આજકાલ ડિપ્રેશનનો ભોગ બની ગયો છે. હવે તેના મનમાં આત્મહત્યાના વિચારો આવે છે.

ઉલ્લેખનીય છે કે આજકાલ કપિલ શર્મા પોતાના નવા રિયાલિટી શો ‘ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા’ને લઇને નહી પરંતુ ખોટા કારણોસર ચર્ચામાં છે. સલમાન ખાનને જેલ થતાં સોશિયલ મીડિયા પર અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવાના કારણે તે હાલ ચર્ચામાં છે. આ ઉપરાંત કપિલે એક્સ ગર્લફ્રેન્ડ અને તેની પૂર્વ મેનેજર પ્રિતી સિમોસ તથા પત્રકાર સામે કેસ પણ કર્યો હતો.

કપિલની આ હરકતો બાદ પણ તેની એક્સ ગર્લફ્રેન્ડ પ્રિતી સિમોસ તેની સાથે છે. એક ઇન્ટરવ્યૂમાં પ્રિતીએ જણાવ્યું કે કપિલને હું ખૂબ જ સારી રીતે જાણું છુ. કપિલ ક્યારેય કોઇ સોશિયલ સાઇટ પર અભદ્ર શબ્દોનો પ્રયોગ ન કરી શકે. પ્રિતીએ કપિલનો બચાવ કરતાં કહ્યું કે ટ્વિટર પર જે પણ થયું તે તેની હાલની ગર્લફ્રેન્ડ ગિન્ની ચત્રાર્થે કર્યુ હોઇ શકે છે. હોઇ શકે છે કે તેણે જ કપિલની ગેરહાજરીમાં તેનો ફોન લઇને આ કામ કર્યુ હોય. કપિલની માનસિક સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરતાં તેણીએ કહ્યું કે જો આ તમામ પાછળ કપિલનો હાથ છે તો તો મને તેનો અફસોસ થશે કારણ કે હવે કપિલ પહેલા જેવો નથી રહ્યો, ઘણાં દિવસથી તેનું માનસિક સંતુલન બરાબર નથી. તેની સાથે ફોન પર થયેલી વાતના આધારે હું કહી શકુ છું કે તે હાલ ડિપ્રેશનમાં છે.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ આવનારી નવી નવી મૂવીના રીવ્યુ વાંચો અમારા પેજ પર …

ટીપ્પણી