કન્યાદાન – એકવાર અચૂક વાંચજો !!

સ્નેહા તેના રૂમમાં બેડ પર ટેકો દઇને બેઠી છે.તે પોતાના બન્ને હાથ પેટ પર રાખી,તેના ઉદરમા ઉજરી રહેલા તેના બાળક સાથે,તેના મનના વિચારો થી વાતો કરે છે.વાતો કરતા કરતા તે નીંદરને આધીન થઈ ગઇ.સાંજના સમયે તે નીંદર કરીને ઉઠી,તો તેને દુખાવો થયો.તેનો આ દુખાવો તેને મા બનવાના સંકેત આપી રહ્યો હતો.તેના સાસુયે સુશીલને મોબાઈલ પર રીંગ કરીને તેને બધી વાત કરી.સુશીલ ઝડપથી ઓફીસ પર થી ધરે આવ્યો.સુશીલ સ્નેહાને એમ્બ્યુલન્સમાં હોસ્પીટલ લઇ જાય છે.
સુશીલ અને તેના મમ્મી ઓપરેશન થીયેટરની બહાર બેઠા છે.સુશીલના કાન બાપ બનવાની અને સ્નેહાના સાસુના કાન દાદી બનવાની ખબર સાંભળવા માટે રાહ જોઇ રહ્યા હતા.

ત્યાજ એક નર્સ ઓપરેશન થીયેટરમાં થી બહાર આવી ને સુશીલને કહે છે.
“ખુબ ખુબ અભિનંદન તમને,તમારા ધરે છોકરીનો જન્મ થયો છે. “નર્સ સુશીલને અભિનંદન આપે છે. આ સાંભળી સુશીલની આંખો હરખના આંસુથી છલકાઇ ગઇ.સ્નેહાના સાસુયે સુશીલને કહ્યુ”બેટા..ભગવાને આપડી વેદના ના સમજી,છોકરો થયો હોત તો સારુ હતુ.છોકરીતો પારકી થાપણ કહેવાય.”સુશીલ શાંત મનથી આ વાત સાંભળીરહ્યો હતો.

સુશીલના સાસુ સસરા આવ્યા.સુશીલે તેને બધી વાત કરી.તેના સાસુ સસરાયે પણ,સુશીલના મમ્મી જેવી વેદના વ્યકત કરી.

“તમે,તમારી પત્નીને હવે મળી શકો છો. “નર્સ આવીને સુશીલને કહ્યુ.સુશીલ,તેના સાસુ સસરા અને સ્નેહાના સાસુ સ્નેહાને મળવા જાય છે.

સુશીલ સ્નેહાનો હાથ તેના હાથમા લઇને,તેને મા બનવાની શુભેચ્છા આપે છે.સ્નેહા પણ સુશીલને પપ્પા બનવાની શુભેચ્છા આપે છે.બે દિવસ પછી સ્નેહા હોસ્પીટલમા થી તેના ધરે આવી જાય છે.એક દિવસ સુશીલના મમ્મી છોકરી નો જન્મ થયો તેની વેદના તેની બાજુમા રહેતા ઇલાબાને કહેતા હતા.આ વાત સ્નેહાના કાને સંભળાઇ છે. તે આ સાંભળી ને હતાશ થઇ ગઇ.બારણામા આવીને ઉભેલો સુશીલ સ્નેહાની આ હતાશા જોયને હસમચી ગયો.

સુશીલે ધોડીયામા રમી રહેલી તેની છોકરીને ખોળામાં લીઇ ને સ્નેહા પાસે બેસે છે.સુશીલ તેની છોકરીને રમાડી રહ્યો હતો.સુશીલે સ્નેહા સામે જોયું તો તે હતાશ જણાતી હતી.

“સ્નેહા,કેમ તુ હતાશ છે,તારી તબિયત સારી છે ને?”સુશીલે સ્નેહાને પુછ્યુ.
“મારી તબિયત સારી છે”સ્નેહાયે જવાબ આપ્યો.
“તારી તબિયત સારી છે,તો તુ આટલી હતાશ,ઉદાસ કેમ છે”.સુશીલે ફરી સ્નેહાને સવાલ કર્યો.

” આપડી છોકરીના જન્મથી આપણા ધરમા કોઈ ખુશ નથી,છોકરીના જન્મથી છોકરાની આશા લુપ્ત થઈ ગઇ.”સ્નેહાયે સુશીલને જવાબ આપ્યો.તેના આ જવાબ થી સુશીલ બધીજ વાત સમજી ગયો.

“આપણા ધરે છોકરી જન્મી એટલે આપણે મા-બાપ બન્યા,છોકરો જન્મ્યો હોત તો પણ આપણે મા-બાપ બન્યા હોત.છોકરો થાય કે છોકરી મા-બાપતો મા-બાપજ રહે.તુ ચિંતા ના કર,આપણે આપણી છોકરીને ભણાવી,ગણાવીને તેની ઈચ્છા મુજબ તેને પરણાવીશુ.આપણે કોઈ સારા ધરના,સંસ્કારી છોકરાને આપણી આ કન્યાનું દાન કરીશુ.કેમ કે કન્યાદાન એ આ દુનિયા નુ મહાદાન છે. આ મહાદાન કરવાનુ આપણુ સૌભાગ્ય એટલે આપણી આ લાડકી દીકરી.”સુશીલે સ્નેહાને સમજાવતા કહ્યુ.
સુશીલ અને સ્નેહા તેની લાડકીને સારી રીતે ભણાવે છે,
તેને સારા,સુશીલ અને સંસ્કારી છોકરા જોડે પરણાવી તેની લાડકીનુ કનયાદાન કરે છે.

મિત્રો,સ્ત્રી ભૃણહત્યા અટકાવા માટે આપણા સમાજે આ કન્યાદાન ના સૌભાગ્યને,સન્માન સાથે સ્વીકારવું પડશે.

લેખક – ખોડીફાડ મેહુલ (ગુરુ)

આ પોસ્ટ ને અચૂક શેર કરો અને જાગૃતિ લાવો !!

ટીપ્પણી