“કંગન ચાટ” – ચાટ આપણને બધાને ભાવતી જ હોય છે.. આજે ટ્રાય કરો કઈક નવીન વેરાયટી…

“કંગન ચાટ”

સામગ્રી:

કેપ્સિકમ (૩ કલર ના) – દરેક ૨ નંગ,
બટર- ૨ ચમચી,
તેલ – ૧ ચમચી,
અજમો – ૧ ચમચી,
મરચાં ઝીણા સમારેલા – ૧ ચમચી,
લસણ ઝીણું સમારેલું – ૧ ચમચી,
ડુંગળી ઝીણી સમારેલી – ૧ નંગ,
કેપ્સિકમ ઝીણું સમારેલું – ૧/૪ કપ,
બટાકા બાફી ને મેશ કરેલા – ૨ નંગ,
ભાત – ૧/૨ કપ,
પનીર છીણેલું – ૧/૨ કપ,
આજી નો મોટો – ૧ નાની ચમચી,
મિક્સ હર્બ્સ – ૧ નાની ચમચી,
ઓરેગાનો – ૧ નાની ચમચી,
પેપ્રીકા – ૧ નાની ચમચી,
કોથમીર – ૧/૨ કપ,
ચીઝ – ૧/૪ કપ,
ફ્રેશ બ્રેડ નો ભુક્કો – ૭-૮ નંગ,
મીઠું – સ્વાદ મુજબ,
તેલ શેકવા માટે – જરૂર મુજબ,

રીત:

– એક કડાઈ માં બટર, તેલ લઇ ને ગરમ થાય એટલે અજમો, મરચાં, લસણ, ડુંગળી ઉમેરો. ડુંગળી ના ભાગ નું મીઠું ઉમેરી ને તેને ચઢવા દો.
– પછી તેમાં કેપ્સિકમ, બટાકા, ભાત, પનીર, આજી નો મોટો, મીક્સ હર્બ્સ, ઓરેગાનો, પેપ્રીકા અને કોથમીર નાખી ને બરાબર મિક્સ કરો.
– છેલ્લે તેમાં ચીઝ, બ્રેડ નો ભુક્કો અને મીઠું નાખી ને મિક્સ કરો અને તેને ગેસ પાર થી ઉતારી ઠંડુ થવા દો.
– કેપ્સિકમ ની અંદર નો બીજ વાળો ભાગ કાઢી ને ખાલી કેપ્સિકમ ને ગરમ પાણી માં ૧ મિનિટ સુધી રહેવા દો.
– કેપ્સિકમ ને બહાર કાઢી ઠંડુ પડેલું મિશ્રણ દબાવી ને તેમાં ભરો અને પછી ફ્રિઝર માં ૧૦-૧૫ મિનિટ માટે સેટ થવા મૂકી દો.
– ત્યાર બાદ તેમાં થી રીંગ કાપો અને તેને બ્રેડ ના ભુક્કા માં રગદોળો.
– નોન સ્ટિક પેન માં થોડું તેલ લઇ ને કેપ્સિકમ રીંગ ને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી શેકો.
– તો તૈયાર છે યમ્મી ટેસ્ટી કંગન ચાટ..!!!
– તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

-સુકેતા મહેતા (અમદાવાદ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી