વેશ્યા – એને અનાથ બાળકો સાથે લગાવ હતો આખરે એ પણ તો એક અનાથ હતી… પણ…

વેશ્યા

“હા..એ નહિં આવશે આજે.” હું સીમા નાં નામ નો સાદ સાંભળી ને બોલી.

“અરે આજે તો ખાસ કમાણી કરવા નો દિવસ છે અને આજે જ નાં આવી…?” સામેવાળી બહેને પોતાનાં મન માં રહેલાં ઉમળકા ને ઠાલવતાં કહ્યું.હું કોઇ પણ વાત માટે કંઇ પણ બોલી શકુ તેમ નહોતું તો હું આટલું સાંભળી ને આગળ ચાલતી થઇ.

મને કોઇ બોલાવી રહ્યું હોય એમ મને લાગ્યું અને મૈં પાછળ તરફ જોયું તો ખરેખર જ કોઇ મને બોલવી રહ્યું હતું.રેખા…ઓ રેખા…હું અવાજ ની દિશા તરફ મારી નજર કરી ને જોઇ રહી તો મને સામે છેડે થી એ બહેન જે મને બે દિવસ અગાઉ બજાર માં મળ્યા હતા એ કોઇ એન.આર.આઇ ભાઇ સાથે મારી તરફ આવી રહી હતી.
એ બેન બરાબર મારી સામે આવી ગયા અને પુછી રહ્યાં હતાં “સીમા ક્યાં છે…??? જો એને અમારાં ભાઇ એમની સિરિયલ માં કામ આપવાં માંગે છે.”હું તો આ વાત સાંભળી એ બેન ને જોતી જ રહી ગઇ.

અહિં હું અને સીમા દેહ નો ધંધો કરી ને ઘર ચલાવતાં હતાં. જ્યાં સીમા તો ખુબ જ રુપાળી હતી અને હું તો માત્ર મારા રુપ થી માંડ કોઇ ને આકર્ષિત કરી શકુ એટલી જ રુપાળી હતી. સીમા નાં ગ્રાહકો તો એનાં બોલાવ્યા વગર એની પાસે આવી જતા જ્યારે મારે ખુબ દેખાડો કરવો પડે ત્યારઇ કોઇ મળતું.સીમા એમ તો રુપિયા ની લોભી નહોતી અને એ પોતાનું જીવન નિયમો ને આધીન રહી ને જીવતી હતી.રોજ જેટલી જરુર હોય એટલાં રુપિયઓ થઇ જાય કે એ પોતાનાં ઘરે રવાના થઇ જતી અને જો જરુરિયાત થી વધારે કમાણી થાય તો નજીક નાં અનાથ આશ્રમ માં જઇ ને બાળકો ને કોઇ ને કોઇ બહાને મોજ કરવા બહાર લઇ જતી અને તેમની ખુશી નું કારણ બની આનંદ અનુભવતી એ પણ હતી તો અનાથ જ ને…??? એને પણ કોઇ ની હુંફ કોઇ નો સાથ શું હોય એ સારી રીતે ખબર હતી કદાચ આ જ એક કારણ હતું કે એને અનાથ આશ્રમ નાં બાળકો અને બીજા લોકો પ્રત્યે આટલો લગાવ હતો. હું મારા વિચારો માં હતી ત્યાં જ પેલી બહેને મને ઢંઢોળી અને પુછ્યું “ક્યાં વિચારો માં ખોવાય ગઇ…??? સીમા ક્યાં છે…??? મારાં ભાઇ એને મળવા ઇચ્છે છે.”

હું મારી વાત એમની સમક્ષ મૂકતાં બોલી “ બેન તમને તો ખબર છે ને કે હું અને સીમા શું કામ કરીએ છીએ…??? અમે ગણિકા નું કામ કરીએ છીએ તો આગળ ચાલી ને તમારાં ભાઇ પસ્તાવો ના કરવો પડે એ વાત નું ધ્યાન રાખજો.”
સામેવાળી બેને મને ખુબ જ વિશ્વાસ થી જવાબ આપ્યો કે “ હું તમારી દરેક વાતો થી વાકેફ છું અને મારાં ભાઇ ને પણ બધી વાતો કરી છે. તું એવું કર તને સીમા મળશે ત્યારે એને મારાં ઘરે લઇ ને આવી જજે. હું સીમા ને દરેક વાતો સમજાવી દઇશ પછી આગળ એ જે કહેશે એ વાત માન્ય રાખીશું.”
(બાદ પેલાં બહેન અને ભાઇ પોતાનાં ઘર તરફ રવાના થયાં. હું પણ મારાં ઘર તરફ રવાના થઇ અને આજે અમારે ત્યાં જે પ્રોગ્રામ હતો એનાં કારણે સારી એવી કમાણી ની આશા હતી એ પણ પડતી મૂકી હું સીધી પહોંચી સીમા નાં ઘરે….ત્યાં પહોંચી ને મૈં જોયું એ ખરેખર તો મારાં માટે એક સ્વપ્ન થી ઓછું નહોતું.)

સીમા નાં ઘર ની બહાર આસપાસ નાં લોકો નાં ટોળાં હતાં અને અનાથઆશ્રમ નાં લોકો પણ ત્યાં જ હતાં જે સીમા નાં દિલ નાં ખુબ જ નજીક હતાં.

હું ઝપાટાભેર સીમા ને મળવા માટે એનાં ઘર માં દોડી ગઇ. મૈં જોયું કે સીમા મરણ પથારીએ પડી હતી. એને સોળે શણગાર સજાવી હતી એ કોઇ દુલ્હન થી પણ સુંદર લાગતી હતી.એની આંખો માં કાજળ હતું એનાં હોઠો ની લાલી જોઇ તો એવું લાગતું હતું જાણે એનાં કોમળ હોઠો થી હમણાં જ કંઇ બોલશઇ પણ એ વાત શક્ય નહોતી.

મારી આંખો માં આંસુઓ નું પુર આવ્યું અને મારાં મન ની લાગણીઓ આ આંસુઓ સાથે વહેવા લાગી.મારી અને સીમા ની મિત્રતા ખુબ જ સારી હતી પરંતુ મને આજે ખૂબ જ અફસોસ થતો હતો કે એનાં મરણપથારીએ પહોંચ્યાં પછી પણ મને કોઇ ખબર ના પડી જ્યારે હું સીમા નાં ઘરે આવી ત્યારે જ આ વાત ની જાણ થઇ.

સીમા ગઇકાલે તો ખુબ જ ખુશ હતી કે એને સારાએ એવાં રુપિયાઓ મળેલાં એ કારણે અને એ જ રુપિયાઓ થી એણે અનાથઆશ્રમ માં જઇ ને દરેક લોકો સાથે મોજ મસ્તી કરી હતી તો આમ અચાનક એવું તે શું બન્યું કે સીમા આમ મૃત્યુ ને ગળે લગાવી બેઠી…???
મેં સીમા એ કેમ આવું પગલું ભર્યુ એ જાણવા આમતેમ તપાસ કરી તો મને જાણવાં મળ્યું કે કાલે જ્યારે સીમા અનાથઆશ્રમ થી પાછી ફરી રહી હતી ત્યારે તેને તેનો પોતાનો સગો ભાઇ મળ્યો જેને સીમા જ માત્ર ઓળખતી હતી ના કે એનો ભાઇ પણ એને ઓળખતો હતો.એનાં સિવાય બીજું કોઇ એનાં ભાઇ ને આ શહેર માં ઓળખતું નહોતું કેમ કે સીમા કોલકત્તા થી હતી ત્યારે એનો ભાઇ થોડો નાનો હતો અને હવે તે એકલી રહી અહિં અમદાવાદ માં પોતાનું જીવન ગાળતી હતી.

તેનાં ભાઇને ખબર નહોતી કે એ જ્યાં ઊભો છે તે જગ્યા એ તેની બહેન જ ઊભી છે અને અંતે એ જ ભાઇ એની બહેન સીમા ને એનો એક રાત માટે નો ભાવ પુછી બોલ્યોઃ બોલ…વેશ્યા શું છે તારો એક રાત નો ભાવ..??? મારો મિત્ર અને હું તારી સાથે એક રાત ગુજારવા માંગીએ છીએ.” આ સાંભળી સીમા નાં મન પર જાણે કોઇકે કટાર થી ઘા કર્યો હોય એવી સ્થિતી થઇ અને ઘરે આવી પોતાનાં પર શરમ અનુભવતી એ ગળે ફાંસો લગાવી મૃત્યુ ને વ્હાલું કરવા ગઇ પણ એનાથી એ ના થયું તો એણે ઝહેર લઇ ને પોતાને સજા આપતી પ્રભુ નાં દ્વારે પહોંચી ગઇ.

બીજા દિવસે હું પાછી મારા કામે ગઇ તો મને સીમા ની યાદ આવી અને ખુબ જ દુઃખ થયું કે કોઇ પણ ભાઇ આટલો નીચ કેમ નો હોઇ શકે છે…??? પણ શું થાય એ ભાઇ નું એની બહેન જ આ કામ કરે છે એને ક્યાં કોઇ વાત ની ખબર હતી. સીમા તો હંમેશા કહેતી કે તે અનાથ છે પણ કોને ખબર હતી કે તે પોતાનાં મન માં હજુ કેટલાંય દુઃખો ને પાળી ને બેઠી હતી.

કોઇ પણ સ્ત્રી પોતાનાં શરીર ને આમ ચૂંથવા માટે તો ના જ આપી દે એટલું તો લોકો એ સમજવું જોઇએ. આ તો રહ્યો સીમા નો ભાઇ તો સીમા ને દુઃખ તો થાય જ ને ભલે અજાણતાં દુઃખ થયું પણ દુઃખ તો દુઃખ જ હોય છે પછી ભલે એ જાણતાં થાય કે અજાણતા. દરેક ની કોઇ મજબુરી હોય છે… આ જ વીચારો નાં ચાલતાં હું પણ આ દેહ વ્યપાર છોડી ને મહેનત થી જીવન જીવવા માટે પ્રેરિત થઈ અને આજે ખુશી થી જીવી રહી છું અને બીજી એક વાત કે સીમા નાં મૃત્યુ નાં બીજા દિવસે પેલી બહેન એનાં ભાઇ સાથે ફરી થી મારી પાસે આવી હતી અને આવાં દુઃખદ સમાચાર સાંભળી ને દુઃખી થઇ ગયા પણ એ ભાઇ એ સીમા ની જગ્યા એ મને એમની સિરિયલ માં કામ કરવા ની તક આપી મારું જીવન સુધારી આપ્યું.
જો હું મારાં રુપ ની વાત કરું તો એટલું સારું તો નહોતું પણ મનઇ મેક-અપ અને બીજી બધી ટ્રીટમેન્ટ થી મારાં રુપ ની તો રંગત બદલી નાંખવા માં આવી. હુઆ માંડ દસ લોકો ની વચ્ચે બોલી શકું એવી સ્રી હતી જે આજે ટીવી સિરિયલ માં અભિનય કરતી થઇ ગઇ.

હું ગામડાં નાં જીવન ને છઓડી ને શહેરી જીવન જીવવા નીકળી હતી પણ આ સફર માં મને કોઇ તકલીફ ના પડે એનું પુરતું ધ્યાન પેલાં ભાઇ બહેને રાખ્યું.

વેશ્યા શબ્દ થી લોકો ને ચીડ હોય છે. આજે એ જ વેશ્યા શબ્દ નાં પગલે સીમા નું જીવન નાં રહ્યું કે સીમા અમારાં જીવન માં ના રહી પણ આ શબ્દ ને પાછળ છોડી ને હું મારાં જીવન માં આગળ વધી અને બીજી જે નારીઓ વેશ્યાવૃતિ કરે છે એમને પણ સદમાર્ગે દોરવા નો પ્રયત્ન હું કરું છું.

હું ઘણાં સમય બાદ જ્યારે મારાં શુંટીંગ નાં કામ થી ફ્રી થઇ ને મારાં વતન અમદાવાદ ફરવાં માટે આવી ત્યારે મને મારાં જુના દિવસો જે વહી ગયેલાં એની યાદ આવી ગઇ. એ જ ગણિકાઓ નાં ટોળાં જ્યાં અવ નવા લોકો પોતાનાં શરીર ની હવસ ને શાંત કરવા માટે આવે અને જે તે છોકરીઓ પાસે જાય ને એમનો ભાવ પુછે જો ભાવ પોસાય તો પોતાની સાથે લઇ જાય અને પોતાની હવસ શાંત થાય કે એમને પાછા જે તે જગ્યાએ રુપિયાઓ આપી ને મૂકી જાય.
કેટલાંક તો એવાં લોકો પણ જોવાં મળ્યાં જે લોકો જાણે માર્કેટ માં જેમ શકભાજી નો ભાવ કરાવતાં હોય એમ ગણિકાઓ નાં શરીર નો ભાવ કરાવતાં હતાં. આ જોઇ મારાં તો રુવાંળા ઊંભા થઇ ગયાં અને બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે જે જગ્યા એ નારીઓ ને સમ્માન ની નજરે જોવામાં આવતી હતી એ જ નારી આજે આ કામ કરવાં માટે મજબૂર થાય છે પણ તેને સહકાર આપનાર કોઇ નથી.
સીમા મને હંમેશા કહેતી હતી કે “સ્ત્રી નું જીવન જ લાખ કઠીનાઇયો થી ભરેલું હોય છે. એ જો કોઇ સારું કામ કરે તો ઘર નાં મર્દો ને ખોટું લાગી જાય કે આ તો નારી થઇ ને આ કામ કરી આવી…??? અને આ કામ સ્ત્રીઓ નું નથી કહી ને અપમાનીત કરાય પણ જ્યારે ખરાબ કામ થાય કે કોઇ ભૂલ થા ત્યારે એ બાબત માં કોઇ પુરુષ સહભાગી હોય તો પણ એમ જ કહેવાય કે આ તો તારી જ ભૂલ છે. અહિં ભલે ચપ્પુ પર સફરજન પડે કે સફરજ પર ચપ્પુ પણ કપાશે તો સફરજન જ તો પછી શું બોલાય આવાં સમાજ માટે…???

કોઇ છોકરી લગ્ન પહેલાં માતા બનશે તો એનાં પર જ લોકો આંગળી ઊઠાવશે કે “ક્યાં મોઠું કાળું કરી ને આવી પણ આ જ પ્રક્રિયા માં કોઇ છોકરાં પર આંગળી નહિં ઊઠાવશે.જ્યારે છોકરો પણ આ વાત માટે એટલો જ જવાબદાર હોય છે.”
આજે જો સીમા હોત તો એનું જીવન કેટલું સારું હોત પણ સીમા એ જ સમયે દુનિયા નાં આ મંચ ને છોડી ગઇ જ્યારે એનાં જીવન માં સારાં એવાં રંગો ની પૂર્તી થવાની હતી.દરેકે દરેક નસીબ નાં ખેલ છે….

લેખક : કલ્પેશ ચૌહાણ (કાવુ)

દરરોજ અલગ અલગ વિષયની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી