હત્યારો – સાવ નજીવી બાબતમાં બિચારા ડોહાને મારી નાખ્યો… કેમ લોકો આવી વાત કરી રહ્યા હશે…

હત્યારો

આજે એક દ્રશ્ય જોઇ ખુબ નવાઇ લાગી.નાના ની શ્મશાન યાત્રા નીકળી જેમાં દિકરી નાં દિકરાં એ નનામી ને ઉપાડી. નનામી ઊઠાવનાર જ નનામી પર સુવડાવનાર નિમિત્ત હતો એ જાણી તો વધારે નવાઇ લાગી.

“જેને માટે બન્યા નાનાજી પિતા
એ જ પિતા ની હત્યા નું લઇ પાપ
લઇ ચાલ્યા ક્યાં એમને શ્મશાને આપ…???”
આજે તો ધૂળેટી છે ને તો “મારી નાની દિકરી મને મળવા આવશે જ અને આવશે તો દરેક વખત ની જેમ આ વખતે પણ મારાં માટે એનાં હાથ નો બનેલાં ચોખા નાં લોટ નાં ઢેકળાં (એક પ્રકાર નો રોટલો) અને દાળ તો લાવશે જ એને ખબર જ છે કે મને એ ખુબ જ પસંદ છે તો એ ભૂલશે તો નહિં જ ને…!!!”

આ વિચારો માં રાચતો પિતા દિકરી ઘરે પહોંચશે તે પહેલાં બહાર નાં કોઇ કામ હોય તે પતાવી લઇશ એવો વિચાર કરી એ જેમને ત્યાં કામ કરતાં હતાં ત્યાં જઇ ને પુછી આવ્યાં કોઇ કામ હોય તો કહિ દો પછી મારી દિકરી એની સાસરી થી આવી રહી છે તો હું એની સાથે મારો સમય પસાર કરીશ. એમનાં શેઠે કહ્યું “ ના આજે તો કોઇ કામ નથી આજે ધૂળેટી છે એટલે બીજા પણ કોઇ મજૂરો આવ્યાં નથી તો તું પણ આરામ જ કર અને તારી દીકરી સાથે સમય પસાર કર એને પણ સારું લાગશે.”
શેઠ સાથે વાત કરી એ દીકરી નો પિતા પોતાનાં ઘરે પાછો ફર્યો જ્યાં એ પોતાની મોટી દીકરી સાથે રહેતો હતો. મોટી દિકરી ને એક દીકરી હતી જે ગામ માં જ સાસરે ગયેલી હતી અને એક દીકરો જેની વહુ હતી અને એની નાની દીકરી હતી જે દાદા ની ખુબ જ લડલી હતી. વહુ તો એટલી તો બોલનારી હતી કે કોઇ પણ વ્યક્તિ નાં એક બોલ નીચે ના પડવા દે અને સીધે સીધો ઘસી ને જવાબ આપી દે.

દીકરી ને મળવા ની ઉતાવળ માં પિતા ઘરે પહોંચી ગયાં. ઘરે પહોંચી એમણે જોયું કે એમની નાની દીકરી એમનાં ઘરે આવી ગઇ છે અને મોટી દીકરી ની વહુએ બધાં ને જમવાં માટે બેસાડ્યાં છે. ત્યાં જ પિતા ઘર માં દાખલ થાય છે અને દીકરી નાં ખબર અંતર પુછે છે અને કહે છે “ બેટા…!!! મને તારાં હાથે બનેલાં ઢેકળા અને દાળ ખુબ જ પસંદ છે તો તું એ લાવી છે કે નહિં…??? જો લાવી હોય તો મને એ આપ ને મને એ ખાવા ની ખુબ જ ઇચ્છા છે.”

આ વાત સાંભળી મોટી દીકરી નાં દીકરાં નો મગજ નો પાર ચઢી ગયો તે દારુ નાં નશા માં જ હતો અને તેનાં નાનુ ની આ વાત સાંભળી તેનાં નશિલા દિમાગ નેશું થયું ખબર નહિં… તે જમવા નું પડતું મૂકી પોતાની જગ્યાએ થી ઊઠી ગયો અને સીધો એનાં નાના પાસે જઇ ને માર મારવા લાગ્યો. નશા ની હાલત માં માર મારતી વેળાએ બોલી રહ્યો હતો કે “ ડોહા… તને મફત નું ખવડવું છું અને તને ચરબી કેટલી છે…??? તું તો કોઇ દિવસ રુપિયો પણ નથી આપતો આ ઘર માં અને તારી નવી નવી માથાકૂટ.” આમ ને આમ નાના ને મારી મારી ને ભોંય ભેગા કરી દીધાં અને પછી ફરી પગ થી લાતો મારી મારી ને ખુબ માર માર્યો.

ઢોર ની જેમ માર મારી ને એનાં મન ની આગ શાંત કરી તે પોતાનાં એઠાં હાથ ઘોવાં માટે જતો રહ્યો અને નાનાજી તો માર ખાય ને જ્યાં ને ત્યાં ભોંય પર પડ્યાં રહ્યાં.
બધું રામાયણ એટલે કે જ્યારે દીકરી નો ડીકરો પોતાનાં નાના ને માર મારતો હતો ત્યારે ઘર નાં લોકો એ ખાલી બેસી ને બુમા બુમ કરી અને કહેતા રહ્યાં કે એમને છોડી દે પણ કોઇ ઊઠી ને એનો હાથ પકડી ને અટકાવવા ના આવ્યું.

અંતે માર થી લોથપોથ થયેલાં પિતા ને જોવા બંને દીકરીઓ એકસાથે ઊભી થઇ અને ત્યાં જ મોટી દીકરી બોલી “ મારો દીકરો તો મારી વાત માનતો જ નથી તો હું એને કેમ કરી રોકી શકું કે તું મારાં બાપ ને ના માર પણ આ ડોહો પણ છે જ એવો કે કોઇ પણ એને મારવા માટે તૈયાર થઇ જાય.”

ત્યાં જ નાની દીકરી ની નજર એનાં પિતા જ્યાં પડ્યાં હતાં ત્યાં નજર પડી તો એને ખબર પડી કે એનાં પિતાજી નું યુરિન(પેશાબ) બંધ નથી થતું. આથી એ ડરી ગઇ અને એને લાગ્યું કદાચ ના કરે નારાયણ અને એમને વધારે પડતો માર મારવા માં આવ્યો છે તો કોઇ નળી તૂટી ગઇ હોય તો …??? આથી એણે જલ્દી થી ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને બોલાવી એમનાં પિતા ને નજીક ની હોસ્પિટલ માં લઇ જવા માં આવ્યાં.
અફસોસ આ હોસ્પિટલ નાં ડોક્ટરો એ પેલાં વ્યક્તિ ની હાલત જોઇ ને જ એમની ટ્રીટમેન્ટ કરવા ના કહી દીધું. અને સલાહ આપી કે કોઇ મોટાં હોસ્પિટલ માં લઇ જાઓ. આ સાંભળી બંને દીકરીઓ વિચારે અને ચિંતા માં પડી પછી એમણે એમનાં પિતા ને સુરત ની સિવિલ હોસ્પિટલ માં લઇ જવાનું નક્કી કર્યું.

એમ્બ્યુલન્સ નાં ડ્રાઇવરે પોતાની ગાડી ની પુર ઝડપે ગાડી દોડાવી અને હોસ્પિટલ તરફ જવા લાગ્યાં. બંને દીકરીઓ નાં મન માં ભય હતો. હ્રદય નાં ધબકારાઓ વધી ગયેલાં હતાં હાથ પગ માં ધ્રુજારી પેસી ગયેલી હતી. કંઇ પણ બોલતાં દીકરી નાં હોઠ ફફડતાં હતાં. દીકરી બોલી રહી હતી “બાપા …ઓ બાપા.. કંઇ તો બોલો” પણ બાપા કંઇ બોલતાં નહોતાં.

આમ ને આમ મન ની અનેક અસમંજશ ની વચ્ચે બંને બહેનો પોતાનાં પિતા ને લઇ ને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચી ગઇ. મોટી બહેન આ હોસ્પિટલ નાં દરેક લોક ને ઓળખતી હતી કેમ કે આ અગાઉ જ્યારે એક માજી ને ત્યાં દાખલ કર્યા હતાં ત્યારે તેઓ સાથે હતાં. પણ નાની બહેન ગામડાં માં સાસરે ગયેલી અને ક્યારેય ગામ ની બહાર નીકળતી નહોતી તો એનાં માટે આ બધું તદ્દન નવું હતું.

પિતા ને હોસ્પિટલ માં દાખલ કરી ને તેઓ બહાર બેઠા અને ડોક્ટરોએ એમનાં પ્રયાસો ચાલુ કરી દિધાં. ડોક્ટરોએ જોયું કે દર્દી ની પેશાબ ની નળી તૂટી ગઇ હતી. તો આ નળી ને તો કોઇ પણ સંજોગો માં જોડી ના શકાય અને આ વાત એમની દીકરીઓ ને કરી. દીકરીઓ એ કહ્યું “સાહેબ તમારાં થી થાય એ તમે કરો પણ એમને બચાવી લો અને કોઇ બીજી નળી નાંખી શકાય તો એ કરો.”
બાદ ડોક્ટરોએ એમનાં પ્રયાસો ચાલુ રાખ્યાં અને પછી જે ટ્રીટમેન્ટ કરવાં ની હતી એ કરી ત્યાંથી જતા રહ્યાં.
બીજા દિવસે સવારે જ્યારે ડોક્ટરો ફરી તપાસ કરવા આવ્યા ત્યારે એમને ખબર પડી કે દર્દી ને આઘાત લાગ્યો છે તો એ પાગલ જેવું વર્તન કરે છે અને જે ટ્રીટમેન્ટ દરમ્યાન જે બોતલો ચઢાવી હતી એ બધી ફોડી નાંખી હતી અને નસ માં લગાવેલી બોતલો માટે ની સોય પણ ખેચી ને કાઢી નાંખી હતી બેડ પર જ્યાં પણ જોવાં માં આવ્યું ત્યાં લોહી નાં ડાધ દેખાતાં હતાં.

આ જોઇ ડોક્ટરો એ દર્દી ને બેડ સાથે દોરડાં વડે બાંધી દેવું યોગ્ય સમજ્યું અને બેડ સાથે એમ જ કર્યું. હવે દીકરીઓ થી પોતાનાં પિતા ની આ હાલત જોવાતી નહોતી. આખો દિવસ જેમ તેમ પસાર કર્યો બાદ રાત્રી થઇ. રાત્રે દીકરીઓ ની ચિંતા હજુ વધારે વધી ગઇ કે રાત્રે કંઇ થઇ ય તો…???

ભગવાન ને પણ કદાચ એ જ મંજૂર હતું અને રાત્રે દીકરીઓ ની આંખો ની સામે જ એ પિતા એ પોતાનાં દેહ નો ત્યાગ કર્યો અને સ્વર્ગે સીધાવ્યા. ખરી પરીક્ષા તો હવે થવાની હતી.
બંને બહેનો એકલી પડી ગયેલી રાત નો સમય હતો. મરણ સર્ટીફિકઇટ અને બીજી બધી પ્રક્રિયા પુરી કરી બંને બહેનો પોતાના પિતા ને લઇ ને જવા માટે નીકળવા ની તૈયારી બતાવી પણ અફસોસ કે હોસ્પિટલ નાં મેનેજમેન્ટ તરફ થી આ બહેનો ને એમનાં પિતા નાં દેહ ને લઇ જવા માટે કોઇ પણ શબવાહિની કે એમ્બ્યુલન્સ પણ ના ફાળવવા માં આવી આથી બંને બહેનો ચિંતા માં પડી ગઇ કે હવે તેઓ કેમ કરી પોતાનાં પિતા નાં શબ ને પોતાનાં ઘરે લઈ જશે…???

ત્યાં જે રુમ માં આ દીકરીઓ નાં પિતા ને રાખવાં માં આવેલાં એ જ રુમ માં એક ભાઇ હતાં જેમણે એમને ૨૦૦ રુપિયા આપ્યા અને કહ્યું લે દીકરાં આ ૨૦૦ રુપિયા અને બીજા ૧૦૦ જેવાં રુપિયા લઇશે કોઇ જીપ વાળો તો તાં જીપ કે રીક્ષા ભાડે કરી ને ઘરે પહોંચી જજે. આ દીકરીઓ પાસે રુપિયાઓ નહોતાં એટલે તેઓ આ ભાઇ નો આભાર વ્યક્ત કરી બહાર તરફ જવા નીકળ્યાં ત્યારે પણ હોસ્પિટલ નાં એક પણ વ્યક્તિએ તેનાં પિતા નાં મૃતદેહ ને બહાર લઇ જવા માં પણ કોઇએ મદદ ના કરી.

ખુબ જ મહેનત કરી ને બંને બહેનોએ પોતાનાં પિતા નાં મૃતદેહ ને ઉપાડી અને હોસ્પિટલ ની બહાર આવી ગયાં બાદ એક ગાડી ભાડે થી લઈ ને ઘરે જવાં નીકળ્યાં. આ બસમય દરમ્યાન આ બધી કોશિશો અને મહેનત નાં પગલે બંને બહેનો નાં આંખો નાં આંસુઓ પણ સુકાઇ ગયાં હતાં. લગભગ રાત્રે ૧ (એક) વાગ્યે ની આસપાસ આ બહેનો પિતા નો મૃતદેહ લઇ ઘરે પહોંચી ગઇ.

બીજા દિવસ નો સવાર નો સૂરજ પૂર્વ થી પ્રગટ થયો અને અહિં લોકો એ પોક મૂકી ઘર નાં લોકો આજુબાજુ નાં લોકો રડી રહ્યાં હતાં પણ દીકરીઓ ની આંખો માં આંસુઓ નાં અણસાર પણ નહોતાં જણાતાં હતાં દીકરીઓ જે પરિસ્થિતી નો સામનો કરી ને આવી હતી એનાં કારણે જડ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું હતું ત્યાં એક ધરડી માસી આવી ને બોલ્યાં” શું છે છોકરી …??? તારો બાપ મર્યો છે ને તું અહિં ચૂપચાપ ઊભી છે…??? બાપા …બાપા કહિં ને રડ…” પણ દીકરીઓ રડે કેમ કરી રડે એ એમને સમજાતું નહોતું.લોકો ની રડવા રડાવા ની વિધી પૂર્ણ થઇ કે હવે સ્મશાન યાત્રા ની તૈયારી થઇ. આ યાત્રા માટે પાલખી સજાવા માં આવી ત્યાં ફુલ ની ચાદર તથા શ્રીફળ બાંધવા માં આવ્યાં. લોકો સ્મશાન યાત્રા માં જોડાયાં. પણ “અહિં તો એક જ વાત સાંભળવા મળતી હતી કે દીકરી નાં દીકરાંએ નાના ને મારી નાંખ્યો કે બસ ખાલી એક રોટલાં અને દાળ માટે જ બિચારાં ડોહાં ને મારી નાંખ્યો..!!!” માત્ર આ એક જ બાબત હતી કે “લોકો એ એ દીકરાં ને હત્યારા નાં નામનો તાજ એનાં માથે સજાવી દીધો..”
સ્મશાને પહોંચી જ્યારે દીકરી નાં દીકરાએ નાનાજી ને લાકડાં પર સુવડાવી એમનાં મૂખ માં પાણી નાંખી પાણી પીવડાવ્યું ભોજન કરાવવા કોળિયો મોઢાં માં મૂક્યો ત્યારે માનવતા પરથી જાણે વિશ્વાસ જ ઊઠી ગયો કે જ્યારે એક રોટલો માંગ્યો ત્યારે તો કેટલો માર માર્યો અને હવે આ બધાં દેખાડાંઓ કરે છે જો એ સમયે કોઇ નો બસ ચાલે તો આ લૌકિક રૂવાજો પણ બંધ કરાવી ને એની એ દીકરી નાં દીકરાં નાં ગાલ પર એક તમાચો જડી દે પણ લોક લાજ ને કારણે આ દીકરો બચી ગયો.

એ વ્યક્તિ ને નવાં કપડાંઓ , નવી ચપ્પલ તથા દરેક રીતે બધી નવી વસ્તુઓ આપવા માં આવી પણ આ તો સળગી ને ખાખ થવાની હતી તો એનો કોઇ મતલબ ખરો…???

લેખક : કલ્પેશ ચૌહાણ (કાવુ)

વાર્તા વિષે અભિપ્રાય કોમેન્ટમાં અચૂક આપજો, અને દરરોજ આવી અનેક વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી