આજે જાણીએ એ દુર્ઘટના વિષે જેના લીધે આપણા દેશનું એક મુલ્યવાન રત્ન આપણાથી બહુ દુર થઇ ગયું…

15 વર્ષ અગાઉ એટલે કે 1 ફેબ્રુઆરી 2003ના રોજ ભારતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા સહિત સાત અંતરિક્ષ યાત્રીઓ ધરતી પર પાછા ફરી રહ્યા હતા ત્યારે સ્પેસ શટલ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાથી ભારત, ઇઝરાયલ સહિત અમેરિકામાં પણ શોક વ્યાપી ગયો હતો.આ ઘટના સ્પેસ સાયન્સ માટે મહત્વપૂર્ણ હતી. દુનિયાની તમામ નજર આ ઘટના પર હતી.

વૈજ્ઞાનિકોના મતે કોલંબિયા શટલ STS-107 ધરતીથી બે લાખ ફૂટની ઉંચાઇ પર હતું તે સમયે શટલની સ્પીડ લગભગ 20 હજાર કિલોમીટર પ્રતિ કલાકની હતી. અચાનક આ સ્પેસ શટલથી નાસાનો સંપર્ક તૂટી ગયો હતો. જેવું સ્પેસ શટલ વાયુમંડળમાં પ્રવેશ્યું કે તેમાં આગ લાગી ગઇ હતી . આગામી 16 મિનિટમાં આ શટલ અમેરિકાના ટેક્સાસમાં ઉતરવાનું હતું. પણ ગણતરીની કેટલીક મિનિટોમાં તો ટેક્સાસ રાજ્યના ડલાસ વિસ્તારમાં 160 કિલોમીટરના વિસ્તારમાં આ સ્પેસશટલનો કાટમાળ મળી આવ્યો હતો. ભારતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા સહિત સાતેય અંતરિક્ષ યાત્રીઓના દુર્ઘટનામાં મોત થયા હતા.

કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ હરિયાણાના કરનાલમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. કલ્પનાએ શરૂઆતનો અભ્યાસ કરનાલના ટેગોર બાલ નિકેતનમાં કર્યો હતો. તે સમયે છોકરીઓ માટે અભ્યાસ ખૂબ પડકારરૂપ હતો છતાં કલ્પનાએ ચંડીગઢમાં પંજાબ એન્જિનિયરીંગ કોલેજમાં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં બી.ટેકનો અભ્યાસ કર્યો હતો. બાદમાં કલ્પનાએ ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમ.ટેક કર્યું. યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી ડોક્ટરેટની ડિગ્રી હાંસલ કરી. વર્ષ 1988માં કલ્પના ચાવલાએ નાસા જોઇન કર્યું હતું. જ્યાં તેની નિમણુક રિસર્ચ સેન્ટરમાં થઇ હતી.

એમ.ટેકના અભ્યાસ દરમિયાન કલ્પના અને જીન પિયરે હેરિસનને પ્રેમ થઇ ગયો હતો અને તેમણે બાદમાં લગ્ન કરી લીધા હતા. 1991માં કલ્પનાને અમરિકન નાગરિકત્વ મળ્યું હતું. કલ્પનાએ 1993માં નાસામાં એપ્લાય કર્યું પરંતુ તે સમયે તેને રિજેક્ટ કરી દેવામાં આવી હતી પરંતુ 1995માં માર્ચ મહિનો કલ્પના ચાવલાની લાઇફ માટે ખાસ દિવસ રહ્યો હતો. કારણ કે અંતરિક્ષ ઉડાણ માટે કલ્પનાની પસંદગી કરવામાં આવી હતી.

કલ્પનાનું પ્રથમ અંતરિક્ષ મિશન 19 નવેમ્બર 1997માં શરૂ થયું હતું. તેમણે છ અંતરિક્ષ યાત્રીઓ સાથે સ્પેસ શટલ કોલંબિયા STS-87થી ઉડાણ ભરી હતી. આ તેનો પ્રથમ મિશન હતું. કલ્પનાએ ધરતીના 252 ચક્કર લગાવ્યા હતા. તેણે અવકાશમાં 372 કલાકો વિતાવ્યા હતા.

આ ક્રૂ 3 ફેબ્રુઆરી 2003ના રોજ ધરતી પર પાછા ફરી રહ્યા હતા. તેમને અમેરિકાના ટેક્સાસમાં ઉતરવાનું હતું પરંતુ 16 મિનિટ અગાઉ જ સ્પેસ શટલનો સંપર્ક તૂટી ગયો હતો. અને સ્પેસ શટલ તૂટી પડ્યું હતું. મિશન કમાન્ડર રિક હસબૈન્ડના નેતૃત્વમાં કોલંબિયા સ્પેસ શટલે ઉડાણ ભરી હતી. ટીમમાં ઇઝરાયલના વૈજ્ઞાનિક આઇલન રૈમન, અમેરિકાના વિલિયમ મૈકોલ, લોરેલ ક્લાર્ક, ડેવિડ બ્રાઉન અને માઇકલ એન્ડરસન સામેલ હતા. કલ્પના પરિવારમાં ચાર ભાઇ-બહેનોમાં સૌથી નાની હતી. જોકે, કલ્પનાના પિતા ઇચ્છતા હતા કે તેમની દીકરી ડોક્ટર અથવા શિક્ષિકા બને.

દરરોજ આવી અનેક માહિતીસભર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી